Book Title: Samvatsari Parvano Zagado
Author(s): Parmanand Kapadia
Publisher: Prabuddha Jivan 1948

View full book text
Previous | Next

Page 1
________________ તા. ૧-૮-૪૮ ૨૧૯ રૂપીયા વાપરવાની છુટ મળી છે. તેમાં ૧૦૬ કરોડ અગાઉના વ૫ રાયા વિનાના પડી રહેલા તે જ અને નવા માત્ર ૧૦૭ કરોડ રૂપીયા મળ્યા. -આ રૂપીયામાંથી આવતા એક વર્ષમાં વીશ કરોડ રૂપિયા અલંગમાંથી ડોલરમાં ફેરવી આપવામાં આવશે. પછીના બે વર્ષમાં કેટલા રૂપિયા ડોલરમાં ફેરવી આપવામાં આવશે તેને નિર્ણય એ વખતે થશે. ૩-બ્રિટીશ સરકારે હિંદમાં જે લશ્કરી સરંજામ હિંદી સરકારને સોંપી દીધું છે, અને જેની ચેપડાની કીંમત પાંચ અબજ રૂપીયા બતાવવામાં આવી હતી તેનું કાયમી નિરાકરણ ૧૩૩ કરોડ રૂપીયે કરવામાં આવ્યું છે અને તે રકમ અલગ પુરાંતમાંથી બ્રિટીશ સરકારને ચુકવાઈ જશે. ૪-હિંદી સરકાર અને પ્રાતિય સક ર વતી ઈંગ્લેન્ડમાં રહેલા પેનશનરોને જે રકમ દર વર્ષે કેટલાયે વર્ષો સુધી ચુકવવી પડે તેમ છે તે બધું બ્રિટીશ સરકાર હિંદ વતી ચુકવશે અને તેને બદલામાં બ્રિટીશ સરકારને અલગ પુરાંતમાંથી ૨૨૪ કરોડ રૂપીયા આપી દેવાયા છે. પ-અલગ પુરાંતનું વ્યાજ નામ રૂપ પણ ટકે નકકી કરવામાં આવ્યું છે. અલીગ પુરાંતમાંથી આ ત્રીવલીય કરાર મુજબની બધી રકમ ઉપડી ગયા પછી હિંદ ખાતે ૧૦૬૫ કરોડની પુરાંત બાકી રહેશે. તેમાંથી ૨૬૫ કરોડ રૂપીયા ચલણી નાણું સામે અનામત રહેશે. હિંદ વાપરી શકે તેવી અલીગ પુરાંત ત્રણ વર્ષની આખરે આઠ અબજ રૂપીયા રહેશે. હિંદી સરકારના નાણાપ્રધાનનો મોટામાં મેટ સંતેષ એ છે કે આ અલગ પુરાંત ઘટાડવાની કે માંડી વાળવાની કઈ વાત જ બ્રિટીશ સરકારે રજુ કરી નથી. એટલે હવે તે આપણું લેણું સાચું ઠયું. હવે તેમાં ફાંદા કરવાની વાત ટકશે નહિ. જો કે આ ત્રી પીય કરારના લખાણમાં આવી કોઈ વાતને નિર્દોષ નથી તે સ્પષ્ટ વાત છે. હિંદના પાયાના ઉદ્યોગો માટે, ખેતી વિકાસ માટે, ઉદ્યોગોના ઘસાયેલા યંત્રને બદલવા માટે અને ફુગાવો અટકાવા માટે પરદેશમાંથી હિંદને મોટા પ્રમાણમાં વસ્તુઓ આયાત કરવી પડશે. તેના પ્રમાણમાં તેમ જ આગલા કામચલ.ઉ બે કરારોની સરખા- મણીમાં ત્રણ વર્ષ માટે માત્ર ૧૦૭ કરોડ રૂપીયા છુટા કરવામાં આવે તે ધણું ઓછા છે. પણ તેમાં હિંદી સરકારને એટલે જ દોષ છે. આગલા બે કામચલાઉ કરારમાં ૧૧૦ કરોડ રૂપીયા વાપરવાની છુટ મળી તે બીલકુલ વાપર્યા નહિ. તેથી બે રીતે આપણો ઈસ નબળે પડે છે. (૧) આગલા અનુભવ ઉપરથી આપણી વપરાશ ઓછી અંકાય (૨) નવા કરારમાં એક સામટી મેટી રકમ છુટી થાય નહિ, એટલે જુની બચત અને નવી રકમ ભેગી ગણાય. તે જ રીતે ડેલરમાં ફેરવી આપવાને લગતી કલમ પણ બહુ સંતોષકારક નથી, પરંતુ ધીરે ધીરે ઘણું દેશ સ્ટર્લીગના ચલણ ઉપર આવતા જાય છે તે મોટી રાહત છે. લશ્કરી સરંજામની અને ધીરાણ પટ્ટા નીચે આપેલી કેટલીયે વસ્તુઓની આખી રકમ અમેરિકાએ ઈગ્લેન્ડ પાસેથી બીસ્કુલ લીધી હેતી તેમ જ આવી વસ્તુઓ વેચવા જતા સાધારણ રીતે જે કિંમત ઉપજે છે તે જોતા પાંચ અજબની કિંમતને સરંજામ આપણને ૧૩૦ કરોડ રૂપિયામાં મળે તેમાં કોઈ ભારે લાભ જેવું નથી. ઠીક છે કે અલગ પુરાંતમાંથી બારેબાર પત્ય તેટલી નીરાંત. - તેવું જ લગભગ પેનશનનું છે. પણ તેમાં બ્રિટીશ સરકારની મિટામાં મોટી ફાવટ એ છે કે આ બહાને તેમણે પિતાની પ્રજાની હિંદ પાસેથી લેવાના પેનશને આજથી મેળવી લીધા. અલગ પુરાંતેને ખરો નિકાલ ત્યારે થાય કે જ્યારે બ્રિટીશ પ્રજાની હિંદમાં રહેલી મેટી મિહકતે હિંદને વેચી દેવામાં આવે અને બાકીની રકમના રીતસર હતા કરી કાયમી કરાર કરી નાખવામાં આવે. નહિતર આવા કામચલાઉ કરારથી ગમે તેટલા આલીંગ છુટા કરવામાં આવે પણ જ્યાં માલ ખરીદવાની જગતમાં પડાપડી છે : ત્યાં લેણુ પેટે આપણને માલ આવાની તેઓને શી ઉતાવળ હોય? છુટેલા સ્ટર્લીંગ વગર વપરાયેલા રહેવાનું એક કારણ કદાચ આ પણ હોય, પરંતુ હવે ઘણું દેશમાં સ્ટર્લીંગનું હુંડીઓમણ ચાલુ થયું છે એટલે માલ ખરીદવાની અગાઉ જેવી મુશ્કેલી નહિ રહે. છતાં રાજકિય ક્ષેત્રમાં કામ કરવાને ટેવાયેલા આપણા પ્રથમ પંકિતના કાર્યકર્તાઓએ આ શક આર્થિક ક્ષેત્રમાં માથું મારવું પડશે. આર્થિક પ્રશ્નો પ્રજા માટે કવનમરણના પ્રશ્નો છે. રાજકારણુ એકબીજા ઉપર અવલંબીને પ્રજાની પ્રગતિના સાધન રૂપ બને છે. બાપાલાલ કેશવલાલ દેશી. જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક વિભાગ અને સંવત્સરિ પર્વનો ઝગડે. આજ કાલ કેટલાક સમયથી જૈન સમાજના શ્વેતાંબર મૂર્તિ પૂજક વિભાગને તિથિનું ભૂત વળગ્યું છે. આ ભૂતની પકડના પરિણામે આચાર્યો આચાર્યો અને પ્રત્યેકના અનુયાયી શ્રાવક શ્રાવો વચ્ચે ઝધડો ચાલ્યા જ કરે છે અને તેને હજુ કોઈ અન્ત જ આવતે થી. જે બાબત સામાન્ય દૃષ્ટિએ બહુ જ નજીવી અને સહેલાઈથી નિરાકરણ થવા યોગ્ય લાગે તે બાબત જૈન સમાજમાં એક ચકલું ઝગડાનું મૂળ બની રહેલ છે. આજ કાલ આવે મતભેદ અને પક્ષભેદ આગામી પયુંષણના અન્ત આવતું સંવત્સરિપર્વ કમરે ઉજવવું તે પ્રશ્ન પરત્વે શ્વેતાંબર મૂર્તિપૂજક વિભાગમાં ઉભો થયેલ છે. સાધારણત: ભાદરવા સુદ ૪ ને સંવત્સરિના દિવસ તરીકે કંઈ કાળથી મુકરર કરવામાં આવેલ છે. આ ચેથને સપ્ટેમ્બર માસની છઠ્ઠી તારીખે ગોઠવવી કે સાતમી તારીખે બેઠવવી એ બાબત જૈન સમાજના આગેવાન આચાર્યો વિષે મતભેદને વિષય બની રહેલ છે. છઠ્ઠી તારીખે સેવાર આવે છે;' સાતમી તારીખે મંગળવાર આવે છે. કેટલાક જાણીતા આચાર્યોએ સાતમી મંગળવારના પક્ષમાં પિતાને નિર્ણય જાહેર કર્યો છે. આગામે- ધારક' શ્રી. સાગરાનંદરિએ છઠ્ઠી તારીખ અને સોમવારને સંવરિના શુભ દિવસ તરીકે સ્વીકારેલ છે. સાગરા નંદસૂરિના અનુયાયીઓ તેમણે સંમત કરેલ દિવસે અને અન્ય આચાર્યોના અનુયાયીઓ તેમણે જાહેર કરેલ દિવસે સંવત્સરિ ઉજવશે અને જ્યાં એક સ્થળે અને એક જ ઉપાશ્રયે બંને પક્ષના અનુયાયીઓ એકઠા થયાના હશે ત્યાં જે કાંઈ સમજુતી ઉપર અવાયું નહિ હોય તો સંવત્સરદિવસે સંવત્સરિના જ કારણે બને પક્ષો પરસ્પર ઝગડશે અને એકમેક પ્રત્યેના દેશોની ક્ષમાપના કરવાને બદલે કલેશ કંકાસ અને વેરઝેરની વૃદ્ધિ કરશે. આમ સંવત્સરિનો દિવસ કો રખે એ બાબત વિષે મતભેદ કેમ ઉભો થયે છે તે જેમને આ બાબતની કશી માહીતી નથી તેમને સમજાવવાની જરૂર છે. હિંદુ કે જેમાં જૈનોને સમાવેશ થતે જ આવ્યા છે તે હિંદુ પંચાંગનું વર્ષ ચંદ્રની ગતિના આધારે નિર્માણ કરવામાં આવ્યું છે, જ્યારે અંગ્રેજી પંચાંગનું વર્ષ સયની ગતિ ઉપર નિર્માણ કરવામાં

Loading...

Page Navigation
1 2