Book Title: Ratnasundar Vijayji
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf

View full book text
Previous | Next

Page 1
________________ ૬૫૪ શાસનપ્રભાવક આગમ આદિનું ઊંડું જ્ઞાન સંપાદન કર્યું છે. ઘણાં વર્ષોથી પૂજ્યશ્રીની નિશ્રામાં બાળકે અને યુવકે માટે ધાર્મિક શિબિરે જાય છે. આ શિબિરમાં ધાર્મિક જ્ઞાનની સાથે પૂજ્યશ્રી દ્વારા ધ્યાનયોગનું શિક્ષણ પણ વિશિષ્ટ રીતે આપવામાં આવે છે. તેઓશ્રીની પ્રેરણાથી સાધમિકે માટે પણ નોંધપાત્ર કાર્ય થયું છે. આ કાર્યો માટે પૂજ્યશ્રીની પ્રેરણાથી શ્રી મહાવીર વિદ્યાથી કલ્યાણ કેન્દ્ર અનેક શ્રી મહાવીર સાધર્મિક કલ્યાણ કેન્દ્ર નામની સંસ્થાઓ સ્થપાઈ છે. આ સંસ્થાઓ દ્વારા પુસ્તકાલય, પુસ્તક-પ્રકાશન, પોરટલ ટયુશન, સાધર્મિક ઉત્કર્ષ, તબીબી સહાય વગેરે પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. પૂજ્યશ્રી દ્વારા શાસનપ્રભાવનાનાં પણ અનેક કાર્યો સુસંપન્ન બન્યાં છે. એ સૌમાં ચિરસ્મરણીય એવું ભગીરથ કાર્ય શ્રી હથુડી–રાતા મહાવીરજી તીર્થમાં શ્રી સમવસરણ જિનપ્રસાદના નિર્માણનું છે. પૂજ્યશ્રીની પ્રેરણાથી લાખે રૂપિયાના સદ્વ્યયથી આ કાર્ય સાકાર બનવા પામ્યું છે. પૂજ્યશ્રી દ્વારા શાસનપ્રભાવનાનાં આવાં ઉત્તમોત્તમ કાર્યો વિસ્તરતાં રહે એવી શુભાભિલાષા સાથે પૂજ્યશ્રીને શત શત વંદના હે! યુવાન પ્રતિબંધક; જોશીલા પ્રવચનકાર પૂ. પંન્યાસશ્રી રત્નસુંદરવિજયજી મહારાજ દેવ તરીકે દેવ જન્મે છે, જીવે છે અને મરે છે, દાનવ તરીકે દાનવ જમે છે, જીવે છે અને મરે છે; જ્યારે માનવની વિશેષતા એ છે કે તે જમે ભલે માનવ તરીકે પણ તેનું જીવન કે મરણ દેવ કે દાનવ જેવું પણ હેઈ શકે. સગુણની સાધના-આરાધના દ્વારા આ માનવજીવન દેવ જેવું બનાવી શકાય; જ્યારે પશુસુલભ પ્રવૃત્તિઓ દ્વારા મનુષ્યાવતારમાં જીવન-મરણ દાનવ કરતાં પણ બદતર બની શકે છે. પૂ. પંન્યાસશ્રી રત્નસુંદરવિજયજી મહારાજનું જીવન-કવન જોતાં લાગે છે કે માનવીને ળિયે દેવતાને અવતાર છે. ખેબા જેવડા નાના ગામના ખાનદાન કુળમાં સં. ૨૦૦૪ના માગશર વદ ૧૦ના દિવસે માતા ચંપાબહેનની કુક્ષીએ રજનીકાન્ત તરીકે પૂજ્યશ્રીએ જન્મ લીધો. ભાવિના ગર્ભની તે કેઈ ને ખબર હોતી નથી. પણ અભ્યાસમાં અતિસામાન્ય એ આ કિશોર સમય જતાં હજારોની મેદનીને જકડી રાખશે અને તેમાં નવા વિચારોની ચેતના પ્રગટાવશે એવી કલ્પના કદાચ કેઈને નહિ હોય! રજનીકાંત જન્મભૂમિમાં બાળપણ વિતાવી આગળ અભ્યાસ માટે મુંબઈ પહોંચ્યા. ગોકળગાય ગતિએ અભ્યાસ કરતાં કરતાં ધીમે ધીમે એસ. એસ. સી. સુધી પહોંચ્યા. ત્રણ ભાઈઓમાં સૌથી નાના રજનીભાઈ એ પુણ્યની અલ્પતાને કારણે નાની ઉંમરે માતાનું સુખ ગુમાવ્યું. પૂ. મુનિશ્રી દેવસુંદરવિજયજી મહારાજ સંસારીપણે પિતાશ્રી દલીચંદભાઈ પિતાશ્રીની ધર્મ. ભાવના પ્રબળ હતી. ધર્મ પ્રવૃત્તિ સાથે પાપ નિવૃત્તિ પણ જીવનમાં વણાયેલી હતી. કાપડને મોટે વ્યવસાય છતાં નીતિમત્તા લેહમાં વણાયેલી હતી. એને પ્રભાવ કુટુંબના સભ્યો પર પડ્યો. આશ્રિતવર્ગ પણ ધર્મના માર્ગે આગળ વધ્ય, સંસ્કારી બન્યા. મલાડ સંઘના પ્રમુખસ્થાને રહેવા છતાં ધાર્મિક નીતિનિયમમાં ચુસ્ત હતા. એમાં ક્યારેય બાંધછોડ કરતા નહીં. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3