Book Title: Sapeksh Drushti e Uttamottam Marg Author(s): Punyavijay Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf View full book textPage 2
________________ - -- પારમાર્થિક લેખસંગ્રહ [ & ઘણું સત્ય તારવી શકાય છે. અમુક બાબત અમુક દ્રવ્યક્ષેત્ર-કાલ–ભાવથી સત્ય હોય છે અને તે જ બાબત અમુક દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવથી અસત્ય હોય છે. વ્યવહાર નથી અમુક બાબત અમુકરૂપ ગણાય છે અને તે જ બાબત નિશ્ચયદષ્ટિથી વિચારીએ તે અમુકરૂપે લાગે છે. દરેક વસ્તુને અનેક દ્રષ્ટિથી અનેક અપેક્ષાઓએ તપાસવાની જરૂર છે. પ્રત્યેક મનુષ્યના વિચારે અને આચારોને ભિન્ન ભિન્ન અપેક્ષાએ જાણવા જોઈએ અને ભિન્ન ભિન્ન દષ્ટિથી દેખીને હેય, રેય અને ઉપાદેય બુદ્ધિથી તેને વિવેક કરવો જોઈએ. આવી રીતે વિવેકદ્રષ્ટિથી જે દેખે છે તે કઈ બાબત પર અમુકાશે વિચાર બાંધવાને શક્તિમાન થાય છે. મનુષ્યની જીદગીમાં ઉત્તરોત્તર જ્ઞાનાવસ્થા વૃદ્ધિગંત થતાં પૂર્વના વિચાર કરતાં ઉત્તરના વિચારોમાં વિશેષ સત્યતા અનુભવાય છે, પણ વાસ્તવિક દ્રવ્ય-ક્ષેત્ર-કાલ–ભાવની અપેક્ષાએ કહીએ તે જે કાળે જેટલા જ્ઞાને જેટલે નિર્ણય થાય છે, તેટલે તે કાળે નિર્ણય માટે સત્યરૂપે તે કાળની અપેક્ષાએ હોય છે, એમ અપેક્ષાથી વિચારીએ તે આખા જગમાં મનુષ્યના આચાર અને વિચારોમાં દ્રવ્ય-ક્ષેત્ર-કાલ અને ભાવની અપેક્ષાએ ઘણું અવબોધવાનું મળે છે અને ઘણી રીતે અનેક પ્રકારનું વ્યવહારિક તથા પારમાર્થિક જ્ઞાન થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2