Book Title: Prabhu Satheni Gothaine Maniye
Author(s): Pradyumnasuri
Publisher: Z_Yatindrasuri_Diksha_Shatabdi_Smarak_Granth_012036.pdf

View full book text
Previous | Next

Page 1
________________ પ્રભુ સાથેની ગોઠડીને માણીએ પ.પૂ. શ્રી પ્રદ્યુમ્નસૂરિ મહારાજ વિશ્વના જીવમાત્ર પ્રત્યેની કરુણાથી છલકાતા હૃદયના સ્વામી પરમાત્મા જ્યાં વિરાજમાન છે તે મંદિરમાં જવાનાં ત્રણ બારણાં છે. : ભક્તિ, વૈરાગ્ય અને જ્ઞાન; પણ ગર્ભાગારમાં જવાનું બારણું એક જ છે : તલ્લીનતા. ત્યાં પહોંચો એટલે ગર્ભદીપ દેખાય અને તેના અજવાળે પરમની ઝાંખી થાય. સાધકની મથામણ આ પરમતત્ત્વની ઝાંખી માટેની જ હોય છે. તેનાં ત્રણ સાધનોમાં ભક્તિ એ દેખીતી રીતે સહેલું સાધન જણાય છે પણ તાત્ત્વિક રીતે તે સૌથી અઘરું છે; કારણ કે જ્ઞાન-વૈરાગ્યની સરખામણીમાં ભક્તિમાં અહમૂનો સૌથી વધુ વિલય કરવો પડે છે. ભક્તિને “એકશેષ' કહેવામાં આવે છે તે આ અર્થમાં. એક ‘તે' જ બાકી રહે છે - ત્વમેવ, ભક્તિનાં ત્રણ સોપાનમાં અનુક્રમે તવાદૃ, તવૈવાર્દ અને છેલ્લે મારું આવે છે. છેલ્લે તું જ તે હું છું'ની સ્થિતિ પ્રગટે છે. પછી દેખતી રીતે ભક્ત સક્રિય લાગતો હોય છે, પણ વાસ્તવમાં તો ભક્તના ખોખામાં ભગવાન જ જાણે જીવતા હોય એટલું અહમૂનું વિલોપન ભક્તિ માગી લે છે. એટલે જ ભક્તિનો માર્ગ કપરો છે. આ બાબત એક કવિએ સરસ વાત કરી છે : “એ અગોચર તત્ત્વ સાથે ક્યાં કશું સંધાય છે ? એક વચન, પહેલો પુરુષ, ત્યાં વચ્ચે આવી જાય છે !” એ અહમૂનો લય તે જ પ્રભુનો જય છે અને તેથી વચલો પડદો ઉઠી જાય છે અને ભક્તનું કશું છાનું રહેતું નથી : તેહથી કહો છાનું કહ્યું, જેને સોંપ્યાં તન-મન-વિત્ત હો” - ઉ. યશોવિજયજી અને આવી કો'ક ક્ષણે ભક્ત અને ભગવાનનું અંગત મિલન રચાય છે અને ત્યારે જે ગોઠડી થાય છે તે તો અંગત રહેતી નથી : “જાને સબ કોઈ.” સ્તવન એટલે ભક્તની ભગવાન સાથેની ગોઠડી. મુનિરાજ શ્રી ભુવનચંદ્રજી મહારાજે સંપાદિત કરેલ શ્રી પાર્શ્વચન્દ્ર સૂરિકૃત સ્તવનચોવીશીનાં સ્તવનોમાંથી પસાર થતી વખતે આવા સુભગ મિલનનાં દર્શન થાય છે. કવિએ પ્રભુ સાથે ગોઠડી માંડી છે ને પછી જાણે આપણી આગળ એની વાત કરે છે : પ્રત્યક્ષ જાણે જિન કુંથુ દીઠા, પદ્માસનિઈ ધ્યાન ધરેવિ બાંઠા; નાશાગ્રિ સમ્યગ્ર નિજદૃષ્ટિ રાખઇ, તિણ હેતિ વાણી વયણિઈ ન ભાખઈ.” - ૧૭૮ પોતાના મનમાં ઘૂંટાતી વ્યથાની વાત - કુગુરુ સંગની દાસ્તાન - તેમના મોઢે વારંવાર આવે છે : ‘મિથ્યાદરિસણ પાપિયઉ એ, ચિત અંતરિ આવી થાપિયઉ એ, તિણિ કુગુરુ-કુદેવિ નમાવિયલ એ, એ પ્રાણી પ્રાણિ ભાવિયલ એ.' - ૨/૫ ‘‘ત્યજી કુગુરુ વલિ સુ ગુરુને સંગિત રાચઉં.” - ૧૦૯ એ જ પ્રમાણે ત્રણ સો ને ત્રેસઠ પાખંડીને પણ એ જ સંદર્ભમાં યાદ કરે છે : ‘ત્રઇસઠિ અધિકા ત્રણિ સય, પાખંડીના ધર્મ, જિનમત લહિ તે જ કરિય, ગુરુ વિણ ન લહ્યઉ મર્મ.” - ૩/૮ ‘‘ત્રિષ્ણિ સય ઇસકિ ચોર, પાખંડી અતિ ઘોર, તાસુ વિઘન સવિ ટાલઇ, નિજ પ્રભુ આદેશ્યલું પાલ.” -પ/૪ તેમ". સમયમાં ગચ્છના ભેદોની જે સ્થિતિ પ્રવર્તતી હતી તેનો સખેદ ઉલ્લેખ કવિ કરે છે અને સાથે આત્મનિવેદન પણ કરે છે : આગમવચન ઉથાપિયઉં, નિયનિય ગચ્છ તિ થાપિયઉં, આપિયઉ કિમ લહઉં દંસણ તાહરઉં એ ? હિવ એ સહૂ આલેઇઇ, સુપ્રસન્ન નયણ નિહાલિયાં, ટાલિયઈ ભવદુહ બંધન માહરઉં એ.” - ૪/૧૧ સ્તવનોનું ભાષાકર્મ પણ સાફ અને સ્વચ્છ છે; અભિવ્યક્તિની કળા પણ આગવી છે. કર્મગ્રન્થના ગહન પદાર્થો ગુજરાતી પદ્યમાં સુગમ રીતે ગૂંથી લેવાયા છે. અહીં તેમનું શાસ્ત્રીય વિષયનું તથા ભાષા પરનું પ્રભુત્વ સ્વયં સ્પષ્ટ જણાઈ આવે છે. અઢારમાં શ્રી અરનાથ ભગવાનના સ્તવનમાં ધર્માધર્મની ચર્ચા નોંધપાત્ર છે, તો વીસમા મુનિસુવ્રતસ્વામી ભગવાનના સ્તવનમાં ગુણસ્થાનકની દષ્ટિએ કરેલું નિરૂપણ પણ, તેઓ આ વિષયમાં કેટલા રમમાણ હશે તેની પ્રતીતિ કરાવે છે. પાર્શ્વનાથ ભગવાનના સ્તવનમાં ચૌદ સ્વપ્નની ગૂંથણી સુંદર કરી છે, જ્યારે ધર્મનાથ પ્રભુના સ્તવનમાં કલ્પસૂત્રગત સંખે ઇવ નિરંજણે' વગેરે ઉપમાઓને સફળપણે ગૂંથી લીધી છે. કવિનો વિદ્યમાનકાળ વિક્રમના સોળમા શતકનો છે. તે સમયે સ્થાનકવાસી સંપ્રદાયની શરૂઆત થઈ ચૂકી હતી. આથી તદ્વિષયક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2