Book Title: Samprat Samaj Darshan
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

Previous | Next

Page 2
________________ Ho/shHOT સાંપ્રત સમાજ દર્શન ‘સાંપ્રત સમાજ દર્શન’માં ડૉ. ૨મણલાલ ચી. શાહ દ્વારા સાંપ્રત સમાજની વ્યક્તિગત, ધાર્મિક, સામાજિક, સાંસારિક, વિદ્યાકીય, રાજ કીય, આર્થિક - તમામ પ્રકારની સમસ્યાઓનું સમ્યકુ નિરૂપણ કરતા ૪પ લેખો સંગૃહીત છે. ચર્થ્ય સમસ્યાઓને સાંગોપાંગ સવિસ્તર, તલસ્પર્શી રૂપમાં આલેખવાનો તેમનો ઉપક્રમ છે. તેમાં વિવરણ, સમજૂતી, તુલના, પૃથક્કરણ, નિષ્કર્ષ, નિરાકરણનો સુયોગ સધાયો છે. સૂક્ષ્મ નિરીક્ષણ , બહુશ્રુતતા, સ્વાનુભવ, ચિંતનમનનનો તેમાં સમુચિત વિનિયોગ થયો છે. સમસ્યાઓનું નિરૂપણ સમર્થક ઉદાહરણ, અવતરણ, તર્કબદ્ધ દલીલોથી યુક્ત છે. ઉદાહરણઅવતરણ સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, જૂની ગુજરાતીનાં લોકમાન્ય ધર્મગ્રંથો, સાહિત્યકૃતિઓમાંથી ઉદ્ધત થયાં છે. | નિરૂપિત સમસ્યાઓનું વૈવિધ્ય ધ્યાનપાત્ર છે. ઘરસંસાર વિષયક સમસ્યાઓની ચર્ચા વિસ્તારપૂર્વક થઈ છે. લગ્નોત્સવ, લગ્નવિચ્છેદ, પુનર્લગ્ન, લગ્નસંસ્થાનું ભાવિ વારસદારો, પુત્રભીતિ, બાળકો : ઉપેક્ષા, દુર્વ્યવહાર, બાલહત્યા, અપહરણ બળાત્કાર જેવા અનેક લેખોમાં તે જોવા મળે છે. ચર્ચામાં વ્યાપકતા, સમગ્રદર્શિતા અને તલસ્પર્શિતા છે. વ્યક્તિ અને સમાજનો હ્રાસ અને નાશ કેફી દ્રવ્યોની ભયંકરતા પણ કેટલાક લેખોમાં દર્શાવાઈ છે. લેખકનું સાંપ્રત રાજકારણ વિશેનું દર્શન - આકલન વિવેચન ખાસ ધ્યાનાર્હ છે. | સાંપ્રત સમાજની આ બધી સમસ્યાઓનું નિરૂપણ કરતા લેખો, લેખકના અન્ય વિષયના લેખોની જેમ, અર્થ-ભાવથી સભર, તથ્યસત્યથી યુક્ત, યથાર્થદર્શી, જનહિતલક્ષી, વિચારપ્રેરક છે. an Education International For Private Personal use all www.ainelibro

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 428