Book Title: Sahitya Darshan
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 2
________________ Twitter સાહિત્યદર્શન સાહિત્યદર્શન’ મુખ્યત્વે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના અને જૈન ધર્મસાહિત્યના ઊંડા અભ્યાસી ડૉ. રમણલાલ શાહના સાહિત્ય વિષયક ૨૭ લેખોનો સંચય છે. ડૉ. શાહ જૈન સાહિત્યના ઊંડા અભ્યાસી છે એનો ખ્યાલ જૈન સાહિત્ય' અને એ અંગેના અન્ય લેખો પરથી આવે છે. આ સંપાદનની પૃષ્ઠમર્યાદાને ધ્યાનમાં રાખી ડૉ. શાહના સાહિત્યવિવેચન અને સંશોધન-સંપાદનનાં પુસ્તકોમાંથી પ્રતિનિધિ લેખો અહીં સમાવ્યા છે. તેમણે આપેલ એકમાત્ર એકાંકી સંગ્રહ ‘શ્યામરંગ સમીપેનાં નવ એકાંકીઓ પૈકી એક એકાંકી અહીં લીધું છે. - રમણલાલ શાહ ના સમગ્ર વિવેચનસાહિત્યમાંથી પસાર થતાં વિવેચક તરીકે તેમની કેટલીક લાક્ષણિકતાઓ ધ્યાનમાં આવે છે. સૌથી પહેલાં એવો ખ્યાલ આવે છે કે તેઓ મુખ્યત્વે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ઊંડા અભ્યાસી છે. તેમણે મોટે ભાગે મધ્યકાલીન સાહિત્ય વિશે લખ્યું છે મધ્યકાળમાં પણ તેમની રુચિ જૈન સાહિત્યમાં વિશેષ જણાય છે. જૈનેતર કવિઓ પૈકી પ્રેમાનંદ, દયારામ, ભાલણ વગેરે વિશે તેમણે લખ્યું છે જરૂર પણ જૈન કવિઓ અને કૃતિઓ પર તેમનો વધુ ઝોક છે એ દેખાય છે. યશોવિજયજી , સમયસુંદર, વિજયશેખર વગેરે જૈન કવિઓ અને ‘ત્રિભુવન દીપક પ્રબંધ', ‘જંબૂસ્વામી રાસ’, ‘નલદવદંતી પ્રબંધ” વગેરે કૃતિઓ પરના તેમના લેખો દૃષ્ટાંત લેખે જોઈ શકાય. ડૉ. શાહ ગુજરાતી ભાષાસાહિત્યના અચ્છા અધ્યાપક પણ હતા. ટૂંકી વાર્તા, કરુણપ્રશસ્તિ જેવાં સ્વરૂપો પરના લેખો હોય કે અલંકાર, કાવ્ય પ્રયોજન જેવા ભારતીય કાવ્યશાસ્ત્રના મુદ્દાઓ હોય કે ‘સાહિત્ય-સંસ્કાર સેતુ’, ‘લેખકનો શબ્દ’ અને ‘ભાષા સાહિત્યનું અધ્યયનઅધ્યાયન જેવા લેખો હોય, રમણલાલમાં રહેલો ગુજરાતી સાહિત્યના અધ્યાપક પ્રતિબિંબિત થતો જોઈ શકાય છે.” ડૉ. ૨. ચી. શાહ નું આ સાહિત્યદર્શન’ ગુજરાતી સાહિત્યક્ષેત્રે તેમણે કરેલા બહુમૂલ્ય પ્રદાનનો અહેસાસ કરાવે છે. Jain Education International For Private & Personal use only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 508