Book Title: Sattvashil Tattvamay Prasango
Author(s): Sunandaben Vohra
Publisher: Swadhyay Satsang Parivar

View full book text
Previous | Next

Page 189
________________ આ આત્માએ પ્રભુના બે મોટા અપરાધો કર્યા છે : જડ પ્રત્યે રાગ અને ચેતન પ્રત્યે દ્વેષ. ના હમ મનસા, ના હમ શબદા, ના હમ તનકી ધરની; ના હમ ભેખ, ભેખધર નાંહિ, ના હમ કરતા કરની; ના હમ હરસન, ના હમ ફરસન, - રસ ન ગંધ કચ્છ નાંહિ... આનન્દધન ચેતનમય મૂરત... ઉત્કૃષ્ટ એવી જે જ્ઞાનદશા છે તે ચારિત્ર છે. અને આવી નિર્વિકલ્પ જ્ઞાનદશામાં ઉપયોગમાં વર્તનાર સાધકને કર્મોનું આગમન સંભવતું નથી. અનુપ્રેક્ષા એ રીતે ચૂંટાશે કે વિકલ્પોને પાર શી રીતે જવું? વિચારો આવ્યા જ કરે છે ત્યારે એમનામાં ભળવાને બદલે એમને જોવાના. અથવા જાપનું કોઈ નાનું પદ લઈ ઉપયોગને ત્યાં મૂકી વિચારોમાંથી મનને હટાવવું. - પન્યાસ પ્રવર શ્રી ભદ્રંકરવિજ્યજી મ.સ.ના કથનનો સાર આત્મતત્ત્વ પર નિશ્ચયર્દષ્ટિએ સાધક વિભાવન કરે છે ત્યારે તે સંવેદે છે કે હું એક, અખંડ, જ્ઞાયક, ચિત્, ચૈતન્યમૂર્તિ છું. આ બોધે છે અહંકારથી રહિત શુદ્ધ “હું' નો બોધ. જ્યાં સુધી સાધક આવા શુદ્ધ હું'નો બોધ નથી કરતો, ત્યાં સુધી તે નિશ્ચયથી મિથ્યાદૃષ્ટિ છે. પારમાર્થિક પરિસ્થિતિ ન સમજવાથી હું દાન આદિ ક્રિયાનો કર્તા છું' એવાં વિપરીત વચનો બોલી બોલીને આત્મા ફરી ફરી (વારંવાર) કર્મનો બંધ કર્યા કરે છે. કર્તાભાવને બદલે જ્ઞાતા ભાવ, જ્ઞાયકભાવને ગ્રહણ કરનાર આત્મા પારમાર્થિક સુખને પામે છે. આચારાંગ સૂત્રમાં આ વાત કહેવાઈ છે. અકસ્મસ્ય વવહારો ન થિઈ, કપૂણા અવાહી જાઈ છે (૧/૩/ર/૧૧૦) રાગ અને દ્વેષનો પરિણામ શેના વડે થાય છે? કર્મના ઉદયને કારણે થાય છે. અને એથી, ઔદયિક હોવાથી, તે વિભાવરૂપ છે. સ્વભાવરૂપ નથી. ૧૮૬ સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો

Loading...

Page Navigation
1 ... 187 188 189 190 191 192 193 194 195 196