Book Title: Ratnasundar Vijayji Author(s): Nandlal B Devluk Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf Catalog link: https://jainqq.org/explore/249150/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ ૬૫૪ શાસનપ્રભાવક આગમ આદિનું ઊંડું જ્ઞાન સંપાદન કર્યું છે. ઘણાં વર્ષોથી પૂજ્યશ્રીની નિશ્રામાં બાળકે અને યુવકે માટે ધાર્મિક શિબિરે જાય છે. આ શિબિરમાં ધાર્મિક જ્ઞાનની સાથે પૂજ્યશ્રી દ્વારા ધ્યાનયોગનું શિક્ષણ પણ વિશિષ્ટ રીતે આપવામાં આવે છે. તેઓશ્રીની પ્રેરણાથી સાધમિકે માટે પણ નોંધપાત્ર કાર્ય થયું છે. આ કાર્યો માટે પૂજ્યશ્રીની પ્રેરણાથી શ્રી મહાવીર વિદ્યાથી કલ્યાણ કેન્દ્ર અનેક શ્રી મહાવીર સાધર્મિક કલ્યાણ કેન્દ્ર નામની સંસ્થાઓ સ્થપાઈ છે. આ સંસ્થાઓ દ્વારા પુસ્તકાલય, પુસ્તક-પ્રકાશન, પોરટલ ટયુશન, સાધર્મિક ઉત્કર્ષ, તબીબી સહાય વગેરે પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. પૂજ્યશ્રી દ્વારા શાસનપ્રભાવનાનાં પણ અનેક કાર્યો સુસંપન્ન બન્યાં છે. એ સૌમાં ચિરસ્મરણીય એવું ભગીરથ કાર્ય શ્રી હથુડી–રાતા મહાવીરજી તીર્થમાં શ્રી સમવસરણ જિનપ્રસાદના નિર્માણનું છે. પૂજ્યશ્રીની પ્રેરણાથી લાખે રૂપિયાના સદ્વ્યયથી આ કાર્ય સાકાર બનવા પામ્યું છે. પૂજ્યશ્રી દ્વારા શાસનપ્રભાવનાનાં આવાં ઉત્તમોત્તમ કાર્યો વિસ્તરતાં રહે એવી શુભાભિલાષા સાથે પૂજ્યશ્રીને શત શત વંદના હે! યુવાન પ્રતિબંધક; જોશીલા પ્રવચનકાર પૂ. પંન્યાસશ્રી રત્નસુંદરવિજયજી મહારાજ દેવ તરીકે દેવ જન્મે છે, જીવે છે અને મરે છે, દાનવ તરીકે દાનવ જમે છે, જીવે છે અને મરે છે; જ્યારે માનવની વિશેષતા એ છે કે તે જમે ભલે માનવ તરીકે પણ તેનું જીવન કે મરણ દેવ કે દાનવ જેવું પણ હેઈ શકે. સગુણની સાધના-આરાધના દ્વારા આ માનવજીવન દેવ જેવું બનાવી શકાય; જ્યારે પશુસુલભ પ્રવૃત્તિઓ દ્વારા મનુષ્યાવતારમાં જીવન-મરણ દાનવ કરતાં પણ બદતર બની શકે છે. પૂ. પંન્યાસશ્રી રત્નસુંદરવિજયજી મહારાજનું જીવન-કવન જોતાં લાગે છે કે માનવીને ળિયે દેવતાને અવતાર છે. ખેબા જેવડા નાના ગામના ખાનદાન કુળમાં સં. ૨૦૦૪ના માગશર વદ ૧૦ના દિવસે માતા ચંપાબહેનની કુક્ષીએ રજનીકાન્ત તરીકે પૂજ્યશ્રીએ જન્મ લીધો. ભાવિના ગર્ભની તે કેઈ ને ખબર હોતી નથી. પણ અભ્યાસમાં અતિસામાન્ય એ આ કિશોર સમય જતાં હજારોની મેદનીને જકડી રાખશે અને તેમાં નવા વિચારોની ચેતના પ્રગટાવશે એવી કલ્પના કદાચ કેઈને નહિ હોય! રજનીકાંત જન્મભૂમિમાં બાળપણ વિતાવી આગળ અભ્યાસ માટે મુંબઈ પહોંચ્યા. ગોકળગાય ગતિએ અભ્યાસ કરતાં કરતાં ધીમે ધીમે એસ. એસ. સી. સુધી પહોંચ્યા. ત્રણ ભાઈઓમાં સૌથી નાના રજનીભાઈ એ પુણ્યની અલ્પતાને કારણે નાની ઉંમરે માતાનું સુખ ગુમાવ્યું. પૂ. મુનિશ્રી દેવસુંદરવિજયજી મહારાજ સંસારીપણે પિતાશ્રી દલીચંદભાઈ પિતાશ્રીની ધર્મ. ભાવના પ્રબળ હતી. ધર્મ પ્રવૃત્તિ સાથે પાપ નિવૃત્તિ પણ જીવનમાં વણાયેલી હતી. કાપડને મોટે વ્યવસાય છતાં નીતિમત્તા લેહમાં વણાયેલી હતી. એને પ્રભાવ કુટુંબના સભ્યો પર પડ્યો. આશ્રિતવર્ગ પણ ધર્મના માર્ગે આગળ વધ્ય, સંસ્કારી બન્યા. મલાડ સંઘના પ્રમુખસ્થાને રહેવા છતાં ધાર્મિક નીતિનિયમમાં ચુસ્ત હતા. એમાં ક્યારેય બાંધછોડ કરતા નહીં. 2010_04 Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવત-૨ આજથી પંચાવન વરસ પહેલાં સી. એ થયેલા. અત્યારે ૮૪ વર્ષની ઉંમર ધરાવતા વર્ધમાન તપોનિધિ પૂ. આ. શ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ ઇ. સ. ૧૯૬૩થી દર વર્ષે મે વેકેશનમાં આવેજિત થતી શિબિરોમાં યુવાનને પ્રતિબોધતા. ઇ. સ. ૧૯૬૪ના મે માસમાં અચલગઢમાં શિબિર જાઈ. પિતા-પુત્ર અને તેમાં જોડાયા. બને કુતૂહલ અને જિજ્ઞાસાથી પ્રવચને સાંભળતા. એમાં રજનીભાઈને પૂજ્યશ્રીના અંગત પરિચયમાં આવવાનું બન્યું. જાહેર પ્રવચને અને અંગત હિતશિક્ષાએ રજનીભાઈને વૈરાગી બનાવ્યા. ઈ. સ. ૧૯૬૪ના દિવાળી વેકેશનમાં પિંડવાડામાં શિબિર યોજાઈ. ત્યાં પણ ભાગ લીધે. પૂજ્યશ્રીનાં વૈરાગ્યભરપૂર પ્રવચન સાંભળી રજનીભાઈ એ સંસાર છોડવાને દઢ નિર્ણય કર્યો. પિતાજીને તે ઇષ્ટપત્તિ હતી, પણ બે મોટાભાઈ એની ના હતી. છેવટે સમજાવટથી કામ પડ્યું. તેમણે પણ ઉલ્લાસપૂર્વક રજા આપી. એક વર્ષ પિતા-પુત્ર આચાર્ય શ્રી સાથે રહ્યા. ગુરુએ તેઓની કટી કરી અને કસોટીમાંથી પાર ઊતરેલા બને પિતાપુત્રે ઈ. સ. ૧૯૬૬ની ૨૩મી એપ્રિલે મુંબઈ-મલાડમાં દીક્ષા અંગીકાર કરી. આરાધના માટે મુક્ત ગગન મળ્યું. આરાધના માટે પ્રેરનારા ગુરુદેવ અને સહવત સંયમી મહાત્માઓ મળ્યા. આરાધનાની ગાડી ધીમે ધીમે આગળ વધવા લાગી. પણ ગાડી જ્યારે પહેલા ગીયરમાં હોય ત્યારે ખખડાટ થાય, વ્યવસ્થિત ન ચાલે તેમ અહીંયાં પણ જીવનમાં સંઘર્ષો, તકલીફે આવવા માંડ્યાં; પરંતુ થોડા સમય પછી ગાડી પુરપાટ દેડવા લાગી. શરૂઆતનાં વર્ષોમાં અભ્યાસની લગની ઓછી હતી, પણ ગુરુભક્તિ અપાર હતી. ભાંડારકરની સંસ્કૃતિની પ્રાથમિક પુસ્તિકા ૧૧ વખત કર્યા પછી પણ સમજ નહીં પડતાં કંટાળીને પૂજ્યશ્રીને ભળાવી દીધી. પૂજ્ય પ્રગુરુદેવ આ. શ્રી ભુવનભાનુસૂરિજી મહારાજ ઠપકે આપે, સમજાવે, કેધ કરે, કયારેક મારે પણ ખરા. એમ શિષ્યનું ઘડતર ચાલ્યું. વિશેષતા એ હતી કે આવા કપરા સંગમાં પણ શિષ્યને ઉપકારી ગુરુદેવ પ્રત્યે ક્યારેય દુર્ભાવ થયે નહીં અને પૂ. ગુરુદેવની વિશેષતા એ હતી કે તેઓશ્રી ક્યારેય શિષ્યથી કંટાળ્યા નહીં. સાધુજીવનના આરંભના તબક્કાનાં એ કપરાં ફળે પછીથી મીઠાં થઈ ને મળ્યાં! અઢારમા વર્ષે દીક્ષા લઈ મુનિશ્રી રત્નસુંદરવિજયજી મહારાજ બનેલા રજનીભાઈ એ દીક્ષાના ત્રીજા વરસથી અર્થાત્ એકવીસમા વર્ષથી પ્રવચનની શરૂઆત કરી. ત્યારથી તેઓશ્રીની વૈચારિક યાત્રા સતત આગળ વધતી રહી છે. દક્ષિા જીવનનાં શરૂઆતનાં લગભગ ૧૮ વર્ષ પ્રગુરુદેવ સાથે જ રહ્યા અને તેઓશ્રીના જ્ઞાનસમૃદ્ધ જીવનમાંથી ઘણું મેળવ્યું. આજે પણ પૂજ્યશ્રી નમ્રતાપૂર્વક માને છે કે પિતાની તેજસ્વીતા માટે ગુરુની કૃપા અને કફ જ જવાબદાર છે. પૂજ્યશ્રીની તાર્કિક અને લાક્ષણિક પ્રવચનશૈલીના કારણે શ્રોતાવર્ગ મંત્રમુગ્ધ બનો જાય છે. જીવનમાં કંઈક મેળવીને જાય છે, દિલમાં કંઈક ઉતારીને જાય છે. પ્રવચનની પ્રભાવકતાને કારણે જ્યારે કે પ્રશંસા કરે ત્યારે તેમને એક જ જવાબ હોય છે: “ગુરુદેવની કૃપાનો પ્રભાવ છે. પૂજ્ય પ્રગુરુદેવશ્રીની પ્રેરણા અને આશીર્વાદથી સુરતથી પુસ્તકલેખનની શરૂઆત કરી. સૌપ્રથમ સુરતમાં યુવાશિબિર સમક્ષ કરેલાં પ્રવચનને પોતાની કલમ્ દ્વારા .. 2010_04 Page #3 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક કંડાર્યા અને તે તેઓશ્રીના પ્રથમ પુસ્તક રૂપે પ્રગટ થયાં, જેનું નામ છે “જીવન ઉદ્યોત આ પુસ્તક સુરતમાં સં. ૨૦૩૮ના માગશર વદ ૧૦ને દિવસે પ્રકાશિત થયું. અને ત્યાર બાદ તેમની કલમ વેગ પકડતી ગઈ, સાટ બનતી ગઈ સાવિક ને તાત્વિક બનતી ગઈ " શ્રી ધર્મરત્નપ્રકરણ” ગ્રંથ પરનાં પ્રવચન લખવાનાં ચાલુ થયાં. તે પણ પુસ્તક રૂપે બહાર પડ્યાં. દરેક વિષય પર છણાવટ કરતાં લેકગ્ય પુસ્તકો શંખલાબદ્ધ લખાતાં ચાલ્યાં. પુસ્તક પ્રકાશનની આ વણથંભી યાત્રા આજે પ૪માં પુસ્તકના પ્રકાશને પહોંચી છે. પૂજ્યશ્રીનું લેખન લેકમેગ્ય હેવાની સાબિતિ એ છે કે પુસ્તક પ્રકાશિત થયા પછી થોડા જ સમયમાં અપ્રાપ્ય બની જાય છે. સહજ, સરળ અને જીવનપયોગી વાચન દ્વારા અનેકના જીવનમાં અનેક પ્રકારનાં turning point આવ્યાં છે. વિષાદ અને અશાંત અવસ્થામાં જીવતાં માનવીને પ્રશાંત અને અશાંત અવસ્થામાં જીવતા માનવીને પ્રશાંત અને આનંદિત બનાવવાનું કામ આ પુસ્તકોએ કર્યું છે. મતની ગર્તામાં ધકેલાઈ ગયેલા માનવીને નવું જીવન બક્ષનારું આ સાહિત્ય બન્યું છે. શિબિરના માધ્યમ દ્વારા પૂ. ગણિવર્યશ્રી દસ હજારથી વધુ યુવાનોના રાહબર બન્યા છે. વિશિષ્ટ આદેય નામકર્મના કારણે જૈન-જૈનેતર યુવાવર્ગમાં વિશેષ આકર્ષણનું કારણ બન્યા છે. સંઘ પ્રત્યેના વાત્સલ્યથી છલછલ હૈયું...નાનામાં નાના સ્વ-પર સમુદાયના સાધુભગવંત પ્રત્યે પ્રેમ સુંદર ઔચિત્યપાલન...ડગલે ને પગલે વિનય ગુણનું પાલન...તેજસ્વી અને ધારદાર કલમ...સચેટ અને પ્રભાવપૂર્ણ વકતૃત્વકળા...સદાતા સાધર્મિક-જીવદયા-પાઠશાળા વૈયાવચ્ચ વગેરે ક્ષેત્રોને સધ્ધર કરવાની ભારે જહેમત, ગામેગામના સંઘને જીતેલે પ્રેમ, જટિલ પ્રશ્નોને પણ સરળતાથી ઉકેલવાની કળા અને તમામ સફળતાનાં મૂળમાં દેવ-ગુરુની કૃપાને જ કારણે માનવાની દિલમાં સજ્જડ શ્રદ્ધા - આવા અનેકાનેક ગુણોથી સજજ પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા પૂજ્યશ્રીને સં. ૨૦૪૮ના વૈશાખ સુદ પાંચમ ને શુભ દિને અમદાવાદમાં તમૂર્તિ પૂ. આ. શ્રી વિજયહિમાંશુસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે પંન્યાસપદથી વિભૂષિત કરવામાં આવ્યા. આવા પ્રભાવશાળી અને ઉપકારી સાધુવરના હસ્તે અનેકાનેક ભવ્ય-દિવ્ય શાસન પ્રભાવક કાર્યો સંપન્ન થતાં રહે એવી હાર્દિક કામનાઓ સાથે પૂજ્યશ્રીને કોટિ કોટિ વંદના ! સરળતાના ઉપાસક પૂ. મુનિશ્રી ભુવનચંદ્રજી મહારાજ જૈનશાસનને રત્નાકરની ઉપમા આપીએ તે જૈન શ્રમણને રત્નની ઉપમા મળે. વિવિધ પ્રતિભાવંત મુનિઓ જૈનસંઘના રત્નભંડારનું ઝવેરાત છે. જેનસંઘ એ રત્ન માટે ગૌરવ અનુભવે છે. મુનિશ્રી ભુવનચંદ્રજી મહારાજ એવા જ એક ગૌરવશાળી શ્રમણ છે. મહાન ક્રિયેદ્ધારક યુગપ્રધાન આચાર્યશ્રી પાર્ધચંદ્રસૂરીશ્વરજી મહારાજની પરંપરામાં (પાચંદ્રગ૭માં) વિચરતા ભુવનચંદ્રજીનું નામ એક જ્ઞાનોપાસક સમન્વયરુચિ અને અધ્યાત્મપ્રેમી મુનિ તરીકે જૈનસંઘમાં જાણીતું છે. સ્વ. પૂ. મુનિરાજશ્રી પ્રતિચંદ્રજી મહારાજ પાસે બાર વર્ષની વયે 2010_04