Book Title: Panchang Parivartan Author(s): Shilchandrasuri Publisher: Z_Vijaynandansuri_Smarak_Granth_012053_HR.pdf View full book textPage 2
________________ [૧૧૮] આ. વિ.નંદનસૂરિ-સ્મારકગ્રંથ માધ્યમ હતું. પણ, આ પક્ષમાં પણ અમુક તો એવાં હતાં, જેને આવી પત્રિકાબાજીમાં રસ હતે. આનાથી શ્રી વિજયનન્દનસૂરિજી નારાજ હતા. એક વાર તે એમણે એક પત્રમાં લખેલું પણ ખરું? “ખરી રીતે સામા પક્ષની સામે ચેલેન્જ, ચર્ચા કે જવાબ, હાલ કાંઈ પણ કરવાની ઉતાવળ ન કરવી, મને વ્યાજબી લાગે છે. નિવેદન કે લખાણ સામાનાં થવા દેવાં. તેઓને એટલાથી સંતોષ માનવા દેવો. સામાનું લખાણ માત્ર વાંચી જવાબની ઉતાવળ કરવી ઠીક નથી લાગતી. લખાણની પાછળ સામાનું હૃદય કેટલું બેસી ગયું જણાય છે તેમ જ લખાણમાં કેટલી પોલિસી છે, તે જ પહેલું બરાબર વિચારવું જોઈએ. જ્યાં સરળતાને અંશ નથી, તેમ શાસનની સાચી ધગશ નથી, ત્યાં તેની સામે ચેલેન્જ કે ચર્ચાને અર્થ શું ? પણ ઉતાવળિયા સ્વભાવનું ઔષધ શું ?” પત્રિકા ને લખાણથી તેઓ કેટલા નારાજ હતા, તે આ પરથી પણ સમજાય છે. પણ, છેડા જ સમયમાં સામા પક્ષના એક ખાસ વળે એકદમ નવો વળાંક લીધો. બાર પર્વતિથિ અંગેની નવી પ્રણાલિકા મૂકી દેવાની વાત એ વર્તુળ શરૂ કરી. આનું પણ કારણ હતું ? હજુ હમણાં જ સમેલનનો બનાવ દાખલારૂપ બન્યો હતો. ને એ પછી થોડા જ સમયમાં સંવત્સરીને પ્રશ્ન આવતો હતો. એ સંવત્સરીમાં સામો પક્ષ તપાગચ્છથી સાવ અલાયદો પડી જવાનો હતો. આ નવા પક્ષે માત્ર ૧૫ ટકા જેટલું જ વર્ગ હતો; જ્યારે જૂના પક્ષે ૮૫ ટકા જેટલો વર્ગ રહેતો હતો. આ સ્થિતિમાં જે સામો નવો પક્ષ જુદી સંવત્સરી કરે, તો સર્વત્ર સર્વ લોકોને થઈ જ જાય કે, “આ લોકો જ સંઘની એકતામાં બાધક છે. અને આ લોકોના કારણે જ વિ. સં. ૨૦૧૪ના સંમેલન પહેલાં, સંમેલનમાં અને તે પછી પણ સંઘમાં કલેશ થયા કરે છે.” આમ ન થાય, એ હેતુથી એ વસ્તુ છે આ વળાંક લેવાનું સાહસ કરેલું. પણ એ એને માટે દુસ્સાહસ કર્યું. સામા પક્ષનાં જ બળવાન પરિબળોએ એ વર્તુળને ને વળાંક લેતાં અટકવાની ફરજ પાડી. આથી સામા પક્ષમાં તિથિપ્રશ્ન આન્તરિક ઘર્ષણ શરૂ થયું. આ પછી આચાર્ય વિજયપ્રેમસૂરિજીએ એકતા માટે સંઘમાન્ય પંચાંગનું પરિવર્તન કરવાને નવો વિચાર વહેતો મૂક્યો. એમના આ વિચારથી શ્રી વિજયનંદનસૂરિજીને વાકેફ કરવા માટે પં. શ્રી મફતલાલ ઝવેરચંદે એમને લખ્યું : બધા વમળો પૂરા થયા પછી આ એક નવી વાત છે અને તે આપના અભિપ્રાય ઉપર અવલંબે છે. પ્રેમસૂરિજી રામસૂરિજી બારપવી ન છોડે તે ઉપવાસ ઉપર ઊતરવા તૈયાર થયા છે, આનું પરિણામ એ આવવાનું કે બારપવ તે બધા છેડે અને આપણને બુધવાર માટે આગ્રહ થશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5