Book Title: Sattvopnishada
Author(s): 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 2
________________ सत्त्वोपनिषद् ....અામોદL... અભિનંદમ..... ધણ્યવાદ.... # સુકૃત સહયોગી : પ.પૂ.સંયમૈકલક્ષી આચાર્યદેવ શ્રીમદ્વિજય જગશ્ચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પ.પૂ. આગમદિવાકર આચાર્યદેવ શ્રીમદ્વિજય અભયચંદ્રસૂરીશ્વરજી મહારાજાની પ્રેરણાથી તપસ્વી મુનિરાજશ્રી સિદ્ધિવિજયજી મ.સા., મુનિરાજશ્રી રિદ્ધિવિજયજી મ.સા. તથા મુનિરાજશ્રી હીરવિજયજી મ.સા.એ શ્રી ધરણીધર સંઘના આગણે કરાવેલ પર્યુષણા પર્વની આરાધનાની અનુમોદનાર્થે શ્રી પ્રેમવર્ધક જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ ધરણીધર દેરાસર ૨૪, ધરણીધર સોસાયટી, નવા વિકાસગૃહ પાસે, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭ -सत्त्वोपनिषद् વીર જિનને પાયે લાગુ, વીરપણું તે માંગુ રે.. એક અજ્ઞાત પ્રાચીન પરમર્ષિએ કો’ક ધન્ય પળે એક અદ્ભુત રચના કરી, જેનું નામ છે યોગસાર, આ રચનામાં પાંચ પ્રસ્તાવ છે, જેમાં ચતુર્થ પ્રસ્તાવ છે સત્વોપદેશ. આત્માના પ્રત્યેક પ્રદેશમાં અપૂર્વ વીર્ષોલ્લાસ ભરી દેવાનું સામર્થ્ય આ સત્ત્વોપદેશમાં રહેલું છે. એના પર લખાયેલું સંસ્કૃત તથા ગુજરાતી વાર્તિક એટલે જ સત્વોપનિષદ્. પૂજ્ય સંયમી ભગવંતોને પ્રેરણા આપે એવી મારી યોગ્યતા નથી, આમ છતાં આ પ્રયાસ કર્યો છે, તેનું કારણ એ કે હું તો ચારણના સ્થાને છું. શૂરવીર યોદ્ધાઓ રણસંગ્રામમાં યુદ્ધ કરવા સજ્જ થાય ત્યારે ભાટ-ચારણો દુહા આદિ દ્વારા તેમને અત્યંત પ્રોત્સાહિત કરે, એવી પૂર્વકાળમાં વ્યવસ્થા હતી. જેના પ્રભાવે તેમની શૂરવીરતા અનેકગણી બની જાય, તેઓ મરણિયા બનીને ગુસેના પર ત્રાટકે, મહાપરાક્રમથી લડે અને જ્વલંત વિજય મેળવીને રહે, હા, પેલા ચારણોને તો તલવાર પકડતા પણ ન આવડતી હોય. અહીં ઉપનય તો સ્પષ્ટ જ છે. આ કૃતિના માધ્યમે પૂજ્ય સંયમી ભગવંતો કર્યસંગ્રામમાં જવલંત વિજય મેળવે, આ ચારણ પણ તેમના પગલે પગલે ચાલે, એ જ આ સર્જનનું ફળ ઈચ્છું છું. સંસ્કૃત વાર્તિક પ્રાચીન શૈલીમાં રચાયેલું છે. આ શૈલીના જિજ્ઞાસુઓને વાદોપનિષદ્રપ્રસ્તાવના જોવા ભલામણ કરું છું. ગુજરાતી વાર્તિક એ ભાષાંતર નહીં, પણ ભાવાનુવાદ છે. વાર્તિકના ઉદ્દેશને પ્રધાનતા આપીને શાબ્દિક અર્થ આપવાની અહીં ઉપેક્ષા કરી છે. તેથી શબ્દાર્થના અર્થીઓની ક્ષમા ચાહું છું. બહુશ્રુત મહાત્માઓને મારી ક્ષતિઓનો નિર્દેશ કરવા નમ્ર પ્રાર્થના છે. યોગસાચતુર્થ પ્રકાશના મૂળ શ્લોકોનું સંશોધન ત્રણ હસ્તાદર્શી દ્વારા કરાયું છે. જ્ઞાનનિધિના સવ્યયની ભૂરિ ભૂરિ અનુમોદના ...અો દા.... અભિનંદન..... ધન્યવા

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 64