Book Title: Param Yogi Shrimad Rajendrasuriji Author(s): Jayantvijay Publisher: Z_Rajendrasuri_Janma_Sardh_Shatabdi_Granth_012039.pdf View full book textPage 4
________________ જેને બૃહદ્ વિશ્વકોશના નામથી જાણે છે સહુ. એનું નામ છે “અભિધાન રાજેન્દ્ર” કોષ એક નહિ, સાત ભાગમાં વહેંચાયેલ છે. વિશાળકાય આ ગ્રન્થરાજને દેખતાં જ એમની શકિતની અભિવ્યકિત અને જ્ઞાનનાં દર્શન થાય છે. ન્યાય, દર્શન, જયોતિષ, તર્ક, ધર્મ, સાહિત્ય, અલંકાર, વૈદક ઈત્યાદિ વિષયક પ્રમાણો આ ગ્રન્થસાગરમાંથી ઉપલબ્ધ થાય છે. | શબ્દ, વ્યુત્પત્તિ અને લિંગભેદના સાથે તે કયા ઠેકાણે કયારે શું અર્થમાં વપરાયો છે તેનું સ્પષ્ટ વર્ણન આ ગ્રન્થરાજમાં દેખી શકાય છે. એ સાહિત્ય સાધકે “પ્રાકૃત વ્યાકૃતિ' શ્લોકબદ્ધ તૈયાર ક્રીને ઘણી જ સુલભ રીતે પ્રાકૃતનું જ્ઞાન પ્રાપ્ત કરવામાં મહત્ત્વપૂર્ણ સહાય કરાવી જૈન સંઘને ઍપાવવા એ કાંઈ સાધારણ બિના કહેવાય ? આવી તે કેટલીએ વાતે એ ગુર દેવના જીવનમાંથી મળી શકે છે. ' કયાંકથી એવો સૂર આવતો અલ્યા એ ! નથી સાંભળ્યું કે ધ્યાન યોગના બળે ભવિષ્યના ગર્ભમાં રહેલું પણ કહે છે એ ગુરુ દેવ ! ઉત્તર વાળનાર કહેતા હા, ભાઈ હા ! એ કેમ ભૂલી શકાય ? 19 દિવસ અગાઉ કુક્ષીમાં અગ્નિ પ્રકોપ થશે અને એને પ્રારંભ ગંગારામ બ્રાહ્મણના ઘરથી થશે. ગુર દેવની આ વાત સાચી પડી. આવી વાત કહેવી એ કંઈ મામુલી વાત કહેવાય ? આમ તે ઘણી વાતો જાણવા મળે છે. એમના જીવનની. કેમ ભલા! અમદાવાદમાં વાઘણ પોળના શ્રી મહાવીર સ્વામી ભગવાનની પ્રતિષ્ઠા વખતે પણ એ પૂજ્યશ્રીએ જ સૂચન કરેલ કે જે પાછળથી સત્ય થયું. આમ દિવસે દિવસે એ શુદ્ધ ક્રિયાપાલક, સન્માર્ગના ઉપદેશક, સદ્ગુરુદેવની ગુણ ગિરિમાં સર્વત્ર મહેકી ઊઠી. ચંદ્રકળાની જેમ કીર્તિ પ્રસરવા માંડી. સમુદ્રની ગંભીરતાનાં એમનામાં દર્શન થવા માંડયા. એક તરફ સુપ્ત સમાજમાં ક્રાન્તિ અને બીજી તરફ શિથિલાચારનું ઉમૂલન ! હચમચાવી મૂકે એવી પરીક્ષાની પળે પણ એ અડગ રહ્યા સૂરિદેવ ! શું ઝંઝાવાત મેરૂ પર્વતને કયારે ડોલાવી શક્યો છે? શું પોતાના દંતશૂળથી હાથી પહાડને હલાવી શકયો છે? શું વાદળે આડા આવીને પણ સૂર્યની તેજસ્વીતાને ઢાંકી શક્યાં છે? “કર્તવ્યને આનંદ જેને હૃદય ઓસરતો નથી. કર્તવ્ય પંથે ચાલતાં જે ઠોકરો ગણતો નથી. કલ્યાણ જગનું એ છે જેના સૌખ્યની પારાશિશિ એ વિભુતિ વંદનીય દર્શનીય દિન નિશિ.” પરિષહો અને ઉપસર્ગો આવતા રહ્યા પરંતુ અંતે યોગીરાજના સામે પરાસ્ત થવું પડયું એમને ! જેઓ નિરત રહૃાા પિતાની સાધનામાં, જે સાધનામાં રત રહે એને સિદ્ધિ મળે જ છે. પરંતુ સાધકે સિદ્ધિની ઉત્સુકતા છોડીને સાધનામાં રત રહેવું જોઈએ.. પૂજયપાદ ગુરુદેવ શ્રીમવિજય રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજ અપૂર્વ સાધક હતા. જે કલાકો સુધી ધ્યાનમાં મગ્ન રહી આત્મચિંતનમાં ગરકાવ થઈ જતા હતા. - સખત ઠંડી અને પ્રચંડ ગરમીમાં દેહાધ્યાસથી મુકત થઈ આત્માભિમુખ થવાનું એમનું ધ્યેય હતું! એ અજોડ સાહિત્યકાર હતા! એમના વિશાળકાય ગ્રન્થોને ભારતીય અને પાશ્ચાત્ય વિદ્રાને ઘણા જ આદરથી સ્વીકારે છે અને આવા સાહિત્યકારની મુકત કંઠે પ્રશંસા કરે છે. એટલું જ નહિ એમને નમી પડે છે. એમની કૃતિઓમાં પ્રમુખ રૂપે પ્રસિદ્ધ છે, “કલપસૂત્રાર્થ પ્રબોધિની' સંસ્કૃત ટીકા અને કલ્પસૂત્ર બાલાવબંધની સરસ પ્રાસાદી આપીને મહાનતમ કાર્ય કર્યું છે એ ક્ષેત્રમાં. એમના ઉપદેશમાં સ્વાવલંબી રહેવાને અને આત્માભિમુખ થવાનો હંમેશા ઝંકાર રહેતો. એ અપૂર્વ ત્યાગી હતા. શ્રમમાં જીવનના નિયમોને અટલપણે સાચવવા અને એના માટે કંઈ પણ ત્યાગ કરવો પડે તો તે માટે તત્પર રહેવું એમનો મુદ્રાલેખ હતો. પિતાની વાત જ સાચી છે એ દુરાગ્રહ એમના જીવનને સ્પર્યો નહોતે ! વીતરાગના વચનોમાં સંગત થાય એવો જ એમને ઉપદેશ હતો. એમની વ્યાખ્યાન પદ્ધતિ ખરેખર અદ્રિતીય જ હતી. કુક્ષીના ચાતુર્માસ દરમ્યાન 45 જેનાગમ વ્યાખ્યાનમાં સંભળાવેલ, જે એમની પ્રખરતાનો પરિચય આપે છે. વિવિધ પ્રકારી આરાધનાઓ દ્વારા પોતાના જીવનને સમુજજવલ કરતા એ પૂજય ગુરુદેવશ્રીને સં. ૧૯૬૩ના પિષ સુદિ 9ના દિવસે રાજગઢ (મધ્યપ્રદેશ)માં સ્વર્ગવાસ થયો. પુણ્યભૂમિ શ્રી મેહન ખેડા તીર્થભૂમિ બની ગઈ જયાં ગુરુદેવશ્રીને અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો. અંધકારને દૂર કરનાર દિવાકર અસ્ત થઇ ગયો એ ગયા પણ તત્ત્વનું પાન કરાવી ગયા અજ્ઞાનનું ભાન કરાવી ગયા. ભૂલેલાની શાન ઠેકાણે લાવી ગયા. વીતરાગના માર્ગને સમજાવી ગયા. એ ગયા છતાં એમની જયોતિ કાયમ રહી. એમના કરેલા પુનીત કાર્યો અમર રહા. છે, અને રહેશે. 'એ વિશ્વવંદ્ય, વિરલ વિભુતિ, પરમ યોગી પરમ જ્ઞાની પ્રતિક્ષણાનુંસ્મરણીય પૂજય ગુરુદેવ પ્રભુ શ્રીમદ્વિજય રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજને ભાવ ભકિતભર્યા હૈયે આ પુષ્પાંજલી સાદર સમપિત કરી શત શત વંદન કરીએ રાજેન્દ્ર જયોતિ Jain Education Intemational Jain Education interational For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4