________________ વાત્સલ્યનિધિ સંઘનાયક [11] સર્વસમ્મત નિર્ણય કર્યો છે. શ્રી રાજનગર જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાછીય શ્રીસંઘ આજથી તે પ્રમાણે વર્તવા જાહેર કરે છે.” આ ઠરાવ પછી તપાગચ્છ શ્રીસંઘમાં તાત્કાલિક શાનિત અને નિરાંતનું આનંદમય વાતાવરણ છવાયું. સમગ્ર સંઘમાં એક જ પર્યુષણું અને સંવત્સરી થઈ. આ બાબતને આનંદ વ્યક્ત કરતાં શ્રી પુણ્યવિજયજી મહારાજ શ્રી વિજયનંદનસૂરિજીને લખે છે: ધર્મપસાથે આ વર્ષે આખા સંઘનાં પર્યુષણ એક થયાં એથી ઘણી જ શાંતિ રહી છે એમાં ફરક નથી.” શેઠ શ્રી કસ્તૂરભાઈએ પણ લખ્યું કે - આપ સૌ આચાર્ય મહારાજની કૃપા અને ઉદારતાથી સમસ્ત જૈન સંઘે મહાપર્યુષણ પર્વની આરાધના એકચિત્તે ખૂબ આનંદથી કરી અને તેથી જૈન સમાજમાં અનુપમ ખુશાલી વ્યાપી રહી છે.”