Book Title: Prabandh Chatushtay
Author(s): Ramniklal M Shah
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 111
________________ નુત્તેચીની - શ્રી હરિવલ્લભ ભાયાણી સાથેના નિબંધ વાર્તાવિહારમાં એકવાર શ્રી ભાયાણીએ પ્રસ્તુત પ્રબન્ધસંગ્રહનો ઉલ્લેખ કર્યો, ને એ વાત મેં પકડી લીધી. મારા આગ્રહથી તેમણે રમણીકભાઈ પાસે આ સંગ્રહને “ફાઈનલ ટચ' અપાવ્યો. તેનું પરિણામ એટલે પ્રસ્તુત પુસ્તક. આ પ્રબંધો પ્રેસમાં ગયા પછી, ખરેખર તો તેની બટર કોપી તૈયાર થઈ ગયા પછી, આ જ કૃતિની એક જૂની પ્રતિલિપિ ખંભાતના ભંડારમાંથી મળી આવી. આ મુદ્રણ તો ર.મ.શાહે પાટણના તાડપત્ર ઉપરથી કરેલી નકલના જ માત્ર આધારે થયું છે. અને આની બીજી પ્રતિ ક્યાંય હોવાનું હજુ સુધી કોઇના જાણવામાં પણ નથી આવ્યું. આથી જ, ખંભાતથી મળેલી નકલ કિંમતી લાગી. તેને જોતાં જ ખ્યાલ આવ્યો કે પ્રવધૂતુષ્ટયની જ આ નકલ છે, એટલું જ નહી, પણ તેમાં જ્યાં જ્યાં ત્રુટિત છે, ત્યાં ત્યાં આ નકલમાં પણ તૂટેલું જ છે. આમ છતાં, આ નકલની એક વિશેષતા જોઇ. તે એ કે એમાં પ્રથમ સિદ્ધસેન દિવાકરકથાનક પદ્યાત્મક હતું, પછી આર્યકાલક તથા પાદલિપ્તસૂરિના કથાનકો ગદ્યાત્મક હતાં, અને તે પછી મલ્લવાદીસૂરિ તથા બપભટ્ટસૂરિનાં કથાનકો પુનઃ પદ્યાત્મક હતાં. એમાં પાદલિપ્તસૂરિનું પદ્ય-કથાનક ન હતું, અને કાલકસૂરિનું કથાનક વધુ હતું. આ બન્ને ગદ્ય કથાનકો પૂરા થયા પછી, જ્યાં મલવાદી કથાનકનો આરંભ થાય, ત્યાં સાંપ્રત મgવારિ-ઋથીનમુઘવત એવું શીર્ષક પણ એમાં જોવા મળ્યું. દરમિયાન, ૨.મ.શાહ સાથે થયેલી ચર્ચા મુજબ, પ્રસ્તુત કૃતિના પરિશિષ્ટરૂપે કહાવલિ'(તંભદ્રેશ્વરસૂરિ) ગત, ઉપલબ્ધ ત્રણ આચાર્ય-કથાનકો મૂકવાનાં જ હતાં. એટલે ખંભાતની પ્રતિલિપિમાં મળતાં ગદ્યાત્મક અંશને કહાવલિવાળા ગઘાંશ સાથે સરખાવવાનું બન્યું. તો તલ્લણ સ્પષ્ટ થયું કે એ પ્રતિલિપિમાંનું ગદ્યાત્મક પાદલિપ્તકથાનક “કહાવલિ'માંનું જ છે. એટલે મેં તો મનમાં જાગી તેવી શંકા શ્રીભાયાણી તથા ર.મ.શાહ સમક્ષ વ્યક્ત કરી કે શું આ બધા પ્રબન્ધો, તે “કહાવલિ'ના જ અંશો તો નહિ હોય ? જો કે આ માત્ર અટકળ જ ગણાય, અને એ માટે કોઈ પ્રમાણભૂત આધાર તો નથી જ. કેમકે એક જ કૃતિમાં એકના એક ચરિતો ગદ્યમાં પણ હોય, અને પદ્યમાં પણ મળે, તે કાંઈ શક્ય નથી. છતાં ખંભાતવાળી પ્રતિલિપિ કેટલાક પ્રશ્નાર્થ તો ખડા કરી જ જાય છે. અસ્તુ. આ ચારે પ્રબંધોના નાયકો-આચાર્યોનું ચરિત્ર વર્ણન પ્રભાવક ચરિત્ર આદિ પ્રબંધ-ગ્રંથોમાં પ્રાપ્ત છે. પરંતુ, આ પ્રબન્ધ ચતુષ્ટયની તુલનામાં તે તમામ ગ્રંથો પશ્ચાદવર્તી કે અર્વાચીન છે, તે સ્વયં સ્પષ્ટ છે. તેથી તે દૃષ્ટિએ આ ગ્રંથનું મૂલ્ય વિશેષ ગણાવું જોઈએ. આ ગ્રંથ કહાવલિના અંશરૂપ ન હોય તો પણ, કહાવલિ-ગત ગદ્યાત્મક ચરિતોના પદ્યાત્મક અને વળી થોડા વિકસિત અવતારરૂપે તો તેને સ્વીકારવો પડે. અર્થાત કહાવલિ અને પ્રભાવક ચરિતાદિ એ બે વચ્ચેની સાંકળરૂપે આ ગ્રંથ હોઈ શકે, એમ માનવામાં વાંધો જણાતો નથી. “કહાવલિ' એ અધૂરી અને ભ્રષ્ટ સ્વરૂપમાં મળતી, પ્રાકૃતભાષાની એક ઐતિહાસિક રચના છે, જે અદ્યાવધિ અપ્રગટ જ છે. તેમાંના આ ગ્રંથના વિષય સાથે મેળ ધરાવતા ત્રણ પ્રબંધો આ ગ્રંથમાં પરિશિષ્ટરૂપે પ્રથમવાર પ્રગટ થઈ રહ્યા છે, તે પણ અભ્યાસીઓ માટે ઉપયોગી નીવડે તેમ છે. ] -શીલચન્દ્રવિજય | ખંભાતની પ્રતિલિપિમાં કાલકકથા પણ છે, તે પરિશિષ્ટ-૪ તરીકે ! | અહીં મૂકી છે. સંભવતઃ તે “કહાવલિ' નો અંશ જણાય છે. } Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 109 110 111 112 113 114