Book Title: Samvatsari Pratikraman Gujarati
Author(s): Ila Mehta
Publisher: Ila Mehta

View full book text
Previous | Next

Page 5
________________ ફરી ફરી આભાર વર્ષ ૨૦૧૪માં ગુજરાતી અને અંગ્રેજી ભાવાનુવાદ પુસ્તકનું વિમોચન થયું ત્યારે ધાર્યું ન હોતું એવો પ્રતિસાદ મળ્યો. પ્રથમ આવૃતિ જોતજોતામાં ખપી ગઈ. ફરીવાર એ જ પુસ્તકનું પુનઃમુદ્રણ કરાવતાં પહેલાં એમાં નવું શું ઉમેરી શકાય એનું મનોમંથન ચાલ્યું. અને એમાંથી જ દરેક સૂત્ર પાસે, સૂત્ર દરમ્યાન થતી ક્રિયાનાં ચિત્રો મુકવાનો વિચાર આવ્યો. આ વિચારને પૂ.મ.સા.ભવ્યદર્શનજીનો સાથ મળ્યો અને જે ભૂલચૂક રહી ગઈ હતી તે સુધારવાનો મોકો મળ્યો. એમનો ખૂબ ખૂબ ઉપકાર. - ઘરના વડીલોનો મારા કાર્યમાં અનેરો વિશ્વાસ, મારા આત્મવિશ્વાસને વધારતો રહ્યો. આમ વર્ધમાન ઉલ્લાસ સાથે ગુજરાતી અને અંગ્રેજીનું પુનઃ મુદ્રણ અને સાથે સાથે હિન્દીનું પુસ્તક પણ જોતજોતામાં તૈયાર થઈ ગયું અને ૨૦૧૫નાં પર્યુષણ સુધીમાં દરેક સાધકનાં હાથમાં આ પુસ્તક જોવાની મારી ભાવના છે. તે અચૂક પૂરી થાય એવી પ્રભુ પાસે પ્રાર્થના એ જ ઈલા દીપક મહેતા

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 364