Book Title: Savchanda ane Somchanda ni Khandani Author(s): JAINA Education Committee Publisher: JAINA Education Committee Catalog link: https://jainqq.org/explore/201034/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરના સમય પછીની કથાઓ ૩૪. સવચૂંઠ અને સોમચંદની ખાનદાની જૈનોના તીર્થધામોમાં શત્રુંજય પર્વત ઘણો જ પવિત્ર ગણાય છે. ગુજરાતના અમદાવાદથી લગભગ ૨૪૦ કી. મી. દૂર આવેલા પાલીતાણા શહેરમાં તે આવેલો છે. તે તેની નવ ટૂંક માટે જાણીતો છે. તેમાંની એક પર્વતની ટોચ પર ચૌમુખજીની ટૂંક આવેલી છે. અહીં ત્યાં બંધાયેલા મંદિરોની રસપ્રચુર વાર્તા રજૂ થાય છે. ૧૬ મી સદીની વાત છે. જ્યારે મોગલ સમ્રાટ અકબર ભારત પર રાજય કરતો હતો ત્યારે ગુજરાત રાજયમાં આવેલા સૌરાષ્ટ્ર પ્રાંતમાં વંથળી નામના નાના શહેરમાં સવચંદ જેરામ નામનો વેપારી રહેતો હતો. તેનો વેપાર ઘણો મોટો હતો. ઇન્ડોનેશિયા અને બીજા દેશોમાં માલની નિકાસ કરવા ઘણાં વહાણોનો ઉપયોગ કરતો. મુસાફરી દરમિયાન એક દેશમાંથી માલ ખરીદતો અને બીજા બંદરે સારા નફાથી વેચતો. કિંમતી માલ-સામાન સાથે એક વખત તેમનો બાર વહાણનો કાફલો નીકળ્યો. તેમના માણસોએ પરદેશના બંદરે બધો માલ વેચી દીધો અને પાછા ફરતાં એવો જ કિંમતી માલ ખરીદતા આવ્યા. પાછા ફરતાં સમુદ્રના પ્રચંડ તોફાનમાં તેઓ ફસાયા અને એક ટાપુ પર રોકાઈ જવું પડ્યું. એ સમય દરમિયાન ચોમાસુ બેસી જવાથી તે ટાપુ પર મહિનાઓ સુધી તેઓને રોકાઈ જવું પડ્યું. લાંબા સમય સુધી વહાણો પાછા ન ફરવાને લીધે સવચંદના વહાણ વિભાગના પ્રતિનિધિએ વહાણો ક્યાં અટવાયાં છે તેની તપાસ શરૂ કરી. ઘણાં પ્રયત્નો કરવા છતાં વહાણનો કાફલો ક્યાં છે તે જાણી નહિ શકવાથી તેમણે વહાણો ગુમ થયા તેની જાણ સવચંદને કરી. સવચંદને આ ઘણું મોટું નુકસાન હતું. તેણે પરદેશના વેપાર માટે ઘણી મોટી મૂડી રોકી હતી અને વહાણો પાછા ફરતાં મોટો વેપાર કરી સારું એવું ધન મેળવીને આવશે એવી આશા હતી. વહાણોને કારણે જે નુકસાન થયું તે ઘણું મોટું હતું. તેને પૈસાની તંગી વર્તાવા લાગી. લેણદારોને પૈસા પાછા આપવાની પણ મુશ્કેલી પડવા લાગી. વહાણો ગુમ થયાના સમાચાર લોકોમાં ફેલાયા તેની સાથે લોકો સવચંદે બધું ગુમાવી દીધું છે તેવી વાતો કરવા લાગ્યા, અને પોતાની મૂડી ન ડૂબે તે હેતુથી કડક ઉઘરાણી કરવા લાગ્યા. સવચંદ ખૂબ જ પ્રામાણિક અને ધાર્મિક પ્રકૃતિનો માણસ હતો. તેની પાસે જે કંઈ બચ્યું હતું તેમાંથી શક્ય એટલાને તેમની મૂડી પાછી આપવાના પ્રયત્નો કર્યા. વંથળીની નજીક આવેલા માંગરોળનો રાજકુમાર પણ તેમાંનો એક હતો. તેણે રૂા. એક લાખ સવચંદને ત્યાં મૂક્યા હતા. આ ઘણી મોટી મૂડી કહેવાય કારણ કે ત્યારનો એક રૂપિયા બરાબર આજના રૂ. ૨૫૦થાય. જયારે રાજકુંવરે સવચંદના વહાણો ડૂબી ગયાનું જાણ્યું ત્યારે તે પણ અધીરો થઈ ગયો અને પોતાની મૂડી પાછી માંગી. સવચંદ આવડી મોટી રકમ તાત્કાલિક આપી શકે તેમ ન હતો. એણે રાજકુમારને પોતે પૈસા મેળવી શકે ત્યાં સુધી થોભવા કહ્યું. પણ રાજકુમારને તો તાત્કાલિક પૈસા જ જોઈતા હતા. સવચંદનું નામ અને આબરુ અત્યારે દાવ પર હતાં. પોતાની આબરુ બચાવવા એણે રાજકુમારને પૈસા આપવાનો રસ્તો શોધવાનો હતો. તે સમયે અમદાવાદમાં સોમચંદ અમીચંદ નામનો સાધર્મિક વેપારી રહેતો હતો. સવચંદને એની સાથે કોઈ ધંધાદારી સંબંધ ન હતો. પણ તેણે સોમચંદની પેઢી વિશે અને તેની ખાનદાની વિશે સાંભળ્યું હતું. તેના મનમાં એકાએક એક વિચાર આવ્યો. રાજકુમારને સોમચંદની પેઢીના નામે એક હૂંડી લખી આપવી જેથી રાજકુમારને શાંતિ થાય. રાજકુમાર તો આ રીતે પણ પૈસા મળતા હોય તો કબુલ હતો. સોમચંદની મંજૂરી વગર તેણે રાજકુમારને સોમચંદની પેઢીના નામે હૂંડી લખી આપી. કોઈ ધંધાદારી સંબંધ ન હોવાને કારણે સવચંદને એવો કોઈ હક્ક ન હતો તેથી તે ખૂબ ઉદાસ થયો અને તેની આંખોમાંથી આંસુ નીકળીને ગાલ પર રેલાવા લાગ્યા. 132 જૈન કથા સંગ્રહ Page #2 -------------------------------------------------------------------------- ________________ સવચંદ અને સોમચંદની ખાનદાની આંસુનાં થોડાં ટીપાં લખેલી હૂંડી પર પડીને ફેલાયા. ભારે હૈયે સવચંદે તે હૂંડી રાજકુમારના હાથમાં આપી અને સોમચંદની પેઢી પર જઈને વટાવવા કહ્યું. રાજકુમાર ઘડીનો પણ સમય બગાડ્યા વગર પહોંચી ગયો, અને સોમચંદની પેઢી પર હૂંડી વટાવવા માટે આપી. ખજાનચીએ હૂંડી હાથમાં લઈને હાથ નીચેના કારકુનને સવચંદનો હિસાબ જોવા કહ્યું. માણસે આખો ચોપડો ઉથલાવી જોયો પણ ક્યાંય સવચંદના નામનું ખાતું ન હતું. કારકુને જણાવ્યું કે સવચંદને કોઈ ધંધાદારી સંબંધ નથી. ખજાનચી સોમચંદ પાસે ગયો અને જણાવ્યું કે વંથળીના સવચંદે હૂંડી લખીને વટાવવા મોકલી છે પણ આપણે તેમ કરી શકીએ તેમ નથી. આ જાણીને સોમચંદ મૂંઝવણમાં પડી ગયો. સવચંદ વંથલીનો બહુ મોટો વેપારી છે અને તેનું નામ બહુ મોટું છે એવું તે જાણતો હતો. સવચંદને મારી પેઢી સાથે કોઈ ધંધાકીય સંબંધ ન હોવા છતાં આટલી મોટી રકમની હૂંડી કેમ લખી હશે તે તેને સમજાતું નથી. એણે હૂંડી હાથમાં લઈને જોયું તો સવચંદના આંસુથી અક્ષરો ખરડાયેલા હતા. આંસુના ટીપાં પડવાથી તે સમજી ગયા કે સવચંદ કોઈ મોટી મુસીબતમાં હશે અને બહુ શરમજનક સ્થિતિમાં નિરાશ બનીને આ હૂંડી લખી હશે. સવચંદે મારામાં આંધળો વિશ્વાસ મૂકીને આ હૂંડી લખી છે તેવું સોમચંદ સ્પષ્ટપણે સમજી ગયા. હવે મારે એ વિશ્વાસ ચરિતાર્થ કરી બતાવવાનો છે. આવી આપત્તિમાં આવી પડેલા ખાનદાન માણસને મદદ કરવા માટે મારી મૂડી કામ ન આવે તો તે મારી સંપત્તિ શા કામની? એણે મદદ કરવાનું નક્કી કર્યું અને ખજાનચીને હૂંડીના નાણાં ચૂકવી આપવા કહ્યું. ખજાનચી મૂંઝાયો. સવચંદનું ખાતું તો હતું નહિ તો આ મૂડી કયા ખાતામાં ઉધારવી? સોમચંદે પોતાના વ્યક્તિગત ખાતામાં એ મૂડી ઉધારવા કહ્યું . તેની પઢી,નવું હ பொ સેહની રી, જાણ અને ચાર્જ 20માં આવીને બ +44 સવચંદના જીવનના વિવિધ પ્રસંમો જૈન થા સંગ્રહ ૧૯૬૦ની પેટી રાષ્ટ્ર મા પાંચમ હિમ સંવત 01 MLનાભાઈશ્રી 41 તુ ના દાવે ચૈતાન હતાતે જાવા કરવા વસત હૂંડી સ્વીકારાઈ અને રાજકુમારને તેમના પૈસા મળી ગયા. ખરેખર તો રાજકુમારને પૈસાની અત્યારે કોઈ જરૂરિયાત જ ન હતી પણ સવચંદની આર્થિક સદ્ધરતામાં શંકા પડવાથી જ આમ કર્યું હતું. એને સવચંદની આબરુ માટે જે શંકા કરી તેનો પસ્તાવો થવા લાગ્યો. ઘેર જતાં રસ્તામાં સવચંદની પેઢી પર જઈ પોતાની મૂડી અમદાવાદથી મળી ગઈ છે તે જણાવ્યું. સવચંદે ખરા હૃદયથી સોમચંદનો આભાર માન્યો. 133 Page #3 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરના સમય પછીની કથાઓ આ બાજુ વર્ષાઋતુ પૂરી થતાં વહાણનો કાફલો બધા માલસામાન સાથે પાછો ફર્યો. સવચંદ ઘણો જ ખુશ થયો અને નિરાંતનો શ્વાસ લીધો. એ માલસામાન વેચીને એણે મોટી મૂડી ઊભી કરી. વહાણો ગુમ થયા પૂર્વે જે આબરુ હતી તેના કરતાં પણ તેની આબરુ અનેકગણી વધી ગઈ. સોમચંદને પૈસા પાછા આપવાનો હવે એનો સમય હતો. આ હેતુથી તે અમદાવાદ ગયો અને એક લાખ રૂપિયા વ્યાજ સાથે પાછા વાળ્યા. સોમચંદના ચોપડામાં સવચંદના ખાતે કોઈ પણ રકમ બાકી બોલતી ન હતી તેથી તેણે તે પૈસા સ્વીકારવાની ના પાડી. દેવું ચૂકવ્યા વિના ઘેર પાછા પણ કેમ જવાય? એણે સોમચંદને ખૂબ દબાણ કરીને તે જે રકમ કહેશે તે આપવાની તૈયારી બતાવી. વધુમાં કહ્યું કે જો તે આપવામાં નિષ્ફળ જશે તો હૂંડી લખ્યાનો અફસોસ થશે. સોમચંદે જવાબ આપ્યો કે આંસુના બદલામાં તો હૂંડી ખરીદી હતી. એ આંસુના બે ટીપાંવાળો માણસ રૂા. બે લાખ કરતાં પણ વધુ કિંમતી હતો. મેં તો રાજકુમારને રૂા. એક લાખ જ આપ્યા હતા, બાકી રૂા. એક લાખ આપવાના તો હજુ બાકી છે. પણ સવચંદ એ કેમ સ્વીકારી શકે? સોમચંદે પોતાની હૂંડી સ્વીકારી પોતાના પર કૃપા કરી છે તેથી તે તેનો ઋણી હતો. સોમચંદ કહે તેટલી રકમ તે આપવા તૈયાર હતો. રકમ સ્વીકારવાને બદલે સોમચંદ તો સામેથી રૂા. એક લાખ તેને હજુ આપવા માંગતો હતો. સવચંદ વારંવાર હૂંડીની રકમ સ્વીકારવા કાલાવાલા કરતો હતો. તો સોમચંદ કહેતો કે મારા ચોપડામાં તમારા નામની બાકી રકમ છે જ નહિ તો હું કેમ સ્વીકારું? એક રીતે જોઈએ તો સોમચંદ સાચો હતો કારણ કે હૂંડીની રકમ એણે પોતાના વ્યક્તિગત ખાતામાંથી આપી હતી. રામાયણમાં એક બહુ સરસ પ્રસંગ છે. જ્યારે રામ અને ભરત બંનેમાંથી કોઈ રાજ્ય સ્વીકારવા તૈયાર નથી ત્યારે બંને એકબીજાને રાજય સ્વીકારવા સમજાવે છે. એના જેવો જ ઘાટ અહીં સવચંદ અને સોમચંદ વચ્ચે થયો છે. બંને જણા બહુ મોટી રકમ એક બીજાને આપવા ઇચ્છે છે પણ બેમાંથી કોઈ તે સ્વીકારવા તૈયાર નથી. સવચંદે તો હૂંડીની રકમ સ્વીકારવાની વાત સતત ચાલુ રાખી તો સોમચંદે ના તો પાડી પણ હવે તો બાકીના એક લાખ રૂપિયા પણ સવચંદે સ્વીકારી જ લેવા જોઈએ તેવી જિદ્દ કરી. છેવટે જૈનસંઘને લવાદ તરીકે નીમી તે જેમ કહે તેમ કરવું તેવું નક્કી કર્યું. અમદાવાદના જૈન સંઘના અગ્રણીઓએ બંનેને સાથે જ બોલાવ્યા. બંનેને શાંતિથી સાંભળ્યા પછી નક્કી કર્યું કે બંનેમાંથી કોઈને તે રકમ સ્વીકારવી નથી તો તે પૈસા સારા ઉમદા કામમાં વાપરવા જોઈએ. બંને જણા સહમત થયા અને તે રકમમાં સારી એવી રકમ ઉમેરી શત્રુંજય પર્વત પર મંદિરો બંધાવવા, વહેલામાં વહેલી તકે બાંધકામ શરૂ કરવાનું નક્કી કર્યું. મંદિરોનું કામ પૂર્ણ થતાં ઈ. સ. 1619 માં ખૂબ ધામધૂમથી તેની પ્રતિષ્ઠા વિધિ કરવામાં આવી. તેમની સ્મૃતિમાં તે મંદિરો આજે પણ સવા-સોમની ટૂંક તરીકે ઓળખાય છે. જીવનમાં તેમ જ વૈપા૨માં પ્રમાણિકતા ઘણું વળતર આપે છે. સોમચંદoft ઉદા૨તા પ્રશંસાને પાત્ર છે. દુઃખમાં ફસાઢેલા માણસનો તે ખોટો લાભ નથી ઉઠાવતા. આખેલું કશું જ પાછું મેળવવાની અર્પેક્ષા રાધ્યા વના અજાયા 'માણસને પણ તેઓ મદદપ થતા. 134 જૈન કથા સંગ્રહ