Book Title: Ratnasundarsuri krut Suda bahottari athva Ras Manjari
Author(s): Kanubhai V Sheth
Publisher: ZZ_Anusandhan

View full book text
Previous | Next

Page 2
________________ પૂર્વે જૈનમુનિ રત્નસુંદરસૂરિ કૃત 'સૂડાબહોંતરી” અથવા “રસમંજરી” (ઈ. સ. ૧૫૮૨માં) પ્રાચીન ગુજરાતીમાં મળે છે. જે હજી અપ્રકાશિત છે. (જેની જુદા જુદા સમયની સાતેક હસ્તપ્રત પરથી આ લેખક દ્વારા સંપાદન કરવાનું કાર્ય ચાલે છે.) રત્નસુંદરસૂરિ' સામાન્યત: “શુકસપ્તતિ’ કથાને અનુસરે છે. કેટલીક કથાએમાં તો સંસ્કૃત કથાને શબ્દશ: અનુવાદ કે પુનઃ કથન છે. તે કેટલીકમાં નજીવા ફેરફાર કે ગુજરાતીકરણ થયેલું જોવા મળે છે. કેટલીક વાર વર્ણને પણ બીબાંઢાળ ઊતરી આવ્યાં છે. પ્રસંગોનું નિરૂપણ સંક્ષેપમાં કરવામાં આવ્યું છે જેથી કેટલીકવાર કથાસંદર્ભ પકડવો પણ મુશ્કેલ થઈ જાય છે. શામળની સૂડાબહોંતરી સાથે તુલના કરતાં જણાઈ આવે છે કે તે “શુકસપ્તતિ'નું શામળ પૂર્વે એક જૈન સાધુના હસ્તે થયેલ આ પ્રાચીન ગુજરાતી સંસ્કરણ છે. શામળમાં જોવા મળતી કેટલીક કથાના શબ્દશ: મૂળ તરૂપે કથાઓ રત્નસુંદરસૂરિમાં જોવા મળે છે. પણ શામળે તે કેટલીક કથાઓ અન્ય કથાસંગ્રહમાંથી કે તત્કાલીન કથા પરંપરામાંથી લાવીને પોતાની મૂડાબહોંતરીમાં મૂકી છે, તેમ છતાં શામળ પૂર્વે સંસ્કૃત શુકસપ્તતિના એક જૈન સાધુના હસ્તે સ્ત્રીચરિત્રવિષયક પ્રાચીન ગુજરાતમાં થયેલ સંસ્કરણ લેખે એનું મહત્વ છે. કનુભાઈ શેઠ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2