Book Title: Punya ane Pap Ek Samiksha Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 2
________________ 120 ] દર્શન અને ચિંતન એટલી મોટી પત્ની સંખ્યા પુણ્યની દલીલના આધારે જ સમર્થન પામી છે, અને બીજી રીતે આજ લગી પોષાતી પણ આવી છે. પુણ્યના ફળ તરીક નારી પરિવાર લેખાય, તે એ જ દલીલથી એમ પણ કેમ ન કલ્પવું જોઈએ કે વધારે પુણ્યશાળી નારી તે જ હોઈ શકે કે જેણે ઈચ્છાથી વધારે પતિઓ ક્રમે કે એકસાથે ધરાવ્યા હોય ? સામાન્ય નારી કરતાં પાંચ પતિવાળી દ્રૌપદી, ઉપરની દલીલ પ્રમાણે, વધારે પુણ્યશાળી ગણવી જોઈએ. પણ અહીં જ પુણ્યની વ્યાખ્યા લેકે જુદી કરે છે. એ એ વાતનું સૂચન છે કે જે કાળે જે સમાજમાં જે વસ્તુ પ્રતિષ્ઠા પામતી હોય તે કાળે તે સમાજમાં તે જ વસ્તુ સાધારણ લેકે પુણ્યનું ફળ માની લે છે. વ્યાવહારિક અને તાત્વિક ધર્મ– અધર્મને ભેદ જેટલા અંશે વધારે સ્પષ્ટ સમજાય તેટલા અંશે લોકમાનસને વિકાસ છે, એમ સમજવું જોઈએ. ભાઈ મેવાણીનું લખાણ આ વિકાસ સાધવાની દૃષ્ટિએ લખાયું છે. –પ્રબુદ્ધ જૈન, 15-3-47 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2