Page #1
--------------------------------------------------------------------------
________________
મુનિ યશસ્વસાગર કૃત શબ્દાર્થ સ્વસ્થ
જિતેન્દ્ર શાહ અઢારમી સદીના પ્રારંભે થયેલા ત્રણ મહાન જયોતિર્ધરો નિર્ચન્થ દર્શનમાં વિશેષ ખ્યાતિપ્રાપ્ત છે. (૧) નન્યાયના પ્રકાંડ વિદ્વાન, તાર્કિકશિરોમણિ મહામહોપાધ્યાય યશોવિજયજી; (૨) સિદ્ધાન્તશિરોમણિ મુનિ વિનયવિજયજી; તથા (૩) વ્યાકરણ, કાવ્ય, અને જ્યોતિષશાસ્ત્રના મહામનિષી મુનિ મેઘવિજયજી, આ ત્રણ શ્વેતામ્બર મુનિવરોની કૃતિઓનું આજેય આદર અને વિનયપૂર્વક અધ્યયન-અધ્યાપન થઈ રહ્યું છે. તેમાંય ઉપા. યશોવિજયજીના ગ્રંથો તો વિશેષ આદરણીય મનાય છે. એ યુગમાં જ થઈ ગયેલા એક અલ્પજ્ઞાત મુનિ યશસ્વતુ અપર નામ જશવંતસાગરની એક અપ્રગટ કૃતિ, શબ્દાર્થસંબંધ, અત્રે પ્રકાશિત કરવામાં આવી રહી છે.
ઉપાધ્યાય યશોવિજયની તીક્ષ્ણ તાર્કિક શૈલી અને કાવ્યાત્મક ભાષામાં રચાયેલી જટિલ કૃતિઓ કરતાં સરળ અને સુબોધ રીતે દર્શનશાસ્ત્રનો અભ્યાસ કરવા ઇચ્છતા પ્રારંભિક અભ્યાસ માટે ઉપયોગી કૃતિ રચવાનું શ્રેય મુનિ યશસ્વસાગરને પ્રાપ્ત થાય તેમ છે. જૈન પરંપરાના ન્યાય-દર્શનના ગ્રંથો રચવાની પરંપરા તો સિદ્ધસેન દિવાકરથી શરૂ થઈ જ ગઈ હતી અને આ જ પરંપરામાં આચાર્ય મલવાદી, સિંહશુર, અકલંક, હરિભદ્રસૂરિ, વિદ્યાનંદ, હેમચંદ્ર આદિ અનેક પૂર્વાચાર્યોએ પ્રૌઢ રચનાઓ કરી હતી અને તે સૌમાં દાર્શનિક ચર્ચાઓ કરવામાં આવી તો છે : પરંતુ ન્યાયદર્શન કે વૈશેષિક દર્શનનો અભ્યાસ કરવા ઇચ્છતા વિદ્યાર્થીને માટે જેવી રીતે અન્નભટ્ટ રચિત તર્કસંગ્રહ અને વિશ્વનાથ પંચાનનકૃત મુક્તાવલી અત્યંત પ્રચલિત છે તેવી કૃતિની જૈનદર્શનમાં ઊણપ હતી. આ ઊણપને ઉપાડ યશોવિજયજીએ તર્કભાષા દ્વારા પૂરી તો કરી પણ તેમની સાંપ્રત કૃતિ પણ સાવ સરળ નથી. તેનો અભ્યાસ કરવા માટે થોડી વધુ સજ્જતાની આવશ્યકતા રહે છે. આવી પરિસ્થિતિમાં સરળ ગ્રંથો રચવાનો પ્રયાસ મુનિશ્રી યશસ્વસાગરે કર્યો છે. તેમણે અન્નભટ્ટના તર્કસંગ્રહની તોલે આવી શકે તેવી લઘુ કૃતિ જૈની સપ્તપદાર્થોની રચના કરી છે. જ્યારે મુક્તાવલીની તોલે આવી શકે તેવી સ્યાદ્વાદમુક્તાવલીની રચના કરી છે. આ બન્ને કૃતિ પ્રકાશિત થઈ ચૂકી છે. પરંતુ પૂર્વે જૈન ધર્મમાં દર્શનનો અભ્યાસ કરવા માટે સર્વપ્રથમ તર્કસંગ્રહ અને મુક્તાવલીનો જ અભ્યાસ કરાવવામાં આવતો હતો. અને આજે પણ આ જ પ્રણાલિકા પ્રવર્તતી હોવાથી ઉક્ત બન્ને કૃતિઓની પ્રસિદ્ધિ થઈ શકી નથી એટલું જ નહીં, જૈન દર્શનના અભ્યાસીઓને આવા પ્રકારની કૃતિઓની રચનાનો ખ્યાલ સુધ્ધાં નથી. મુનિ યશસ્વતસાગર
અન્ય લેખકોની જેમ જ મુનિ યશસ્વસાગર કિંવા જશવંતસાગરનાં જન્મ, જન્મસ્થળ, માતા-પિતા, અવસ્થા આદિ અંગે કોઈ પણ પ્રકારની વિશેષ માહિતી પ્રાપ્ત થતી નથી. (સ્વ) મોહનલાલ દલીચંદ દેસાઈના જૈન સાહિત્યના સંક્ષિપ્ત ઇતિહાસ અંતર્ગતમાં તેમની કૃતિઓ અંગે અને ગુરુ અંગેની માહિતી આપવામાં આવી છે, પરંતુ તેથી વિશેષ કોઈ માહિતી ઉક્ત ગ્રંથમાં દર્શાવવામાં આવી નથી. જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ ભા.૦ ૩માં પ્રા. હિરાલાલ રસિકદાસ કાપડિયાએ યશસ્વતસાગરની કૃતિઓ અંગે અછડતો ઉલ્લેખ કર્યો છે જરૂર, પણ તેમના સંપૂર્ણ સાહિત્ય અંગે કોઈ પણ પ્રકારની વિશેષ ચર્ચા કરી નથી. સહ પ્રથમ વિશેષ માહિતી મુનિવર હિમાંશુવિજયજી સંપાદિત જેની સપ્તપદાર્થોની પ્રસ્તાવનામાં પ્રાપ્ત થાય છે, તે ઉપરાંત ભારતીય વિદ્યાભવન દ્વારા પ્રકાશિત યશસ્વસાગરની સ્યાદ્વાદમુક્તાવલીની પ્રસ્તાવનામાં માહિતી આપવામાં આવી છે. તથા તેમણે રચેલી કૃતિઓમાં આપવામાં આવેલી પ્રશસ્તિઓને આધારે માત્ર તેમની ગુરુપરંપરા અંગેની જ માહિતી પ્રાપ્ત થાય છે. તેમના પૂર્વ ગુરુ તરીકે અનુક્રમે વિજયપ્રભસૂરિ,
Page #2
--------------------------------------------------------------------------
________________
જિતેન્દ્ર શાહ
Nirgrantha કલ્યાણસાગર, તથા તપાગચ્છીય શ્રી યશસાગરનો ઉલ્લેખ કર્યો છે. અહીં પ્રગટ કરેલી આવેલી કૃતિના અંતે ગુર આદિનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. વળી સ્યાદ્વાદમુક્તાવલીના દરેક સ્તબકને અંતે ચારિત્રસાગરનો બહમાનપર્વક ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેથી એવું અનુમાન કરી શકાય કે ચારિત્રસાગર તેઓશ્રીના વિદ્યાગ૨ હોય અથવા તેમના દાદા ગુર હોઈ શકે, અથવા ધર્મમાં જોડનાર પ્રેરક સાધુ હોઈ શકે. કૃતિઓ :
યશસ્વસાગરે નીચે જણાવેલ ૧૪ કૃતિઓની રચના કરી છે. તેમાંથી ત્રણ કૃતિઓ જ પ્રકાશિત થઈ છે. બાકીની બધી કૃતિઓ અઘાવધિ અપ્રાપ્ય તેમ જ અપ્રકાશિત છે. ગ્રંથનામ
સંવત્ ૧. વિચારષત્રિશિકાવચૂરિ
૧૭૨૧ ૨. ભાવસપ્તતિકા (પ્રકાશિત)
૧૭૪૦ ૩. જૈની સપ્તપદાથ (પ્રકાશિત)
૧૭૫૭ ૪. શબ્દાર્થસંબંધ
૧૭૫૮ ૫. પ્રમાણવાદાર્થ
૧૭૫૯ ૬. જૈનતર્કભાષા ૭. વાદસંખ્યા ૮. સ્યાદ્વાદ મુક્તાવલી (પ્રકાશિત) ૯. માનમંજરી ૧૦. સમાસશોભા ૧૧. ગૃહલાઘવવાર્તિક
૧૭૬૦ ૧૨. યશોરાજપદ્ધતિ
૧૭૬૨ ૧૩. વાદાર્થનિરૂપણ
૧૪. સ્તવનરત્ન ઉપરોક્ત ગ્રંથોની સૂચિ જોતાં જ ખ્યાલ આવી શકે તેમ છે કે તેઓ દર્શનશાસ્ત્ર તથા જ્યોતિષશાસ્ત્રના વિદ્વાન્ હતા. અને અન્ય વિદ્વાનોની જેમ વિશાળકાય, તર્કજાળ યુક્ત, અને એથી જટિલ ચૂંથો ન રચતા પ્રારંભિક અભ્યાસી માટે ઉપયોગી એવા લઘુ ગ્રંથોની રચના કરી છે. આ ગ્રંથોનો અભ્યાસ કરવાથી તત૬ વિષયના વિશેષ અભ્યાસ અંગેની યોગ્યતા પ્રાપ્ત થઈ શકે તેમ છે. શબ્દાર્થસમ્બન્ધ :
ભારતીય દર્શનશાસ્ત્રમાં શબ્દ અને અર્થના સંબંધ વિશે પૂર્વ કાળથી જ ઘણી ચર્ચાઓ થઈ છે. પ્રાયઃ દરેક દર્શનમાં અને દરેક દાર્શનિકે આ વિષય ઉપર ચર્ચા કરી છે. દર્શનશાસ્ત્રમાં પાંચ પ્રકારના સંબંધો માનવામાં આવ્યા છે. (૧) સંયોગ, (૨) સમવાય, (૩) તાદાભ્ય, (૪) તદુત્પત્તિ, અને (૫) વાચ્ય-વાચક
Page #3
--------------------------------------------------------------------------
________________
Vol. II - 1996
मुनिश्री यशस्वत्सागर त... ભાવ સંબંધ. આ પાંચેય સંબંધો અંગે પ્રસ્તુત કૃતિમાં ક્રમશઃ ચર્ચા કરવામાં આવી છે. સંયોગ, સમવાય, તાદાત્મ, અને તદુત્પત્તિ સંબંધ શબ્દ અને અર્થમાં કોઈ રીતે ઘટી શકે તેમ નથી તેની સયુક્તિક ચર્ચા કરી છે. છેલ્લે વાવાચક સંબંધ જ યુક્તિયુક્ત છે તેમ જણાવ્યું છે.
પ્રસ્તુત કૃતિ પ્રમાણનયતત્ત્વાલો કાલંકારની રત્નાકરાવતારિકા-ટીકામાં થયેલી ચર્ચા સાથે મહદંશે શબ્દશઃ સામ્ય ધરાવે છે. તેથી આ કૃતિનો મૂળ આધાર રત્નાકરાવતારિકા-ટીકા હોવાનું સ્પષ્ટ છે.
शब्दार्थसम्बन्धः
या नमः
वागर्थयोः शब्दपदार्थयोः को नाम सम्बन्धः ? संयोगो वा समवायो वा तादात्म्यं वा तदुत्पत्तिर्वा वाच्यवाचकभावो वेति पंचकं विचारणीयं वक्तव्यमेतत् न तावत् संयोग-सम्बन्धो द्रव्यद्वयोरेव संयोगस्य सत्त्वात् घटपटयोरिव सह्यविंध्याचलयोरिव । नापि समवायः गुणगुणिनोरेव समवायादात्मभूतमग्ने-रौष्ण्यमनात्मभूतं दंडीपुरुष इति । नापि तृतीयस्तयोस्तादात्म्यं न घटते, अत्र पक्षद्वयं शब्दात्मा अर्थो वाऽर्थात्माशब्दो वाच्यतयात्वच्चित्ते चकास्यात् ? यदि शब्दात्मा शब्दस्तदा समस्ता अपि शब्दाः स्वं स्वमात्मानमात्मना ख्यापयेयुः यथाऽशेषेभ्यः शब्देश्यः शब्दाद्वैते प्रसर्पति सति...... तंति-तल-ताल-वेणु-वीणा-मृदङ्ग सङ्गि-संगीतकारम्भनिभृत भुवनत्रयं भवेदित्यथ तच्छब्द वाच्यश्चेदर्थस्तर्हि तुरग-तरंग-श्रृंगार-शृंगारानलानिल-मोद-मोदकादिशब्दोच्चारणे चूरण-प्लावनसंभोग-वदनदाहोड्डयन-प्रीति-तृप्त्यादि-प्रसङ्गप्रसक्तेः । किंचातीतानागत सङ्ग वर्तमानकालत्रितया विवर्ति पदार्थसार्थकथा प्रथाऽवृथाऽपि यथा-तथा स्यात् न हि वृक्षात्मा शिशपा तमन्तरेण क्वपि संपद्यते वृक्षात्मा शिशपा एव वृक्षत्वमन्तरा नोपपद्यते यदा स नैव तथात्वे हि स्वरूपमेवासौ जह्यात् येव स्तंभकुंभांभोरुहादिवत् । प्रत्यक्षेनैतयोः शब्दार्थयोस्तादात्म्यं न क्षमते । यथा ताल्वोष्ठरसनारदन-व्यापार-परायणः शब्दः कर्णकोटरकुटुम्बी खल्वभिलाप: प्रत्यक्षेण लक्ष्यते, क्षितितलावलम्बी कलशकुलिशादिभावराशिरिति कथमेतयोरैक्यं वक्तुं शक्येत ? तन्न तादात्म्यपक्षोपक्षेपः सूक्ष्मः । तुरायस्तदुत्पत्तिपक्षः शब्दादर्थ उन्मज्जेदर्थाद्वा शब्दः ? प्राचिपक्षे कलशादि शब्दादेव तदर्थोत्पत्तिर्न कापि दरीदृश्यते । सूत्रदण्डचक्रचीवरादिकारणकलापमीलनक्लेशं किमर्थमाश्रयेत् । शब्दोच्चारणमात्रादेव तत्सिद्धेः प्रकृतप्रयोगारम्भाभियोगो निरुपयोगः स्यात् । द्वितीये पुनरनुभवबाधनम् अधररदनरसनादिभ्यः शब्दोत्पत्तिसंवेदनादिति तदुत्पत्तिसम्बन्धसम्भवनिराकरणम् । अथ वाच्यवाचकभावपक्षोऽपि न क्षेमकारः । यतोऽसौ वाच्यवाचकयोः स्वभावभूतस्तदतिरिक्तो वा भवेत् प्राचिविकल्पे तौ शब्दार्थावेव न कश्चिद्वाच्यवाचकभावसम्बन्धः । द्वितीयपक्षे एकान्तेन भेदो वा कथञ्चिद्भेदो वा तत्त्वेकान्तभेदे भेदत्रितयं त्रोकते किमयं नित्यो वाऽनित्यो वा नित्यानित्यो वा ३ नित्यश्चेत् सम्बन्धिनोरपि नित्यत्वापत्तेः अन्यथा सम्बधस्याप्यनित्यत्वानुषंगात् तत्संबंधि संबद्धश्चभावद्रव्य.....ते स्तै सम्बन्धिभिरुभयः सम्बन्धस्तस्यस्वभावस्य पतनात् । अथानित्यस्तदा सर्ववाच्यवाचकेष्वेकः, प्रतिवाच्यवाचकं भिन्नो वा ? एकश्चेत्तर्हि तदेकस्मादेव शब्दादशेष पदार्थप्रतिपत्तिप्रसङ्गः । द्वितीयपक्षे तु किमसौ तत्र सम्बद्धोवाऽ सम्बद्धो वा भवेद् ?असम्बद्धश्चेत्तर्हि घटशब्दात्पटप्रतीतिः पटशब्दाद्घटप्रतीतिः । द्वयोरपि वाच्यवाचक योरुभयत्राविशेषात् । अथ सम्बद्धसम्बन्धस्तादात्म्येन वा तदुत्पत्त्या वा ? न तावत्तादात्म्येन भेदपक्ष कक्षीकारात् । न तावत्तदुत्पत्यात् [यतः] किमयं वाच्योत्पत्तिकाले जायेत वाचकोत्पत्तिकाले वा युगपदुभयोत्पत्तिकाले वा एकस्य प्रथममुत्पादेऽपि यदैव द्वितीय उत्पद्येत तदैव वेति? विकल्पचतुष्ट्यम् । तत्राद्यौ द्वावेव पक्षावक्षणौ, द्वयाधारत्वेनास्यान्यतरस्याप्यसत्तायामुत्पत्तिविरोधात् । तार्तीयीक विकल्पे तु क्रमेणोत्पदिष्णवः पदार्थाः शब्दार्थाऽवाच्या अवाचकाश्च भवेयुस्तुरीयपक्षे तु किमसौ वाच्यवाचकाभ्यामेव सकाशादुल्लसेद्, अन्य एव संकेतादपि
Page #4
--------------------------------------------------------------------------
________________ જિતેન્દ્ર શાહ Nirgrantha शब्दाद्वाच्यवाचकाभ्यामपि सकाशादन्यतोऽपि वा ? आद्य कल्पनायांमनाकलित संकेतस्यापि नालिकेद्धीपवासिनः शब्दोच्चारणानन्तरमेव पदार्थसार्थप्रतीतिः स्यात् / तदानीं तस्य वाच्यस्य दर्शने तस्य सम्बन्धस्योत्पादनाद अथोत्पन्नोप्यसौ संकेताभिव्यक्त एव वाच्यप्रतिपत्ति-निमित्तम् ननु कार्यकारणभावविशेष एवाभिव्यंग्याभिव्यंजकभावस्तत्र चान्यतोऽपीति विकल्पप्रतिविधानमेव समाधानम् न हि शब्दाः श्वपाका इव वराकाः स्वलक्षण ब्राह्मणं क्षणमपि स्रष्टुमर्हति, विकल्पशिल्पिकल्पितार्थमात्रगोचरात्वात् तेषाम्। विकल्पानां चोत्प्रेक्षा-लक्षण-व्यापारपर्यवसितत्वात् / तदुक्तम् विकल्पयोनयः शब्द विकल्पाः शब्दयोनयः / कार्यकारणता तेषां नार्थं शब्दाः स्पृशन्त्यमी // 1 // तदेतदखिलमनिलांदोलितार्कतूल सदृशमिति शब्दार्थयोः सम्बन्ध निराकरणं तत्स्थापने च युक्तियुक्तावस्तु युक्तय रत्नाकरावतारिकातो विज्ञेयास्तत्स्थापनार्थ परप्रणीत कंटकोद्धार प्रकार विशेषण संदर्भितानि वाक्यानि यथा वाच्य-वाचकोत्पत्ति-समय-संभूष्णु-शक्ति स्वभावस्याऽबाधितस्तथानुभवेन चित्रज्ञारूपस्पष्टदृष्टान्ता वष्टम्भेन च कृतविरोधपरिहारत्वान्नित्यानित्यस्य वाच्यवाचकाभ्यां कथञ्चिद्भिन्नस्य सामान्यविशेषोभयस्वभाववस्तुगोचरो-परचितसंकेताभिव्यक्तस्य वाच्यवाचक भाव-सम्बन्धस्य बलेन शब्दानामर्थस्य प्रतिपादकत्वं प्रतिपद्य शब्दमेव प्रामाण्यमङ्गीकृतमिति शब्दार्थयोः सम्बन्धसंबद्धत्वं लिखिते / पं. यशस्वत्सागरेण संवत् 1758 वर्षे संग्रामपुरे स्वेन गणिश्री मुनीन्द्रसागर वाचनार्थम् ॥श्री।।