Book Title: Paia Subhasiya Sangaho
Author(s): Bhavyadarshanvijay
Publisher: Padmavijay Ganivar Jain Granthmala

View full book text
Previous | Next

Page 123
________________ : સમાધિમરણને વિધિ : અવિધિથી મરવું એ અસમાધિનું કારણ છે. અસમાધિથી આત્મા દુર્ગતિમાં જાય, એથી ભાવિ અનેક જન્મે બગડે, માટે અનંતજ્ઞાની મહાપુરુષોએ વિધિપૂર્વક મરવાનું ફરમાન કર્યું છે. દ્રઢપ્રહારી ચાર હત્યા કર્યા પછી તલવારના ઘાથી સ્ત્રી, બાળક, ગાય અને બ્રાહ્મણને તરફડતા જોઈને પોતાના ઘેર પાપકન્યથી પ્રજી જાય છે. બેબાકળ બનેલું દ્રઢપ્રહારી મૂઠી વાળીને જંગલમાં દેડી જાય છે. ત્યાં આત્મહત્યા કરી મરવાની કોશિશ કરે છે. એની નજર ધ્યાનમગ્ન સાધુ મહાત્મા પર પડે છે, એમની પાસે જઈ પ્રણામ કરે છે ! પાપની અકળામણથી મરવાનો વિચાર મહાત્માને જણાવે છે. મહાત્મા કહે છે : આ રીતે મરવું તે અવિધિ છે. એથી અનેક જન્મની પરંપરા વધશે. વિધિપૂર્વક મરવાથી જીવનની સફળતા છે...એ સાંભળી દ્રઢપ્રહારી આત્મહત્યાથી અટકી જાય છે. પાપથી છૂટવાને માર્ગ પૂછે છે. મહાત્મા ચારિત્રધર્મની આરાધના અને ઉપાય કહે છે. દ્રઢપ્રહારી પૂછે છે : “ગુરુદેવ ! મારા જે પાપી ચારિત્ર લેવાને લાયક છે ખરો ?" મહાત્માએ હા પાડી. દ્રઢપ્રહારી ચારિત્ર લઈ કેવળજ્ઞાન પામી તે જ ભવમાં મેક્ષપદને પ્રાપ્ત કરે છે. - શ્રમણભગવાન મહાવીર પ્રભુએ મૃત્યુ નજીક આવતાં સમાધિમૃત્યુ માટે 10 પ્રકારની આરાધના કરવાનું ફરમાવ્યું છે. એ આરાધના કરતાં કરતાં મૃત્યુને ભેટીએ એ સમાધિ મરણ કહેવાય. પણ મરતાં મરતાં જે રાગ દ્વેષ, કામ, કેધ કે મેહની વ્યાકૂળતા આવી જાય તે એ અસમાધિ મરણ કહેવાય. દા પ્રકારની આરાધના : (1) અતિચારોની આલોચના કરવી. (2) ગુરુ મહારાજ પાસે વ્રત લેવા (3) સર્વ ને ખમાવવા (4) 18 પાપસ્થાનક સીરાવવા (5) ચાર શરણને સ્વીકાર કરવો (6) દુષ્કૃત્યની નિંદા (7) સુકૃતની અનુમોદના (8) શુભ ભાવ લાવ (9) અણસણ (10) શ્રી નમસ્કાર મહામંત્રનું મરણ

Loading...

Page Navigation
1 ... 121 122 123 124