Book Title: Padmasagarsuriji
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf
Catalog link: https://jainqq.org/explore/249120/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 142 શાસનપ્રભાવક ધર્મસાગરજી મહારાજ આદિની દીક્ષા થઈ છે. પૂજ્યશ્રીએ વર્ધમાન તપ આયંબિલની ૬૪મી એબી કરી છે. આજે પણ સતત તપ અને સ્વાધ્યાયમગ્ન રહેતા અને શાસનપ્રભાવનાનાં કાર્યોમાં પ્રવૃત્ત રહેતા એવા પૂ. આચાર્યદેવ શ્રી ભદ્રબાહસાગરસૂરીશ્વરજી મહારાજ અને કેના પ્રેરણાસ્થાને શોભી રહ્યા છે. શ્રી શાસનદેવ પૂજ્યશ્રીને નિરામય દીર્ધાયુ બક્ષે એવી પ્રાર્થના સાથે પૂજ્યશ્રીનાં ચરણોમાં કેટિશ: વંદના ! જાહેર ક્ષેત્રે રાષ્ટ્રીય કક્ષાએ યશસ્વી નામનાને વરેલા–અજોડ પ્રવચનકારક પ્રભાવશાળી વ્યક્તિત્વ ધારણ કરનાર પૂ. આચાર્યશ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજ કાદવમાં રહીને જે કાદવથી અલિપ્ત રહે છે તેને “પદ્મ” કહેવાય છે, પાણીથી ભરપૂર હોય છતાં જે છલકાય નહીં તેને “સાગર” કહે છે, અને જે “પદ્મ” પણ છે અને “સાગર” પણ છે તેમને “પદ્મસાગર” કહેવાય છે. આ સંસારમાં કેટલાક એવા છે જન્મ લે છે, જેમની આત્મિક આભા અને સદ્ગણોની સુવાસ સૌને સુગંધિત અને આનંદિત કરી મૂકે છે ! આવા વિરલ મહાત્માઓનું વ્યક્તિત્વ જનસામાન્યથી નિરાળું અને અદ્ભુત હોય છે. તેઓની વિશિષ્ટતાઓ વંદનીય હોય છે. આવી વિભૂતિઓ સ્વજીવનના ઉચ્ચ આદર્શો દ્વારા પ્રાણી માત્રના કલ્યાણની ભાવના પૂર્વક સર્વ આત્માઓના હિતનું મંગલ માર્ગદર્શન કરે છે. પરમ શ્રદ્ધેય પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજ એવા જ એક દેદીપ્યમાન સિતારા છે. પૂજ્યશ્રીને જન્મ તા. ૧૦-૯-૧૯૩પને શુભ દિને અજીમગંજ (બંગાળ)ની પાવન વસુંધરા પર થયે. પિતાનું નામ શ્રી રામસ્વરૂપસિંહ અને માતાનું નામ ભવાનીદેવી હતું. પૂજ્યશ્રીનું સંસારી નામ પ્રેમચંદ રાખવામાં આવ્યું હતું. જન્મથી તેમનામાં નમ્રતા, વિવેક, વિનય, સરળતા, નિજાનંદની મસ્તી, ભાવનાશીલતા, મધુભાષીપણું, ગુણદષ્ટિ એવા સક્ષુણે વારસામાં મળ્યા હતા. તેમનું પ્રાથમિક શિક્ષણ અજીમગંજમાં જ થયું. ત્યાર પછી ધાર્મિક અને વ્યાવહારિક ઉચ્ચ શિક્ષણ કાશીવાળા આચાર્ય શ્રી વિજયધર્મસૂરિજીની પ્રેરણાથી મધ્યપ્રદેશના શિવપુરી શહેરમાં સ્થપાયેલા શ્રી વીરતત્વ પ્રકાશન મંડળમાં રહીને પ્રાપ્ત કર્યું. ત્યાં તેમને વિભિન્ન ચિંતક અને સાધુસંન્યાસીએના સાહિત્યનું વાચન-મનન કરવાને અવસર પ્રાપ્ત થયે. વિદ્યાકાળ દરમિયાન તેમનું મન જીવનમાં કંઈક કરવા માટે વારંવાર ઉત્સુક રહ્યા કરતું હતું. ઘણાં આંતરિક ચિંતન પછી તેઓ એવા નિર્ણય પર પહોંચ્યા કે અતિ દુર્લભ માનવજીવન પામીને માત્ર ભૌતિકતાના રંગમાં જ લપેટાઈ રહેવું, ભેગ અને આસક્તિમાં રચા-પચ્યા રહેવું એ તે પશુતુલ્ય જીવનની નિશાની છે. માનવીને અણમેલ અવતાર સાધના સુકૃત માટે છે. એ રીતે તેમણે પિતાના જીવનની દિશા સુનિશ્ચિત કરી દીધી. શ્રી વીતરાગ પ્રભુ પ્રેસ્તિ સંયમમાર્ગ અપનાવીને રત્નત્રયીની આરાધના દ્વારા સ્વપરના કલ્યાણને માર્ગ ગ્રહણ કરવાનો સંકલ્પ કર્યો. અને એ સંક૯પની સિદ્ધિ રૂપે તેમને સં. ૨૦૧૧ના કારતક વદ ૩ના 2010_04 Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો-૨ 143 શુભ દિને, ગુજરાતની પુણ્યભૂમિ સાણંદ મુકામે પૂ. પ્રશાંતમૂતિ આચાર્યદેવ શ્રીમદ્ કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે દીક્ષા આપવામાં આવી અને મુનિ શ્રી પદ્મસાગરજી નામે ઘેષિત કરવામાં આવ્યા. વિરાટ વ્યક્તિત્વ, પ્રભાવશાળી વાણી અને વિશાળ શાસનપ્રભાવનાથી પૂજ્યશ્રીને સંયમપર્યાય એળે કળાએ શોભી રહ્યો. તીવ્ર સ્મરણશક્તિ, અપૂર્વ અભ્યાસપ્રીતિ અને પૂજ્યપાદ ગુરુદેવશ્રીના અંતઃકરણના આશીર્વાદથી બહુ થોડા સમયમાં માત્ર ધર્મગ્રંથને જ નહીં પરંતુ ન્યાય, વ્યાકરણ, દર્શનશાસ્ત્ર, કાવ્ય આદિ વિનો અગાધ અભ્યાસ કરી લી. આગમગ્રંથનું ઊંડું પરિશીલન કર્યું. મનહર મુખમુદ્રા, ચમકભરી આંખે, આકર્ષક અને પ્રભાવશાળી વ્યક્તિત્વ તથા સુમધુર વાણીથી લાખો જિજ્ઞાસુઓ પૂજ્યશ્રી પ્રત્યે આકર્ષિત રહે છે. મહાપુરુષ ક્યારેય કોઈ પણ ગચ્છસમ્પ્રદાયની સીમાઓમાં સીમિત રહેતા નથી. સ્થાન, સમય અને સંપ્રદાયનાં બંધને પૂજ્યવરને બાંધી શકતા નથી. પૂજ્યશ્રી પિતાનાં પ્રવચનમાં ઘણી વાર કહે છે કે, “હું બધાને છું, બધાં મારાં છે. હું મુસ્લિમ પીર, હિન્દુઓને સંન્યાસી, ઈસાઈ એને પાદરી, શીબેને ગુરુ અને જેનેને આચાર્ય છું.” આવી વિશાળ, ઉદાર અને વિશ્વવ્યાપી ભાવનાને લીધે પૂજ્યશ્રી કર્ણાટક, તામિલનાડુ, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત આદિ પ્રદેશમાં જ્યાં જ્યાં વિચર્યા છે તે દરેક પ્રદેશનાં ગ્રામ-નગરમાં તેઓશ્રીને ઘણાં યશ-કીતિ પ્રાપ્ત થયાં છે. પૂજ્યશ્રીના મુખની એક ઝલકને પામવા લાલાયિત થતી હજારે આંખે, પૂજ્યશ્રીની સુમધુર વાણની અમૃતધારા પામવા આતુર હજારો કાન, પૂજ્યશ્રીના ચરણે પાછળ ચાલવા માટે તત્પર હજારે કદમ તેઓશ્રીની સર્વાધિક અને અદ્વિતીય લોકપ્રિયતાના પરિચાયક છે. પ્રકાંડ પાંડિત્યથી ભરપૂર અને વાયુમધુ ટપકતાં લલિતમધુર પ્રવચનોથી પ્રભાવિત થના વિશાળ વર્ગ પૂજ્યશ્રીની લોકપ્રિયતાનાં પ્રમાણ છે. પૂજ્યશ્રીએ ઘણા ટૂંકા સમયમાં શાસનપ્રભાવનાનું અજોડ કીર્તિમાન સ્થાપિત કર્યું છે તે વસ્તુતઃ સુવર્ણાક્ષરે લખવાયોગ્ય છે. તેઓશ્રીની શાસનપ્રભાવના વર્તમાન જૈન ઇતિહાસમાં એક મહત્ત્વપૂર્ણ સ્વાધ્યાય છે, જે યુગો સુધી શતસહસ ધર્મપિપાસુઓનું પ્રેરણાસ્થાન રહેશે. પૂજ્યશ્રીના અથાગ પ્રયત્નોથી તીર્થસ્થાન જેવું ભવ્ય અને ગ્રંથભંવરમાં વિરલ એવું સ્થળ ગાંધીનગર કેબા ગામે નિર્માણ થયું છે. પૂજ્યશ્રીનું વ્યક્તિત્વ અને કૃતિત્વ અજોડ છે. વળી, તેમાં પૂજ્યશ્રી રાજકીય અને જાહેર ક્ષેત્રે પણ સારો સંપર્ક ધરાવે છે. પૂર્વાચાર્યોએ પણ રાજકીય સંપર્ક દ્વારા સારી પ્રભાવના કરી હતી તેનું સ્મરણ થાય તેવાં ધાર્મિક કાર્યો આજે પૂજ્યશ્રી સુસંપન્ન કરે છે. આવા મહાન શાસનપ્રાવક આચાર્યદેવ જિનશાસનની જ્યપતાકા વધારે ને વધારે વિશાળ પાયે લહેરાવે અને તે માટે શાસનદેવ પૂજ્યશ્રીને સ્વસ્થ દીર્ધાયુ બક્ષે એવી અભ્યર્થના સાથે શત વંદના ! - પૂજ્યશ્રીને શિષ્ય-પ્રશિષ્ય પરિવાર આ પ્રમાણે છે : 1. પૂ. પંન્યાસથી ધરણેન્દ્રસાગરજી મહારાજ, 2. ગણિવર્ય શ્રી વર્ધમાનસાગરજી મહારાજ, 3. મુનિશ્રી અમૃતસાગરજી મહારાજ, 4. મુનિશ્રી અરુણોદયસાગરજી મહારાજ, પૂ. મુનિશ્રી વિનયસાગરજી મહારાજ, 6. મુનિશ્રી દેવેન્દ્રસાગરજી મહારાજ, 7. મુનિશ્રી નિર્મલસાગરજી મહારાજ, 8. મુનિશ્રી નિર્વાણસાગરજી મહારાજ, 9. મુનિશ્રી વિવેકસાગરજી મહારાજ, 10. મુનિશ્રી અજયસાગરજી મહારાજ, 2010_04 Page #3 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક 11. મુનિશ્રી વિમલસાગરજી મહારાજ, 12. મુનિશ્રી અરિહંતસાગરજી મહારાજ, 13. મુનિશ્રી મહેન્દ્રસાગરજી મહારાજ, 14. મુનિશ્રી અરવિંદસાગરજી મહારાજ, 15. મુનિશ્રી નય પસાગરજી મહારાજ, 16. મુનિશ્રી પડ્યોદયસાગરજી મહારાજ, 1. મુનિશ્રી પ્રશાંતસાગરજી મહારાજ, 18. મુનિશ્રી ઉદયસાગરજી મહારાજ, 19. મુનિશ્રી પદ્મરત્નસાગરજી મહારાજ, 20. મુનિશ્રી અમરપદ્મસાગરજી મહારાજ, 21. મુનિશ્રી અમરસાગરજી મહારાજ, 22. મુનિશ્રી પદ્મવિમલસાગરેજી મહારાજ, 23. મુનિશ્રી ગુણરત્નસાગરજી મહારાજ આદિ. પૂજ્યપાદ આગમઢાર આચાર્ય ભગવંત આનંદસાગરસૂરીશ્વરજી મહારાજ તથા તેઓશ્રીના સમુદાયવર્તી પૂજ્ય આચાર્ય મહારાજે 1. પૂ. આ. શ્રી માણિજ્યસાગરસૂરીશ્વરજી મર 2. પૂ. આ. શ્રી મતિસાગરસૂરીશ્વરજી મ. 3. પૂ. આ. શ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજી મક આ. શ્રી હેમસાગરસૂરીશ્વરજી મ. પૂ. આ. શ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ. 6. પૂ. આ. શ્રી હંસસાગરસૂરીશ્વરજી મ... પૂ. આ. શ્રી દર્શનસાગરસૂરીશ્વરજી મ0 આ. શ્રી ચિદાનંદસાગરસૂરીશ્વરજી મ9 આ. શ્રી કંચનસાગરસૂરીશ્વરજી મ. 10. પૂ. આ. શ્રી સૂર્યોદયસાગરસૂરીશ્વરજી મ૦ પૂ. આ. શ્રી નરેન્દ્રસાગરસૂરીશ્વરજી મ. આ. શ્રી રેવતસાગરસૂરીશ્વરજી મ૦ 13. પૂ. આ. શ્રી દૌલતસાગરસૂરીશ્વરજી મ. 14. પૂ. આ. શ્રી નિત્યોદયસાગરસૂરીશ્વરજી મ. 15. પૂ. આ. શ્રી યશોભદ્રસાગરસૂરીશ્વરજી મ. 16. પૂ. આ. શ્રી જિતેન્દ્રસાગરસૂરીશ્વરજી મ. * = + $ $ $ $ = = = 2010_04