Book Title: Savchanda ane Somchanda ni Khandani
Author(s): JAINA Education Committee
Publisher: JAINA Education Committee

View full book text
Previous | Next

Page 2
________________ સવચંદ અને સોમચંદની ખાનદાની આંસુનાં થોડાં ટીપાં લખેલી હૂંડી પર પડીને ફેલાયા. ભારે હૈયે સવચંદે તે હૂંડી રાજકુમારના હાથમાં આપી અને સોમચંદની પેઢી પર જઈને વટાવવા કહ્યું. રાજકુમાર ઘડીનો પણ સમય બગાડ્યા વગર પહોંચી ગયો, અને સોમચંદની પેઢી પર હૂંડી વટાવવા માટે આપી. ખજાનચીએ હૂંડી હાથમાં લઈને હાથ નીચેના કારકુનને સવચંદનો હિસાબ જોવા કહ્યું. માણસે આખો ચોપડો ઉથલાવી જોયો પણ ક્યાંય સવચંદના નામનું ખાતું ન હતું. કારકુને જણાવ્યું કે સવચંદને કોઈ ધંધાદારી સંબંધ નથી. ખજાનચી સોમચંદ પાસે ગયો અને જણાવ્યું કે વંથળીના સવચંદે હૂંડી લખીને વટાવવા મોકલી છે પણ આપણે તેમ કરી શકીએ તેમ નથી. આ જાણીને સોમચંદ મૂંઝવણમાં પડી ગયો. સવચંદ વંથલીનો બહુ મોટો વેપારી છે અને તેનું નામ બહુ મોટું છે એવું તે જાણતો હતો. સવચંદને મારી પેઢી સાથે કોઈ ધંધાકીય સંબંધ ન હોવા છતાં આટલી મોટી રકમની હૂંડી કેમ લખી હશે તે તેને સમજાતું નથી. એણે હૂંડી હાથમાં લઈને જોયું તો સવચંદના આંસુથી અક્ષરો ખરડાયેલા હતા. આંસુના ટીપાં પડવાથી તે સમજી ગયા કે સવચંદ કોઈ મોટી મુસીબતમાં હશે અને બહુ શરમજનક સ્થિતિમાં નિરાશ બનીને આ હૂંડી લખી હશે. સવચંદે મારામાં આંધળો વિશ્વાસ મૂકીને આ હૂંડી લખી છે તેવું સોમચંદ સ્પષ્ટપણે સમજી ગયા. હવે મારે એ વિશ્વાસ ચરિતાર્થ કરી બતાવવાનો છે. આવી આપત્તિમાં આવી પડેલા ખાનદાન માણસને મદદ કરવા માટે મારી મૂડી કામ ન આવે તો તે મારી સંપત્તિ શા કામની? એણે મદદ કરવાનું નક્કી કર્યું અને ખજાનચીને હૂંડીના નાણાં ચૂકવી આપવા કહ્યું. ખજાનચી મૂંઝાયો. સવચંદનું ખાતું તો હતું નહિ તો આ મૂડી કયા ખાતામાં ઉધારવી? સોમચંદે પોતાના વ્યક્તિગત ખાતામાં એ મૂડી ઉધારવા કહ્યું . તેની પઢી,નવું હ பொ સેહની રી, જાણ અને ચાર્જ 20માં આવીને બ +44 સવચંદના જીવનના વિવિધ પ્રસંમો જૈન થા સંગ્રહ ૧૯૬૦ની પેટી રાષ્ટ્ર મા પાંચમ હિમ સંવત 01 MLનાભાઈશ્રી 41 તુ ના દાવે ચૈતાન હતાતે જાવા કરવા વસત હૂંડી સ્વીકારાઈ અને રાજકુમારને તેમના પૈસા મળી ગયા. ખરેખર તો રાજકુમારને પૈસાની અત્યારે કોઈ જરૂરિયાત જ ન હતી પણ સવચંદની આર્થિક સદ્ધરતામાં શંકા પડવાથી જ આમ કર્યું હતું. એને સવચંદની આબરુ માટે જે શંકા કરી તેનો પસ્તાવો થવા લાગ્યો. ઘેર જતાં રસ્તામાં સવચંદની પેઢી પર જઈ પોતાની મૂડી અમદાવાદથી મળી ગઈ છે તે જણાવ્યું. સવચંદે ખરા હૃદયથી સોમચંદનો આભાર માન્યો. 133

Loading...

Page Navigation
1 2 3