Book Title: Sammatitarka Prakaranam Part 1
Author(s): Siddhasen Divakarsuri, Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

Previous | Next

Page 10
________________ જેઓના સાધનાપૂત પુણ્ય પ્રભાવે આ ગ્રંથરત્નનું સર્જન-સંપાદન થયું તેઓના પરમ પવિત્ર કરકમળોમાં શ્રદ્ધાસભર હૃદયે સમર્પણમ્ ૯ મારી અતિ નાની વયથી જ જેઓશ્રીએ મને શ્રી નમસ્કાર મહામંત્રનું શ્રવણ કરાવ્યું. ૯ જરાક સમજણો થયો એટલે “સંસાર કેવો ? ખારો-ખારો', અને મોક્ષ કેવો ? મીઠો-મીઠો' સમજાવ્યો. * ચાર વર્ષની ઉંમરે આયંબિલ કરતો કર્યો; પૂજા, પ્રતિક્રમણ, આ સામાયિક, પાઠશાળાનો વ્યસની બનાવ્યો. જે વચનસિદ્ધ પૂ.આ.શ્રી વિજય સિદ્ધિસૂરીશ્વરજી (બાપજી) મહારાજાના ખોળામાં મારું સમર્પણ કર્યું. * ‘આપણે દીક્ષા જ લેવાની છે તેવા સંસ્કાર દઢમૂળ કર્યા. * પૂ. બાપજી મહારાજાનો કાળધર્મ થતાં તેઓશ્રીમદ્ભા આદર્શોના સાચા વારસદાર વ્યાખ્યાનવાચસ્પતિ પૂ.આ.શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાનો મને ભેટો કરાવી આપ્યો. - જન્મથી અંતિમ સમય સુધી... મા કરતાં ય વધુ વાત્સલ્ય આપ્યું, બાપ તરીકે કડક અનુશાસન કર્યું, ગુરુ તરીકે ગુરુનાં કર્તવ્યો અદા કરવામાં ક્યારેય પાછી પાની ન કરી પોતાના સ્વાર્થોનું વિસર્જન કરી મને પરમ ગુરુદેવની સેવામાં જોડ્યો.. ૮૬ વર્ષની જૈફ વયે પણ ટટ્ટાર બેસી, અનેક રોગોની સામે ઝીંક ઝીલી જપ-યોગ, સ્વાધ્યાય યોગ અને પરમ સમાધિમાં ઝીલતા રહી જેઓએ મારું અને મારા શિષ્યપ્રશિષ્યાદિ ગણનું અખંડ યોગક્ષેમ કર્યું છે, તે સ્વનામધન્ય, આજીવનગુરુચરણસેવી, નિઃસ્પૃહમૂર્તિ, વીશસ્થાનકતપપ્રભાવક, વર્ધમાનતપોનિધિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ગુણયશસૂરીશ્વરજી મહારાજાના પાવન કરકમળોમાં સંમતિતર્ક ભાગ-૧ ગ્રંથરત્નનું સમર્પણ કરી ધન્ય બનું છું. - વિજય કીર્તિયશસૂરિ Jain Education International 201002 For Private elinary org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 314