________________
૧૫૬ શ્રો ગતમ વામને નમ:
શ્રી જૈન સાહિત્યવર્ધકસભાઃ
સ્થાપના: સંવત ૧૯૯૫ના ભાદરવા શુદિ ૨, (બીજ)ને શુક્રવારે
આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયામૃતસૂરીશ્વરજી મહારાજશ્રીના ઉપદેશથી આ સભા શેઠ નેમુભાઇની વાડીના ઉપાશ્રયમાં
સ્થાપવામાં આવી છે. ઉદ્દેશ: પૂર્વાચાર્ય કૃત તેમજ નવીન ન્યાય વ્યાકરણ સાહિત્ય વિગેરે
વિષયક ગ્રન્થો તેમજ તેના પર વ્યાખ્યાઓનું પ્રકાશન કરવું તેમજ જ્ઞાન વૃદ્ધિના સાધનોમાં યથાશક્તિ ઉદ્યમવંત રહેવું.
પ્રકાશન વિભાગના નિયમો. ૧. પેટા વિભાગ તરીકે જુદા જુદા નામની ગ્રન્થમાલાઓ છાપી શકાશે. ૨. ગ્રન્થમાલા માટે તે નિમિત્તે એકત્ર કરવામાં આવેલ ફંડ ખર્ચવામાં
આવશે. ૩. ગ્રન્થમાલાના પ્રેરકની આજ્ઞા અનુસાર કાર્ય કરવામાં આવશે. ૪. ગ્રન્થના સંશોધક મુનિ મહારાજને પચાસ કેપીઓ ભેટ આપવામાં
આવશે. ૫. તે ગ્રન્થની વિશેષ નકલ ૫૦; તેમની ઈચ્છા મુજબ અથવા સભા સ્વતંત્ર અન્ય ખપી જેને ભેટ આપી શકશે.
સભાના નિયમ ૧. સંસ્થાના નાણા બેંકમાં કમીટી પૈકીમાંના ચાર ગ્રહસ્થાને નામે રહેશે. ૨. તેઓમાંના બેની સહીથી બેંકમાંથી નાણું ઉપાડી શકાશે. ૩. કાર્યવાહક મંડળમાં એક ટ્રેઝરર અને બે સેક્રેટરીઓ રાખવામાં આવશે. ૪. કંડને હિસાબ સેક્રેટરી તરફથી કમીટીમાં પાસ કરાવવામાં આવશે. ૫. વ્યવસ્થાપક કમીટીની નિમણુંક ત્રણ વર્ષ માટે કરવામાં આવે
છે. અને પછીથી ફરીથી નિમણુંક કરવામાં આવશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
WWW.umaragyanbhandar.com