Book Title: Padmasagarsuriji
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf

View full book text
Previous | Next

Page 1
________________ 142 શાસનપ્રભાવક ધર્મસાગરજી મહારાજ આદિની દીક્ષા થઈ છે. પૂજ્યશ્રીએ વર્ધમાન તપ આયંબિલની ૬૪મી એબી કરી છે. આજે પણ સતત તપ અને સ્વાધ્યાયમગ્ન રહેતા અને શાસનપ્રભાવનાનાં કાર્યોમાં પ્રવૃત્ત રહેતા એવા પૂ. આચાર્યદેવ શ્રી ભદ્રબાહસાગરસૂરીશ્વરજી મહારાજ અને કેના પ્રેરણાસ્થાને શોભી રહ્યા છે. શ્રી શાસનદેવ પૂજ્યશ્રીને નિરામય દીર્ધાયુ બક્ષે એવી પ્રાર્થના સાથે પૂજ્યશ્રીનાં ચરણોમાં કેટિશ: વંદના ! જાહેર ક્ષેત્રે રાષ્ટ્રીય કક્ષાએ યશસ્વી નામનાને વરેલા–અજોડ પ્રવચનકારક પ્રભાવશાળી વ્યક્તિત્વ ધારણ કરનાર પૂ. આચાર્યશ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજ કાદવમાં રહીને જે કાદવથી અલિપ્ત રહે છે તેને “પદ્મ” કહેવાય છે, પાણીથી ભરપૂર હોય છતાં જે છલકાય નહીં તેને “સાગર” કહે છે, અને જે “પદ્મ” પણ છે અને “સાગર” પણ છે તેમને “પદ્મસાગર” કહેવાય છે. આ સંસારમાં કેટલાક એવા છે જન્મ લે છે, જેમની આત્મિક આભા અને સદ્ગણોની સુવાસ સૌને સુગંધિત અને આનંદિત કરી મૂકે છે ! આવા વિરલ મહાત્માઓનું વ્યક્તિત્વ જનસામાન્યથી નિરાળું અને અદ્ભુત હોય છે. તેઓની વિશિષ્ટતાઓ વંદનીય હોય છે. આવી વિભૂતિઓ સ્વજીવનના ઉચ્ચ આદર્શો દ્વારા પ્રાણી માત્રના કલ્યાણની ભાવના પૂર્વક સર્વ આત્માઓના હિતનું મંગલ માર્ગદર્શન કરે છે. પરમ શ્રદ્ધેય પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજ એવા જ એક દેદીપ્યમાન સિતારા છે. પૂજ્યશ્રીને જન્મ તા. ૧૦-૯-૧૯૩પને શુભ દિને અજીમગંજ (બંગાળ)ની પાવન વસુંધરા પર થયે. પિતાનું નામ શ્રી રામસ્વરૂપસિંહ અને માતાનું નામ ભવાનીદેવી હતું. પૂજ્યશ્રીનું સંસારી નામ પ્રેમચંદ રાખવામાં આવ્યું હતું. જન્મથી તેમનામાં નમ્રતા, વિવેક, વિનય, સરળતા, નિજાનંદની મસ્તી, ભાવનાશીલતા, મધુભાષીપણું, ગુણદષ્ટિ એવા સક્ષુણે વારસામાં મળ્યા હતા. તેમનું પ્રાથમિક શિક્ષણ અજીમગંજમાં જ થયું. ત્યાર પછી ધાર્મિક અને વ્યાવહારિક ઉચ્ચ શિક્ષણ કાશીવાળા આચાર્ય શ્રી વિજયધર્મસૂરિજીની પ્રેરણાથી મધ્યપ્રદેશના શિવપુરી શહેરમાં સ્થપાયેલા શ્રી વીરતત્વ પ્રકાશન મંડળમાં રહીને પ્રાપ્ત કર્યું. ત્યાં તેમને વિભિન્ન ચિંતક અને સાધુસંન્યાસીએના સાહિત્યનું વાચન-મનન કરવાને અવસર પ્રાપ્ત થયે. વિદ્યાકાળ દરમિયાન તેમનું મન જીવનમાં કંઈક કરવા માટે વારંવાર ઉત્સુક રહ્યા કરતું હતું. ઘણાં આંતરિક ચિંતન પછી તેઓ એવા નિર્ણય પર પહોંચ્યા કે અતિ દુર્લભ માનવજીવન પામીને માત્ર ભૌતિકતાના રંગમાં જ લપેટાઈ રહેવું, ભેગ અને આસક્તિમાં રચા-પચ્યા રહેવું એ તે પશુતુલ્ય જીવનની નિશાની છે. માનવીને અણમેલ અવતાર સાધના સુકૃત માટે છે. એ રીતે તેમણે પિતાના જીવનની દિશા સુનિશ્ચિત કરી દીધી. શ્રી વીતરાગ પ્રભુ પ્રેસ્તિ સંયમમાર્ગ અપનાવીને રત્નત્રયીની આરાધના દ્વારા સ્વપરના કલ્યાણને માર્ગ ગ્રહણ કરવાનો સંકલ્પ કર્યો. અને એ સંક૯પની સિદ્ધિ રૂપે તેમને સં. ૨૦૧૧ના કારતક વદ ૩ના Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1