Book Title: Param Yogi Shrimad Rajendrasuriji
Author(s): Jayantvijay
Publisher: Z_Rajendrasuri_Janma_Sardh_Shatabdi_Granth_012039.pdf

View full book text
Previous | Next

Page 1
________________ પરમ રોગી શ્રીમદ્વિજય રાજેન્દ્રસૂરિજી મ. આવો ! આજ દેખીએ જીવની પરમ પૂજય કૃપાળુ ગુરુદેવશ્રીની. એમનું નામ પ્રસિદ્ધ છે વિશ્વ આખાયમાં. એમણે કર્યા છે ભગીરથ કામ પૃથ્વીના પાટલે. જેવું નામ તેવાં કામ. પાછળથી નહિ પરંતુ પ્રારંભથી જ. જન્મના સાથે જ મળ્યા આદર્શ સંસ્કાર, અને મળ્યાં સંસ્કાર સિંચન કરનાર માતાપિતા. ભરતપુર શહેર આજ પણ પ્રસિદ્ધ છે. રાજસ્થાનનું ગૌરવવંતુ એ ધામ. ત્યાં રહે શેઠ “ષભદાસ.” દેવગુરુ ભકિતકારક અને ધર્મધ્યાની. ભાર્યા હતા તેમની સુગુણવતી કેશરદેવી.' શીલાદિ ગુણો વડે પરિમલ પ્રસારનારી. શ્રેષ્ઠિ દંપતીને જીવન સંસાર હત સહુ કોઈને અનુકરણીય. બધુંય હોવા છતાં વિરકત ભાવના. હામ, દામ અને દામ હતાં તે પણ જીવનની સાચી સફળતા કરવાની ઝંખનાવાળા હતાં. અઢારસો ત્યાસીની સાલ. પિષ સુદિ ૬ની રાત્રિ અને સાતમનું પરોઢિયું. ભાગ્યશાળીના ઘરે જ રત્નનો આવિર્ભાવ થાય. બધા ય પહાડોમાં કંઈ માણિકય રત્ન હોતાં નથી. બધા ય હાથીઓના ગંડસ્થળમાં કંઈ મૌકિકો હતા નથી? કમળ કંઈ બધા ય સરોવરમાં ઊગતાં નથી. એવી જ રીતે, શ્રેષ્ઠિ ક્ષભદાસના ગૃહાંગણે, શુભ દિવસે અર્ધાગના કેશરદેવીએ રત્નપુંજ સમા પુત્રરત્નને જન્મ આપ્યો. જાણે રત્ન જ ન મળ્યું હોય પોતાને, પરિવારના લોકોએ નામ પણ એ જ આપ્યું રત્નરાજ. રત્નરાજ યોગ્ય લાલન પાલનમાં વૃદ્ધિ પામતા ગયા, પાઠશાળામાં પ્રવેશ કરાવ્યો. વ્યવહારિકના સાથે ધાર્મિક અધ્યયન તરફની રુચિ વિશેષ. એટલે ધાર્મિક અધ્યયનમાં પ્રગતિ કરી અને ટૂંક સમયમાં જ પ્રકરણ અને તાત્ત્વિક ગ્રન્થનું અધ્યયન કરી લીધું. વડીલ ભાઈ માણેકચંદ હતા. માતા પિતાની આજ્ઞા લઈ બન્ને ભાઈ ગયા ધુલેવાની યાત્રા કરવા માટે. ઉંમર અલ્પ છતાં શકિત ઘણી. પુદ્ગલ નાનું હતું છતાં માનસ વિકસ્વર થયેલ હતું. પગપાળા જવાનું છતાં રત્નરાજ હિમત ન હાર્યા. શાના હારે? હજુ તો ઘણું કરવાનું હતું. ગયા સંકુશળ કેશિરિયાજી, કરી યાત્રા અને થયા ધન્ય ! પાછા ફરતાં રસ્તામાં રોમાંચક અને ભયજનક પ્રસંગ દેખાયો. જયપુર પાસે “અંબર” એવું ગામ. ત્યાં વસતા શેઠ કહૈયાલાલજી એમનું નામ. પિતાની એકની એક પુત્રી. સહકુટુંબ આવેલા યાત્રા કરવા, [] પૂ. મુનિશ્રી જયન્તવિજય “મધુકર” મ. પાછા વળતાં ઘેરી લીધા એમને ભીલ લોકોએ. - આશાભરી યુવતીને ભીલો પજવવા માંડયા. ઘણી દયનીય સ્થિતિ, છતાં આવા ભયંકર વનપ્રદેશમાં સહાયક કોણ? રત્નરાજ આવી રહ્યા હતા, એમનાથી આ ન દેખી શકાયું. કર્મોને હરાવવા વીરના પંથે વિચરવાની કામનાવાળા બાલવીરથી આ સહન ન થયું! મટાભાઈની આજ્ઞા લીધી અને નિર્દયી, પજવનારા ભીલ સામે મેદાને પડયા. બાલ્યવય છતાં પોતાના પરાક્રમે ભીલને ભગાડયાં અને શેઠને શાંત્વના આપી. શેઠ પણ હવે એક વાત ઉપર આવ્યા. જે પુત્રીને તમે બચાવી એનું વેવિશાળ પણ હવે તમારા સાથે જ કરવું છે. તેને સ્વીકાર કરો! ત્યાગના પંથે વિચરનારને ક્યાં આવી ખપ હતી. સમજાવીને આગળ વધ્યા, હેમખેમ ઘેર પહોંચ્યા, પોતાના પુત્રના સાહસની વાતથી માતાપિતા પ્રસન્ન થયાં. હજુ બાકી હતું ઘણું. વડીલભાઈના સાથે ધંધાર્થે સિંહલદ્વીપ (સિલેન) ગયા. તેમનું મન આ માર્ગ હતું જ નહિ અને એટલે જ ત્યાંથી કલકત્તા આવ્યા. થોડો સમય વ્યતીત કરી ત્યાંથી સીધા ઘેર પહોંચ્યા. અને માતાપિતાએ ક્રમશ: મહાપ્રયાણ કરી દીધું. ભારેલા અગ્નિ પ્રગટ થઈ જાય હવાના ઝપાટામાં જેમ તેમ રત્નરાજને વૈરાગ્ય - ભાવ જાગૃત થઈ ગયો. વૈરાગ્યના બીજને વિકસાવનારા અને સિચન કરનારા શ્રીપૂજ્ય શ્રીપ્રમેદસૂરિજી પધાર્યા ભરતપુરમાં. ઉપદેશામૃતનું પાન કરી લુપ્ત થયા. મેઘગર્જનાથી મયુર નાચવા માંડે તેમ વીતરાગવાણી સાંભળીને રતનરાજને મન-મયૂર પ્રફુલ્લ થઈ ગયો. - માતાપિતાના દેહોત્સર્ગ પછી ભગવાન મહાવીર સ્વામીએ જેમ નંદીવર્ધન ભાઈની આશા લઈને સંયમ સ્વીકાર્યું તેમ વડીલભાઈ શ્રી માણેકચંદની આજ્ઞા લીધી અને સં. ૧૯૦૩ માં ઉદયપુરના આંગણે ચારિત્રરત્નને સ્વીકાર્યું. પ્રારંભમાં સાનિધ્ય મળ્યું યતિશ્રી હેમવિજ્યજી મહારાજનું જયજયકાર કરી દીધો જનસમુદાયે. જ્યજયકારથી ભરી દીધું નમંડળ. નવદીક્ષિત રત્નરાજ હવે થઈ ગયા, ‘મુનિ રત્નવિજ્ય. કાળનું કામ કાળ કર્યો જતો હતો. અને વહો જતો હતો પૂરવેગમાં વહેતી વર્ષાકાળની સરિતાના જેમ. મુનિશ્રી પોતાનું જ્ઞાન સંપાદન કરવા પાછળ દત્તચિત્ત થઈ ગયા હતા. વ્યાકરણ, કાવ્ય, અલંકાર ! ન્યાય, દર્શન, જયોતિષ ! વૈદક, કોષ અને આગમ! રાજેન્દ્ર જ્યોતિ વી. નિ. સં. ૨૫૦૩ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4