________________
શ્રમણભગવત-૨
આજથી પંચાવન વરસ પહેલાં સી. એ થયેલા. અત્યારે ૮૪ વર્ષની ઉંમર ધરાવતા વર્ધમાન તપોનિધિ પૂ. આ. શ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ ઇ. સ. ૧૯૬૩થી દર વર્ષે મે વેકેશનમાં આવેજિત થતી શિબિરોમાં યુવાનને પ્રતિબોધતા. ઇ. સ. ૧૯૬૪ના મે માસમાં અચલગઢમાં શિબિર જાઈ. પિતા-પુત્ર અને તેમાં જોડાયા. બને કુતૂહલ અને જિજ્ઞાસાથી પ્રવચને સાંભળતા. એમાં રજનીભાઈને પૂજ્યશ્રીના અંગત પરિચયમાં આવવાનું બન્યું. જાહેર પ્રવચને અને અંગત હિતશિક્ષાએ રજનીભાઈને વૈરાગી બનાવ્યા. ઈ. સ. ૧૯૬૪ના દિવાળી વેકેશનમાં પિંડવાડામાં શિબિર યોજાઈ. ત્યાં પણ ભાગ લીધે. પૂજ્યશ્રીનાં વૈરાગ્યભરપૂર પ્રવચન સાંભળી રજનીભાઈ એ સંસાર છોડવાને દઢ નિર્ણય કર્યો. પિતાજીને તે ઇષ્ટપત્તિ હતી, પણ બે મોટાભાઈ એની ના હતી. છેવટે સમજાવટથી કામ પડ્યું. તેમણે પણ ઉલ્લાસપૂર્વક રજા આપી. એક વર્ષ પિતા-પુત્ર આચાર્ય શ્રી સાથે રહ્યા. ગુરુએ તેઓની કટી કરી અને કસોટીમાંથી પાર ઊતરેલા બને પિતાપુત્રે ઈ. સ. ૧૯૬૬ની ૨૩મી એપ્રિલે મુંબઈ-મલાડમાં દીક્ષા અંગીકાર કરી.
આરાધના માટે મુક્ત ગગન મળ્યું. આરાધના માટે પ્રેરનારા ગુરુદેવ અને સહવત સંયમી મહાત્માઓ મળ્યા. આરાધનાની ગાડી ધીમે ધીમે આગળ વધવા લાગી. પણ ગાડી જ્યારે પહેલા ગીયરમાં હોય ત્યારે ખખડાટ થાય, વ્યવસ્થિત ન ચાલે તેમ અહીંયાં પણ જીવનમાં સંઘર્ષો, તકલીફે આવવા માંડ્યાં; પરંતુ થોડા સમય પછી ગાડી પુરપાટ દેડવા લાગી. શરૂઆતનાં વર્ષોમાં અભ્યાસની લગની ઓછી હતી, પણ ગુરુભક્તિ અપાર હતી. ભાંડારકરની સંસ્કૃતિની પ્રાથમિક પુસ્તિકા ૧૧ વખત કર્યા પછી પણ સમજ નહીં પડતાં કંટાળીને પૂજ્યશ્રીને ભળાવી દીધી. પૂજ્ય પ્રગુરુદેવ આ. શ્રી ભુવનભાનુસૂરિજી મહારાજ ઠપકે આપે, સમજાવે, કેધ કરે, કયારેક મારે પણ ખરા. એમ શિષ્યનું ઘડતર ચાલ્યું. વિશેષતા એ હતી કે આવા કપરા સંગમાં પણ શિષ્યને ઉપકારી ગુરુદેવ પ્રત્યે ક્યારેય દુર્ભાવ થયે નહીં અને પૂ. ગુરુદેવની વિશેષતા એ હતી કે તેઓશ્રી ક્યારેય શિષ્યથી કંટાળ્યા નહીં. સાધુજીવનના આરંભના તબક્કાનાં એ કપરાં ફળે પછીથી મીઠાં થઈ ને મળ્યાં! અઢારમા વર્ષે દીક્ષા લઈ મુનિશ્રી રત્નસુંદરવિજયજી મહારાજ બનેલા રજનીભાઈ એ દીક્ષાના ત્રીજા વરસથી અર્થાત્ એકવીસમા વર્ષથી પ્રવચનની શરૂઆત કરી. ત્યારથી તેઓશ્રીની વૈચારિક યાત્રા સતત આગળ વધતી રહી છે. દક્ષિા જીવનનાં શરૂઆતનાં લગભગ ૧૮ વર્ષ પ્રગુરુદેવ સાથે જ રહ્યા અને તેઓશ્રીના જ્ઞાનસમૃદ્ધ જીવનમાંથી ઘણું મેળવ્યું. આજે પણ પૂજ્યશ્રી નમ્રતાપૂર્વક માને છે કે પિતાની તેજસ્વીતા માટે ગુરુની કૃપા અને કફ જ જવાબદાર છે.
પૂજ્યશ્રીની તાર્કિક અને લાક્ષણિક પ્રવચનશૈલીના કારણે શ્રોતાવર્ગ મંત્રમુગ્ધ બનો જાય છે. જીવનમાં કંઈક મેળવીને જાય છે, દિલમાં કંઈક ઉતારીને જાય છે. પ્રવચનની પ્રભાવકતાને કારણે જ્યારે કે પ્રશંસા કરે ત્યારે તેમને એક જ જવાબ હોય છે: “ગુરુદેવની કૃપાનો પ્રભાવ છે. પૂજ્ય પ્રગુરુદેવશ્રીની પ્રેરણા અને આશીર્વાદથી સુરતથી પુસ્તકલેખનની શરૂઆત કરી. સૌપ્રથમ સુરતમાં યુવાશિબિર સમક્ષ કરેલાં પ્રવચનને પોતાની કલમ્ દ્વારા ..
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org