Book Title: Sadhu Santoni Vanima Pragat thati Vin Sampradita ane Samajik Samvadita
Author(s): Kanubhai V Sheth
Publisher: Z_Yatindrasuri_Diksha_Shatabdi_Smarak_Granth_012036.pdf

View full book text
Previous | Next

Page 1
________________ સાધુસંતોની વાણીમાં પ્રગટ થતી બિનસાંપ્રદાયિકતા અને સામાજિક સંવાદિતા ડૉ. કનુભાઈ શેઠ પ્રાસ્તાવિક પ્રાચીન-મધ્યકાલીન જૈન સાહિત્ય બહુધા જૈન સંતો-સાધુઓમુનિઓ દ્વારા રચાયેલ છે. આ સાહિત્ય પ્રાય: પદ્યમાં રચાયેલ છે. ગદ્ય પ્રમાણમાં અલ્પ છે. આવું પદ્યાત્મક સાહિત્ય સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, પ્રાચીન ગુજરાતી, રાજસ્થાની, વ્રજ, તામિલ, તેલુગુ વગેરે ભાષામાં પ્રાપ્ત થાય છે. વિષયની અપેક્ષાએ એમાં દર્શન, યોગ, કાવ્યો, કથા, ચરિત્ર, પ્રબંધ, નાટક, છંદ, અલંકાર તથા આધ્યાત્મિક અને ઉપદેશાત્મક પદ-સાહિત્ય વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. જૈન ધર્મના સિદ્ધાંતો સ્કૂટ કરવા માટે જૈન સંતોએ સર્જેલી ગ્રંથસંપત્તિ પ્રમાણમાં વિપુલ છે. એમાં એમણે મધ્યસ્થપણે તત્ત્વનિરૂપણ કરતા લોકકલ્યાણ કે સામાજિક સંવાદિતા પરત્વે વિશેષ ઝોક આપ્યો છે. અત્રે જૈન સંપ્રદાયના આવા કેટલાક સંતોની વાણીમાં પ્રગટ થતી બિનસાંપ્રદાયિક્તા અને સામાજિક સંવાદિતાનું અવલોકન કરવાનો ઉપક્રમ છે. મહાવીરવાણીમાં સ્વાહિતા સમ્યક પ્રકારે પવિત્ર જ્ઞાનસંપત્તિ કે શુદ્ધ વિચારધારા પ્રદાન કરનાર પરંપરા તે સંપ્રદાય (સમ + અ + દાય અર્થાત્ સમ્યક પ્રકારે પ્રદાન કરનાર). આવા સંપ્રદાય એક કરતાં અનેક હોય તે ઇચ્છનીય છે. પરંતુ જો આવા સંપ્રદાયો પરસ્પર સંઘર્ષ કરે તો તે સંપ્રદાય ન રહેતાં “સંપ્રદાહ' (સમ + અ + દાહ અર્થાત્ ખૂબ બાળનાર) થાય છે. આવા સંપ્રદાય પાસે અપેક્ષા રહે કે બીજું કોઈ જ્ઞાન ન મળે પણ ફક્ત સત્ય, અહિંસા, મૈત્રી, પરસ્પર સંવાદિતા, પરોપકાર અને સંયમના જ બોધપાઠો સારી રીતે પ્રાપ્ત થાય તો ઈહલોક અને પારલૌકિક સુખ માટે, તેમજ જીવનકલ્યાણ માટે - સામાજિક સંવાદિતા માટે તે પર્યાપ્ત છે. જો જનતાના બૌદ્ધિક વિકાસ કે જ્ઞાનવિનોદ માટે એમણે બીજું આપવું હોય તો પરસ્પરના સંઘર્ષ વગર સભ્યતાથી, મધ્યસ્થતાથી, ઉચ્ચ વાત્સલ્યભાવથી આપે. વૈદિક અને શ્રમણ-સંસ્કૃતિ મહાવીર અને બુદ્ધના જમાનામાં પરસ્પર સંઘર્ષમાં આવી અને એ મહાપુરુષોને એમના પ્રખર તપોબળે સારો વિજય અપાવ્યો. મોટા મોટા વિદ્વાનો કોઈ મહાવીરના શાસનમાં (મહાવીરના ગૌતમ આદિ પ્રથમ અગિયાર શિષ્યો પ્રખર બ્રાહ્મણ વિદ્વાનો હતા) જોડાયા, તો કોઈ બુદ્ધના શાસનમાં. મહાવીરના ક્રાન્તિકારક ઉપદેશમાં મુખ્યત્વે લોકોમાં પ્રચલિત અંધવિશ્વાસ હટાવવો, હિંસાનું વાતાવરણ મિટાવવું, અહિંસામૈત્રીભાવનો પ્રચાર કરવો, વિવેકબુદ્ધિના ઉદ્ઘાટન દ્વારા ધર્મો અને દર્શનો સંબંધી સમન્વય રેખા-સંવાદિતા રજૂ કરવી, અને સહુથી મોટી વાત એ છે કે માણસોને એ દર્શાવવું કે તમારું સુખ તમારા હાથમાં જ છે. ધન-વૈભવમાં, પરિગ્રહમાં અસલી સુખ જોવાની ચેષ્ટા કરશો તો અસફળ રહેશો. જનતામાં સત્યનો પ્રચાર થાય તે માટે એ સંતે તે વખતે વિર્ભાષા ગણાતી એવી સંસ્કૃત ભાષાને સ્થાને જનસમાજમાં - લોકસમાજમાં પ્રચલિત એવી પ્રાકૃત ભાષામાં પોતાની ઉપદેશ-વાણી વહેવડાવી હતી. મહાવીરે ખૂબ ભારપૂર્વક કહ્યું છે કે, “માનવ પોતાનું આત્મહિત-પોતાનું જીવનશોધન જેટલું વધુ સાધે છે તેટલું વધુ બીજાનું ભલું - બીજાનું હિત કરી શકે છે અને એટલી વધુ સંવાદિતા સમાજમાં સ્થાપે છે.” બધા સત્યશોધકની સત્યખોજ કરવાની પદ્ધતિ જુદી જુદી હોય છે. મહાવીરની નિરૂપણશૈલી જુદી છે. આ શૈલીનું નામ છે અને કાન્તની શૈલી. વસ્તુનું પૂર્ણ તથા પર્યાપ્ત દર્શન થવું કઠિન છે. જેમને થાય તેને પણ તેના તે જ રૂપમાં શબ્દ દ્વારા ઠીક ઠીક કથન કરવું કઠિન જ છે. દેશ, કાળ, પરિસ્થિતિ, ભાષા, શૈલી વગેરેના ભેદના કારણે તે બધાંનાં કથનોમાં કંઈ ને કંઈ ભિન્નતા, વિરુદ્ધતા દેખાઈ આવે એ અનિવાર્ય છે. આવી વસ્તુસ્થિતિ જોઈ મહાવીરે વિચાર્યું કે એવો માર્ગ કાઢવો જોઈએ, જેથી વસ્તુનું પૂર્ણ યા અપૂર્ણ સત્યદર્શન કરવાવાળા સાથે અન્યાય ન થવા પામે. બીજાનું દર્શન અપૂર્ણ અને આપણી પોતાની વિરુદ્ધ હોવા છતાં જો સત્ય હોય, અને એ જ પ્રમાણે આપણું પોતાનું દર્શન અપૂર્ણ અને બીજાથી વિરુદ્ધ હોવા છતાં જો સત્ય હોય તો એ બંનેને ન્યાય મળે એવો માર્ગ કાઢવો જોઈએ. એ માર્ગ તે અનેકાન્ત દષ્ટિ, સંવાદિતાની દષ્ટિની આ ચાવી વડે તે સંતે વૈયક્તિક તથા સામૂહિક જીવનની વ્યાવહારિક અને પારમાર્થિક સમસ્યાઓનાં તાળાં ખોલી નાખ્યાં છે. આમ સામાજિક સંવાદિતા ઊભી કરી. એમણે કહ્યું - રાગદ્વેષની વૃત્તિને વશ ન થતાં સાત્વિક માધ્યચ્ય રાખવું. માધ્યશ્મનો પૂર્ણ વિકાસ ન થાય ત્યાં સુધી તે તરફ લક્ષ્ય રાખી કેવળ સત્યની જ જિજ્ઞાસા રાખવી. જેમ આપણા પોતાના પક્ષ કે મત પર, તેમ બીજાના વિરોધી લાગતા પક્ષ કે મત પર, આદરપૂર્વક વિચાર કરવો અને જેમ વિરોધી પક્ષ કે મત પર, તેમ આપણા પોતાના પક્ષ કે મત પર પણ તીવ્ર સમાલોચક દષ્ટિ રાખવી. પોતાના અને બીજાઓના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4