Book Title: Settujja Chetta Pravadi
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgrantha_1_022701.pdf and Nirgrantha_2_022702.pdf and Nirgrantha_3_022703.pdf

View full book text
Previous | Next

Page 2
________________ Vol. 1.1995 લખપતિ કૃત “સેતુજનપ્રવાડ” કહી, પોતાનું કર્તુત્વસૂચક લખપતિ’ નામ જણાવી વાત પૂરી કરે છે : (૧૪-૧૫) આ યુગની કૃતિઓમાં સામાન્યત: હોય છે તેવું કાવ્યતત્વ ધરાવતી, આ પંદર જ કડીમાં પૂરી થતી પરિપાટિમાં એવી કોઈ નવી વાત નથી જે ચૌદમા-પંદરમા શતકના તીર્થયાત્રીઓએ ન કહી હોય. ઊલટું કેટલીક વિગતો, જેમકે ખરતરવસહીનું વિગતે વર્ણન નથી, તેમ જ કેટલાંક દેવભવનો, જેવાં કે મરુદેવીની ટૂક પરના છીપાવસહી, મોલ્હાવસહી, અને આદીશ્વર ટૂંકમાં આદિનાથનાં મૂલ્ય ચૈત્યની સનિધિમાં રહેલ વીસ વિહરમાન મંદિરનો આમાં ઉલ્લેખ નથી. સાંપ્રત પરિપાટિની રચના સત્તરમા સૈકાથી પૂર્વે થઈ હોવા વિષે ભાષા ઉપરાંત અંદર સત્તરમા સૈકાની બે ખ્યાતનામ વાસ્તુ-રચનાઓ-મરુદેવીની ટૂક પરનો ‘સવાસોમા'નો ‘ચૌમુખ પ્રાસાદ' (સં. ૧૬૭૫ | ઈ. સ. ૧૬૧૯) અને વિમળવશી ટ્રકનો મનૌતમલ્લ જયમલ્લજીના ચાર રંગમંડપવાળા મોટા ચતુર્મુખ મંદિર (સં. ૧૬૮૨ / ઈ. સ. ૧૯૨૬) – જેના વિષે અન્યથા સત્તરમા સૈકાના યાત્રિકો અચૂક રીતે કહે છે જ, તેનો ઉલ્લેખ નથી, તે કારણસર વિશેષ પ્રમાણ મળી રહે છે. સોળમા શતકના અંતની અને સત્તરમા સૈકાની પ્રારંભની પરિપાટિઓમાં વિગતો ક્રમશ: ઓછી થતી જાય છે, તે પરિસ્થિતિની આ અગ્રચારી કૃતિ ગણી શકાય. ટિપ્પણ:૧) આની વિગતવાર ચર્ચા મૂળપાઠ સહિત હું મારા The Sacred Hills of Satrunjayagii નામક પુસ્તકમાં કરનાર હોઈ, અહીં વિગતમાં ઊતરવું અનાવશ્ય છે. ૨) અન્ય સૌ પરિપાટિકારો સ્વર્ગારોહણ પ્રાસાદમાં નમિવિનમિ અને નામેય એમ મળી કુલ ત્રણ જ બિંબની વાત કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4