________________
123
જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તેહ; ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ.
૮
સેવે સદ્ગુરુચરણને, ત્યાગી દઈ નિજાક્ષ; પામે તે પરમાર્થને, નિજપદનો લે લક્ષ.
આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદયપ્રયોગ; અપૂર્વ વાણી પરમકૃત, સદ્ગુરુ લક્ષણ યોગ્ય.
૧૦
પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહીં, પરોક્ષ જિન ઉપકાર; એવો લક્ષ થયા વિના, ઊગે ન આત્મવિચાર.
૧૧
સદ્ગુરુના ઉપદેશ વણ, સમજાય ન જિનરૂપ; સમજ્યા વણ ઉપકાર શો ? સમજ્ય જિનસ્વરૂપ. ૧૨
આત્માદિ અસ્તિત્વનાં, જેહ નિરૂપક શાસ્ત્ર, પ્રત્યક્ષ સદ્ગુરુ યોગ નહિ, ત્યાં આધાર સુપાત્ર.
૧૩
અથવા સદ્ગુરુએ કહ્યાં, જે અવગાહન કાજ; તે તે નિત્ય વિચારવાં, કરી મતાંતર ત્યાજ.
રોકે જીવ સ્વચ્છેદ તો, પામે અવશ્ય મોક્ષ; પામ્યા એમ અનંત છે, ભાખ્યું જિન નિર્દોષ.
પ્રત્યક્ષ સરુ યોગથી, સ્વચ્છંદ તે રોકાય; અન્ય ઉપાય કર્યા થકી, પ્રાયે બમણો થાય.
૧૬
સ્વચ્છંદ, મત આગ્રહ તજી, વર્તે સદ્ગુરુલક્ષ; સમકિત તેને ભાખિયું, કારણ ગણી પ્રત્યક્ષ.
૧૭