Page #1
--------------------------------------------------------------------------
________________
૩૪
પંચાંગ-પરિવર્તન સમેલનની સમાપ્તિ થઈ તે ખરી, પણ એ પછી પુનઃ પત્રિકાબાજી શરૂ થઈ ગઈ. સામે પક્ષ તે લખાણ અને પત્રિકાને જે જ ઝઝુમતે હતે. એનું એ પ્રબળ પ્રચાર
Page #2
--------------------------------------------------------------------------
________________
[૧૧૮]
આ. વિ.નંદનસૂરિ-સ્મારકગ્રંથ માધ્યમ હતું. પણ, આ પક્ષમાં પણ અમુક તો એવાં હતાં, જેને આવી પત્રિકાબાજીમાં રસ હતે. આનાથી શ્રી વિજયનન્દનસૂરિજી નારાજ હતા. એક વાર તે એમણે એક પત્રમાં લખેલું પણ ખરું?
“ખરી રીતે સામા પક્ષની સામે ચેલેન્જ, ચર્ચા કે જવાબ, હાલ કાંઈ પણ કરવાની ઉતાવળ ન કરવી, મને વ્યાજબી લાગે છે. નિવેદન કે લખાણ સામાનાં થવા દેવાં. તેઓને એટલાથી સંતોષ માનવા દેવો. સામાનું લખાણ માત્ર વાંચી જવાબની ઉતાવળ કરવી ઠીક નથી લાગતી. લખાણની પાછળ સામાનું હૃદય કેટલું બેસી ગયું જણાય છે તેમ જ લખાણમાં કેટલી પોલિસી છે, તે જ પહેલું બરાબર વિચારવું જોઈએ. જ્યાં સરળતાને અંશ નથી, તેમ શાસનની સાચી ધગશ નથી, ત્યાં તેની સામે ચેલેન્જ કે ચર્ચાને અર્થ શું ? પણ ઉતાવળિયા સ્વભાવનું ઔષધ શું ?”
પત્રિકા ને લખાણથી તેઓ કેટલા નારાજ હતા, તે આ પરથી પણ સમજાય છે.
પણ, છેડા જ સમયમાં સામા પક્ષના એક ખાસ વળે એકદમ નવો વળાંક લીધો. બાર પર્વતિથિ અંગેની નવી પ્રણાલિકા મૂકી દેવાની વાત એ વર્તુળ શરૂ કરી. આનું પણ કારણ હતું ? હજુ હમણાં જ સમેલનનો બનાવ દાખલારૂપ બન્યો હતો. ને એ પછી થોડા જ સમયમાં સંવત્સરીને પ્રશ્ન આવતો હતો. એ સંવત્સરીમાં સામો પક્ષ તપાગચ્છથી સાવ અલાયદો પડી જવાનો હતો. આ નવા પક્ષે માત્ર ૧૫ ટકા જેટલું જ વર્ગ હતો; જ્યારે જૂના પક્ષે ૮૫ ટકા જેટલો વર્ગ રહેતો હતો. આ સ્થિતિમાં જે સામો નવો પક્ષ જુદી સંવત્સરી કરે, તો સર્વત્ર સર્વ લોકોને થઈ જ જાય કે, “આ લોકો જ સંઘની એકતામાં બાધક છે. અને આ લોકોના કારણે જ વિ. સં. ૨૦૧૪ના સંમેલન પહેલાં, સંમેલનમાં અને તે પછી પણ સંઘમાં કલેશ થયા કરે છે.” આમ ન થાય, એ હેતુથી એ વસ્તુ છે આ વળાંક લેવાનું સાહસ કરેલું. પણ એ એને માટે દુસ્સાહસ કર્યું. સામા પક્ષનાં જ બળવાન પરિબળોએ એ વર્તુળને ને વળાંક લેતાં અટકવાની ફરજ પાડી. આથી સામા પક્ષમાં તિથિપ્રશ્ન આન્તરિક ઘર્ષણ શરૂ થયું.
આ પછી આચાર્ય વિજયપ્રેમસૂરિજીએ એકતા માટે સંઘમાન્ય પંચાંગનું પરિવર્તન કરવાને નવો વિચાર વહેતો મૂક્યો.
એમના આ વિચારથી શ્રી વિજયનંદનસૂરિજીને વાકેફ કરવા માટે પં. શ્રી મફતલાલ ઝવેરચંદે એમને લખ્યું :
બધા વમળો પૂરા થયા પછી આ એક નવી વાત છે અને તે આપના અભિપ્રાય ઉપર અવલંબે છે.
પ્રેમસૂરિજી રામસૂરિજી બારપવી ન છોડે તે ઉપવાસ ઉપર ઊતરવા તૈયાર થયા છે, આનું પરિણામ એ આવવાનું કે બારપવ તે બધા છેડે અને આપણને બુધવાર માટે આગ્રહ થશે.
Page #3
--------------------------------------------------------------------------
________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
[૧૧૮] પરંતુ આ વાતમાં મેં કહ્યું કે પ્રત્યક્ષ પંચાંગનો આશરો લે તે આ પંચાંગ જૈન સંઘ સદા માટે સ્વીકારે અને તે રીતે આ સાલ મંગળવારી સંવછરી બધા કરે. આ માટે એમણે રામચંદ્રસૂરિજીને પૂછી જોયું પણ તે તેને નથી ગમ્યું.
પરંતુ તે પિત-પ્રેમસૂરિ-તે માટે તૈયાર થયા છે. તેમનું કહેવું એવું છે કે અમદાવાદના મુખ્ય મુખ્ય આચાર્યોને ડહેલે કે બીજે કસ્તુરભાઈ “ભેગા કરે અને કહે કે પ્રત્યક્ષ પંચાંગ સ્વીકારી મંગળવારી બધા કરે.” આપણે અને પ્રેમસૂરિએ તુર્ત કબૂલ કરવું, શમસૂરિજીને સમજાવવા પ્રયત્ન થાય. ન માને તે તેને દબાવવા પ્રેમસૂરિ ઉપવાસ ઉપર ઊતરે, અગર છેવટે તેને મૂકી દઈને પણ પ્રેમસૂરિ બધી રીતે આપણામાં બારપવી અને સંવછરીમાં જોડાઈ જાય આ ગણત્રી છે.
આ વાત પૂ. આ. ઉદયસૂરિજી મહારાજ, પૂ. ચંદ્રસાગરસૂરિ મહારાજ અને ડહેલાને પૂછી, પણ તે બધાને નિર્ણય આપના ઉપર અવલંબે છે.”
આ જ મતલબનો એક પત્ર શ્રી પુણ્યવિજયજીએ પણ શ્રી વિજયનંદનસૂરિજીને લખ્યો.
પં. મફતલાલ, શ્રી પુણ્યવિજ્યજી વગેરેના પત્રોના ઉત્તરમાં શ્રી વિજયનંદસૂરિજીએ જણાવ્યું : પ્રેમસૂરિજીની મંગળવારની આ નવી ભાંજગડમાં પડવાની અમારી સલાહ નથી. પહેલાં સિદ્ધિસૂરિજી, લબ્ધિસૂરિજી, પ્રેમસૂરિજી અને રામચંદ્રસૂરિજી–આ ચારેની બાર પર્વતિથિની પ્રણાલિકાને સ્વીકારવાની લેખિત કબૂલાત લેવી જોઈએ, પછી જ આવી કોઈ પણ ભાંજગડમાં ભાગ લે વ્યાજબી છે.”
આ વાતના અનુસંધાનમાં એમણે સત ફૂલચંદ છગનલાલ પરના પિતાના પત્રમાં પણ લખ્યું કે “આપણે તે સામા પક્ષની પાસે મંગળવાર કરાવવાની પણ આશા કે ઈચ્છા રાખવાની જરૂર નથી. તેઓને તિથિ કે સંવછરી જે રીતે કરવી હોય તે રીતે ભલે કરે, આપણને હવે શાંતિથી મંગળવારની સંવછરી કરવા દે, એટલું જ બસ છે.”
શ્રી વિજયનંદનસૂરિજીની અંગત માન્યતા આવી હતી : “આપણા પક્ષમાં તે સર્વસમ્મતિએ મંગળવારે સંવત્સરી કરવાની નકકી જ છે. તે પછી સામા પક્ષ ખાતર પંચાગ પરિવર્તન કરવાની શી જરૂર છે? એમને ઉચિત લાગતું હોય તો એ લોકો ભલે મંગળવાર કરે. પણ એ લે કે મંગળવાર કરે, એ માટે આપણે જેન સંઘના તમામ ગરને સર્વમાન્ય ચંડૂ પંચાંગને ત્યાગ કરીને માત્ર તપાગચ્છમાં જ સ્વીકાર્ય બની શકે એવું નવું પંચાંગ માનવું, બિલકુલ ઉચિત નથી. હા, સામે પક્ષ બારપર્ધીની નવી પ્રણાલિકા છોડવાનું જાહેર કરે તો કોઈ પણ બાબતને વિચાર કરીએ. પણ તેવું તે છે નહિ. પછી શા માટે પંચાંગની બાબતમાં એમને ખાતર સર્વ ગરોથી જુદા પડવું ?”
પણ ભાવી જુદું જ હતું. સામા પક્ષની વારંવારની ઉદીરણાથી પ્રેરાયેલા મુંબઈ
Page #4
--------------------------------------------------------------------------
________________
[૧૨૦]
આવિનદનસૂરિ સ્મારક તથા અમદાવાદના આગેવાન શ્રાવકોના સૂચનને માન આપીને શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ એ શ્રીસંઘ વતી આ પ્રશ્નની જવાબદારી લીધી. તેઓ બાર તિથિ અને સંવત્સરી, બને પ્રશ્નનું એકીસાથે સમાધાન થાય એ હેતુથી દરેક આચાર્યોને મલ્યા, વિનંતિ કરી. પણ છેવટે બાર તિથિની વાત ભવિષ્ય ઉપર છોડીને સંવત્સરીની એકતા કરવાને એમણે નિર્ણય કર્યો. એ માટે સંઘમાન્ય ચંડૂ પંચાંગના પરિવર્તનનો વિચાર બધા આચાર્યો પાસે મૂક્યું. સામા પક્ષને તે “ભાવતું તું ને વૈદે કહ્યા જેવું જ હતું! પણ આ પક્ષના આચાર્યોએ પણ “શેઠે ઉપાડયું છે, અને સંઘની એકતા ખાતર થાય છે એમ વિચારીને એ વિચારને સંમતિ આપી. સૂરિસમ્રાટના સમુદાય વતી શ્રી વિજયસૂરિજી મહારાજ તથા શ્રી વિજયનદનસૂરિજીએ પણ, પિતાની સચોટ માન્યતાને આગ્રહ ન રાખતાં, સમ્મતિ આપી.
આ બાબતમાં સમ્મતિ મંગાવતો શેઠને પત્ર આવ્યા, ત્યારે તેના જવાબમાં શ્રી વિજ્યનંદનસૂરિજીએ લખ્યું:
શ્રી પર્યુષણ પર્વના પ્રશ્નને પૂ. આચાર્ય મહારાજાઓ સાથે ચર્ચા કરી ઉકેલ લાવવાની અને સકલ શ્રીસંઘમાં એકસાથે પર્યુષણ પર્વની આરાધના કરાવવાની તમારી ઉત્તમ ભાવના જાણી ખૂબ જ અનુમોદના સાથે સંતોષ થયો છે. અને તે કાર્યની સફલતા માટે અમારા સહકાર અને આશીર્વચનની અપેક્ષા જણવી, તે ત્યાં અમદાવાદ બિરાજતા પરમ પૂજ્ય પરમોપકારી પૂજ્યપાદ અમારા ગુરુમહારાજશ્રીજી વિજયદયસૂરીશ્વરજી મહારાજ સાહેબને જે સહકાર અને તેઓશ્રીજીનું જે આશીર્વચન, તેમાં જ સંપૂર્ણ રીતે અમારે સમાવેશ આવી જાય છે. છતાં તમે તમારા પૂર્ણ વિવેકભર્યા વલણને અનુસરી અમારી ઉપર પણ પત્ર લખ્યો છે, તેના જવાબમાં – : - “ જ્યારે ભારતના તમામ તપગચ્છ શ્રી ચતુર્વિધ સંઘને આ સંવત્સરી મહાપર્વની આરાધનાને પ્રશ્ન છે, અને આખાય તપાગચ્છીય શ્રીસંઘમાં એક જ દિવસે એક જ સરખી સંવછરીની આરાધનાની વિચારણા કરાય છે, અને એ રીતે આખાય તપાગચ્છ શ્રીસંઘમાં એકતા અને શાંતિ સ્થાપવા તમે તથા અમદાવાદને શ્રીસંઘ આ પ્રશ્ન હાથ ધરે છે, ત્યારે તે બાબતમાં અમદાવાદને શ્રીસંઘ જે નિર્ણય જાહેર કરશે, તેમાં અમારે પૂરો સહકાર છે, અને અમારી સમ્મતિ છે.”
આ પછી દ્વિતીય શ્રાવણ વદિ ૭ ને ગુરુવારે (તા. ૭-૮-૫૮) શ્રીસંઘ ભેગે કરીને શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈએ સર્વાનુમતે ઠરાવ પસાર કર્યો કે—
શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાગચ્છીય શ્રીસંઘે અત્યાર સુધી પંચાંગ તરીકે ચંડાશુ ચંડુ પંચાંગનો ઉપયોગ કર્યો છે. પણ આજથી એ પંચાંગની જગ્યાએ જન્મભૂમિ પ્રત્યક્ષ પંચાંગને ઉપયોગ કરવા આપણુ શ્રી તપાગરછીય આચાર્ય મહારાજે આદિએ
Page #5
--------------------------------------------------------------------------
________________ વાત્સલ્યનિધિ સંઘનાયક [11] સર્વસમ્મત નિર્ણય કર્યો છે. શ્રી રાજનગર જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાછીય શ્રીસંઘ આજથી તે પ્રમાણે વર્તવા જાહેર કરે છે.” આ ઠરાવ પછી તપાગચ્છ શ્રીસંઘમાં તાત્કાલિક શાનિત અને નિરાંતનું આનંદમય વાતાવરણ છવાયું. સમગ્ર સંઘમાં એક જ પર્યુષણું અને સંવત્સરી થઈ. આ બાબતને આનંદ વ્યક્ત કરતાં શ્રી પુણ્યવિજયજી મહારાજ શ્રી વિજયનંદનસૂરિજીને લખે છે: ધર્મપસાથે આ વર્ષે આખા સંઘનાં પર્યુષણ એક થયાં એથી ઘણી જ શાંતિ રહી છે એમાં ફરક નથી.” શેઠ શ્રી કસ્તૂરભાઈએ પણ લખ્યું કે - આપ સૌ આચાર્ય મહારાજની કૃપા અને ઉદારતાથી સમસ્ત જૈન સંઘે મહાપર્યુષણ પર્વની આરાધના એકચિત્તે ખૂબ આનંદથી કરી અને તેથી જૈન સમાજમાં અનુપમ ખુશાલી વ્યાપી રહી છે.”