________________
આ ધાર્મિકગ્રંથ આપ સૌ સમક્ષ પ્રસ્તુત કરતા મને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે. આ ગ્રંથના નિર્માણમાં મેં ઘણા બધા સાહિત્ય ગ્રંથોમાંથી આધાર લીધેલા છે. તથા ઘણી જગ્યાએ મારા મૌલિક વિચારો પણ પ્રસ્તુત કરેલા છે. આ વિચારો પ્રસ્તુત કરવા પાછળનો મારો આશય પ્રસ્તુત સાહિત્યને સરળતા પૂર્વક દરેક વ્યક્તિ સમજી શકે તે પુરતો જ છે. જે ગ્રંથોનો મેં આધાર લીધો છે તે અલગ અલગ સમયકાળમાં રચાયેલાં છે. તેથી ઘણી જગ્યાએ એક જ અર્થવાળો શબ્દ આ ગ્રંથમાં જુદી રીતે લખાયેલો હોઈ શકે. જે ગ્રંથોનો આધાર મેં લીધો છે તેની સૂચિ અહીં આપેલી છે. આ સાથે સૌ વાચકોને વિનંતી કરું છું કે આ ગ્રંથ નિર્માણમાં મારાથી મનુષ્ય સહજ કોઈપણ ભૂલચૂક થઈ હોય તો મને ક્ષમા કરશો.
ઇલા મહેતા
સંદર્ભ ગ્રંથ
1. પ્રતિક્રમણ સૂત્ર with explanation part 1 & 2
- Translated & compiled by - મુનિ શ્રી નિર્વાણસાગર 2. English Pratikraman - Jaina Education Series (JES - 931)
- Published by Jaina Education Committee