Book Title: Pravas Darshan Author(s): Ramanlal C Shah Publisher: Mumbai Jain Yuvak Sangh View full book textPage 2
________________ TUJUT MILILINE #dodaria પ્રવાસ દર્શન ‘પ્રવાસદર્શન' ડૉ. રમણલાલ ચી. શાહના પ્રવાસ ગ્રંથો - ‘પાસપોર્ટની પાંખે’ - ભા.૧, ૨, ૩માં સંગૃહીત લેખોમાંના પ્રતિનિધિરૂપ ૪૭ લેખોનું સંપાદન છે. તેમાં લેખકે વિવિધ નિમિત્તે પૃથ્વી પરના તમામ ખંડોના વિવિધ દેશોના કરેલા પ્રવાસો વિશેના લેખોનું સંકલન થયું છે. સરસતા, વૈવિધ્ય અને અવનવી માહિતી ઉપરાંત બધા ખંડોના દેશોનાં દર્શનીય સ્થાનોનું પ્રતિનિધિત્વ જળવાય એ દૃષ્ટિએ તેમની પસંદગી થઈ છે. લેખકની પ્રવાસલેખક તરીકેની સુરેખ છબી તેમાંથી સ્વંયમેવ ઊપસે તેવું તેની પાછળનું લક્ષ્ય છે. ડૉ. ૨. ચી. શાહ ઉત્સાહી જગતપ્રવાસી છે. વિવિધ નિમિત્તે તેમણે લગભગ ૭૦ દેશોના પ્રવાસો ખેડ્યા છે. સહરાના રણથી માંડી આફ્રિકાના અરણ્યો અને ઉત્તર ધ્રુવ વર્તુળનાં બર્ફિલાં મેદાનો અને પર્વતો સુધી તેમણે પરિભ્રમણ કર્યું છે. તેમણે ખુલ્લી-નિર્મળ-સૂક્ષ્મ દૃષ્ટિએ, આનંદ-વિસ્મય-કુતૂહલ-જ્ઞાનપ્રાપ્તિના ભાવપૂર્વક, વિવિધ દેશોપ્રદેશોનાં, રમણીય રોમાંચક અને ભયાનક દૃશ્યો નિહાળ્યાં છે અને તેમનું સંવેદના – કલ્પના – વિચારયુક્ત, સુરેખ અને રસળતું નિરૂપણ સરળ મધુર પ્રવાહી ચિત્રાત્મક શૈલીમાં કર્યું છે. પ્રવાસકથાના તેમના નિરૂપણમાં લાઘવ, વ્યંજના, વૈવિધ્ય અનુભવાય છે. પ્રસંગોપાત્ત તેમાં હળવો નિર્દોષ વિનોદ પણ હોય છે, પરંતુ ક્યાંય અનાવશ્યક લાગે તેવું આલેખન કે આયાસજન્ય ચિંતન કળાતાં નથી, કશું કૃતક કુત્સિત જોવા મળતું નથી, | વિવેચકો અને વાચકો દ્વારા ઘણા પ્રશંસિત આ પ્રવાસલેખો અને તેમના લેખક ડૉ. ૨. ચી. શાહનું ગુજરાતીના પ્રવાસ સાહિત્યમાં | Jain Ed વિશિષ્ટ સ્થાન છે. For Private & Personal use onls www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 424