Book Title: Pattavali Samucchaya Part 1
Author(s): Darshanvijay, Gyanvijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 5
________________ પ્રકાશકીય દેવાધિદેવ શ્રી તીર્થકર ભગવંતો શાસનની સ્થાપના કરી પોતાની હયાતિ સુધી શાસનનું સંચાલન કરે છે. તેઓશ્રીના નિર્વાણ પછી તેમના પટ્ટધર આચાર્ય ભગવંતો શ્રી જિનશાસનનું સંચાલન કરી શાસનને આગળ વધારે છે. આ રીતે શાસનની પરંપરા ચાલે છે. દેવાધિદેવશ્રી મહાવીર પરમાત્માનું શાસન પણ તેમની પાટે આવતા આચાર્ય ભગવંતો દ્વારા આ જ રીતે અહીં આપણા સુધી આવ્યું છે. પરમાત્માની પાટે આવેલા આચાર્યોની વિગતો પણ પ્રાચીન વિવિધ પટ્ટાવલીઓમાં મળે છે. પૂજ્ય મુનિરાજશ્રી દર્શનવિજયજી મહારાજે પણ આવી તેર પટ્ટાવલીઓને કેટલાક પરિશિષ્ઠો સાથે તૈયાર કરી શ્રી ચારિત્ર સ્મારક ગ્રંથમાળા (વિરમગામ) દ્વારા વિક્રમ સંવત ૧૯૮૬માં પ્રકાશિત કરેલ છે, તેમને પ્રકાશિત કરેલા આ ગ્રંથનું જ અમે પુનઃ પ્રકાશન કરીએ છીએ સાથે સાથે પૂજ્યશ્રીનો ઉપકાર માનીએ છીએ અને પ્રકાશક સંસ્થા પ્રત્યે પણ કૃતજ્ઞતાનો ભાવ પ્રદર્શિત કરીએ છીએ. પ્રસ્તુત ગ્રંથના અધ્યયન વગેરે દ્વારા આપણા પ્રાચીન ઇતિહાસનું અનેક આત્માઓ જ્ઞાન મેળવી પૂર્વજોના ગૌરવોની વૃદ્ધિ કરે એજ શુભેચ્છા.... પ્રાન્ત શ્રુતજ્ઞાનનો વિશેષ લાભ મળતો રહે એજ એક માત્ર શ્રુતાધિષ્ઠાયિકા કવિજનની શ્રી સરસ્વતીદેવીને પુનઃ પુનઃ પ્રાર્થના. લી. શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ વતી ટ્રસ્ટીઓ ચંદ્રકુમાર બાબુભાઈ જરીવાળા લલિતકુમાર રતનચંદ કોઠારી નવિનચંદ્ર ભગવાનદાસ શાહ પુંડરીકભાઈ અંબાલાલ શાહ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 274