Book Title: Ratnaprabhasuri
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf

View full book text
Previous | Next

Page 2
________________ શ્રમણભગવંતો 123 - શ્રી રત્નપ્રભસૂરિના ઉપદેશથી આસિયામાં એક શેઠ દ્વારા બંધાઈ રહેલું જિનમંદિર પૂર્ણ થવા આવતાં એક ઘટના બની. એ શેઠની ગાય હંમેશાં લૂણહી પહાડી પર દૂધ ઝરી આવતી. આ વાતની સૂરિમહારાજને ખબર પડી ત્યારે તેમના કથન પ્રમાણે એ જમીનમાંથી ભગવાન મહાવીરસ્વામીની પ્રતિમા મળી આવી, અને તેની પ્રતિષ્ઠા વીરનિર્વાણ સં. ૭૦ના મહા સુદ પાંચમના શુભ દિવસે કરવાનો નિર્ણય લેવાયે. કેરેટાનગરમાં પણ આ જ દિવસે શ્રી મહાવીર સ્વામી જિનાલયની પ્રતિષ્ઠા નિર્ધારિત કરવામાં આવી હતી. “કપમલિકા–વૃત્તિ” અને રત્નપ્રભાચાર્ય પૂજમાં એવો ઉલ્લેખ મળે છે કે, શ્રી રત્નપ્રભસૂરિએ આ એક જ દિવસે અને એક જ મુહૂર્તમાં, બે રૂપ ધરીને, એસિયાં અને કરંટાતીર્થમાં શ્રી મહાવીર સ્વામી જિનાલયની પ્રતિષ્ઠા કરી હતી. આ ચમત્કારિક ઘટનાથી જૈનધર્મની મહાન પ્રભાવના થઈ હતી અને હજારે લેકેએ જૈનધર્મ સ્વીકાર્યો હતે. વળી, એ જ સમયે વીરનિવાણ સં. 70 માં શ્રી રત્નપ્રભસૂરિએ ઓસિયાનગરમાં ઓસવાલ વંશની સ્થાપના કરી હતી. ઓસિયામાંથી સ્થાનાંતર કરી ગયેલા જેને આજે પણ સવાલ જેને તરીકે ઓળખાય છે. તેમ જ એસિયાં અને કેરેટા તીર્થમાં આજે પણ શ્રી મહાવીર સ્વામીનાં પ્રાચીન જિનાલયે વિદ્યમાન છે. શ્રી રત્નપ્રભસૂરિ એક વખત ઉપકેશનગર પધાર્યા હતા. આ ઉપકેશનગર ભિન્નમાલ પાસે શ્રીપંજ રાજાના પુત્ર સુરસુંદર અને ચંદ્રમંત્રીના પુત્ર ઉહડ, કેઈ કારણોસર ઘર ત્યાગી, વસાવ્યું હતું. આચાર્યશ્રી પધાર્યા ત્યારે ત્યાં જેનેનાં કઈ ઘર ન હોવાથી તેમને ઘણું કષ્ટ પડ્યું. ઉપવાસ ઉપર ઉપવાસ કરવા પડ્યા. છતાંય તેમણે 35 સાધુઓ સાથે ત્યાં ચાતુર્માસ કરવાને નિર્ણય કર્યો અને બીજા શિષ્યને કરંટા તરફ વિહાર કરાશે. ઉપકેશનગરમાં એક દિવસ મંત્રીપુત્રને સાપ કરડ્યો, પણ તેને આચાર્યશ્રીના ચરણે દકથી જીવતદાન મળતાં, મંત્રી તેમ જ રાજા - સૌ જૈનધર્મી બન્યા. તેઓ એસિયાંના હોવાથી, તેઓ પણ સવાલ જેને તરીકે પ્રસિદ્ધિ પામ્યા. કરંટગચ્છના સ્થાપક શ્રી કનકપ્રભસૂરિની આચાર્ય પદવી શ્રી રત્નપ્રભસૂરિના હસ્તે થઈ હતી. તેઓ શ્રી રત્નપ્રભસૂરિના લઘુ ગુરુબંધુ હતા. શ્રી રત્નપ્રભસૂરિ વીરનિર્વાણુ સં. ૮૪માં કાળધર્મ પામ્યા. ગણાચાર્ય તેમ જ વાચનાચાર્યનાં બંને પદોને શોભાવના મૃતસંપન્ન આચાર્યશ્રી બલિસ્સહસૂરિ મહારાજ તથા વીરશાસનની ધર્મધુરાને વહન કરનાર અગિયારમા યુગપ્રધાન આચાર્યશ્રી ગુણસુંદરસૂરિ મહારાજ સ્થવિર બલિહ અને શ્રી ગુણસુંદરસૂરિ - એ બંને પિતાના યુગના સમર્થ પ્રભાવશાળી આચાર્ય હતા. આચાર્ય બલિસ્સહ ગણાચાર્ય અને વાચનાચાર્ય એ બંને પદો કુશળતાપૂર્વક સંભાળ્યાં હતાં. શ્રી ગુણસંદરસૂરિ યુગપ્રધાનપદે પ્રતિષ્ઠિત થયા હતા. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2