Book Title: Samvatsari Pratikramana
Author(s): Ila Mehta
Publisher: Ila Mehta

View full book text
Previous | Next

Page 277
________________ સંવત્સરીનાં પાવન દિવસે કરાતું પ્રતિક્રમણ એક અમૃતક્રિયા છે. નિમ્નલિખીત ૧૮ પ્રકારનાં પાપસ્થાનકોમાંથી પાછા ફરવાની યાત્રા એટલે પ્રતિક્રમણ, જેને સુવિધિપૂર્વક આદ૨વાથી આપણે ક્ષમાયોગમાં મંગલ પ્રવેશ પામીએ છીએ. ઇલા દીપક મહેતા પ્રજ્ઞા અને પારદર્શિતાનાં સમન્વય સમા આ ૨૧મી સદીનાં યૌવનધનમાં જૈન ધર્મનાં વિરલ પ્રતિક્રમણ સૂત્રોનાં અર્થનાં હાર્દનો ખરો લય પહોંચે અને આવનારા વર્ષોમાં તેઓ માટે સત્યમ્, શિવમ્, સુન્દરમ્નાં અનંત દ્વારો ખૂલે તે મારા માટે આનંદોત્સવ હશે. ભવિજનને ભાવસમાધિમાં તરબોળ કરવા સર્વથા સમર્થ એવા આ સૂત્રોએ મારી આંતરચેતનાને ઘણી વાર શાંતરસમાં ઉંડે સુધી ઝબકોળીને મંત્રમુગ્ધ કરી છે. બસ, આ જ અનુભૂતિ સૂત્રોનાં અર્થ સંદર્ભમાંથી સૌને થાય તેવી આશા છે. મારો આ લઘુ પુરષાર્થ મંગલનું ધામ બને. પરમ ચેતના ઝંકૃત થાય તેવા આ સૂત્રાર્થમાંથી સૌને આત્મબ્રહ્મની પ્રાપ્તિ થાય તેવી એકમેવ અભ્યર્થના સહ વંદનો. પ્રાણાતિપાત મૈથુન માન રાગ અભ્યાખ્યાન પરપરિવાદ ૧૮ પાપસ્થાનકો મૃષાવાદ પરિગ્રહ માયા દ્વેષ પૈશૂન્ય માયા-મૃષાવાદ અદત્તાદાન ક્રોધ લોભ કલહ રિત-અરિત મિથ્યાત્વશલ્ય

Loading...

Page Navigation
1 ... 275 276 277 278 279