SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવંતો-૨ 143 શુભ દિને, ગુજરાતની પુણ્યભૂમિ સાણંદ મુકામે પૂ. પ્રશાંતમૂતિ આચાર્યદેવ શ્રીમદ્ કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે દીક્ષા આપવામાં આવી અને મુનિ શ્રી પદ્મસાગરજી નામે ઘેષિત કરવામાં આવ્યા. વિરાટ વ્યક્તિત્વ, પ્રભાવશાળી વાણી અને વિશાળ શાસનપ્રભાવનાથી પૂજ્યશ્રીને સંયમપર્યાય એળે કળાએ શોભી રહ્યો. તીવ્ર સ્મરણશક્તિ, અપૂર્વ અભ્યાસપ્રીતિ અને પૂજ્યપાદ ગુરુદેવશ્રીના અંતઃકરણના આશીર્વાદથી બહુ થોડા સમયમાં માત્ર ધર્મગ્રંથને જ નહીં પરંતુ ન્યાય, વ્યાકરણ, દર્શનશાસ્ત્ર, કાવ્ય આદિ વિનો અગાધ અભ્યાસ કરી લી. આગમગ્રંથનું ઊંડું પરિશીલન કર્યું. મનહર મુખમુદ્રા, ચમકભરી આંખે, આકર્ષક અને પ્રભાવશાળી વ્યક્તિત્વ તથા સુમધુર વાણીથી લાખો જિજ્ઞાસુઓ પૂજ્યશ્રી પ્રત્યે આકર્ષિત રહે છે. મહાપુરુષ ક્યારેય કોઈ પણ ગચ્છસમ્પ્રદાયની સીમાઓમાં સીમિત રહેતા નથી. સ્થાન, સમય અને સંપ્રદાયનાં બંધને પૂજ્યવરને બાંધી શકતા નથી. પૂજ્યશ્રી પિતાનાં પ્રવચનમાં ઘણી વાર કહે છે કે, “હું બધાને છું, બધાં મારાં છે. હું મુસ્લિમ પીર, હિન્દુઓને સંન્યાસી, ઈસાઈ એને પાદરી, શીબેને ગુરુ અને જેનેને આચાર્ય છું.” આવી વિશાળ, ઉદાર અને વિશ્વવ્યાપી ભાવનાને લીધે પૂજ્યશ્રી કર્ણાટક, તામિલનાડુ, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત આદિ પ્રદેશમાં જ્યાં જ્યાં વિચર્યા છે તે દરેક પ્રદેશનાં ગ્રામ-નગરમાં તેઓશ્રીને ઘણાં યશ-કીતિ પ્રાપ્ત થયાં છે. પૂજ્યશ્રીના મુખની એક ઝલકને પામવા લાલાયિત થતી હજારે આંખે, પૂજ્યશ્રીની સુમધુર વાણની અમૃતધારા પામવા આતુર હજારો કાન, પૂજ્યશ્રીના ચરણે પાછળ ચાલવા માટે તત્પર હજારે કદમ તેઓશ્રીની સર્વાધિક અને અદ્વિતીય લોકપ્રિયતાના પરિચાયક છે. પ્રકાંડ પાંડિત્યથી ભરપૂર અને વાયુમધુ ટપકતાં લલિતમધુર પ્રવચનોથી પ્રભાવિત થના વિશાળ વર્ગ પૂજ્યશ્રીની લોકપ્રિયતાનાં પ્રમાણ છે. પૂજ્યશ્રીએ ઘણા ટૂંકા સમયમાં શાસનપ્રભાવનાનું અજોડ કીર્તિમાન સ્થાપિત કર્યું છે તે વસ્તુતઃ સુવર્ણાક્ષરે લખવાયોગ્ય છે. તેઓશ્રીની શાસનપ્રભાવના વર્તમાન જૈન ઇતિહાસમાં એક મહત્ત્વપૂર્ણ સ્વાધ્યાય છે, જે યુગો સુધી શતસહસ ધર્મપિપાસુઓનું પ્રેરણાસ્થાન રહેશે. પૂજ્યશ્રીના અથાગ પ્રયત્નોથી તીર્થસ્થાન જેવું ભવ્ય અને ગ્રંથભંવરમાં વિરલ એવું સ્થળ ગાંધીનગર કેબા ગામે નિર્માણ થયું છે. પૂજ્યશ્રીનું વ્યક્તિત્વ અને કૃતિત્વ અજોડ છે. વળી, તેમાં પૂજ્યશ્રી રાજકીય અને જાહેર ક્ષેત્રે પણ સારો સંપર્ક ધરાવે છે. પૂર્વાચાર્યોએ પણ રાજકીય સંપર્ક દ્વારા સારી પ્રભાવના કરી હતી તેનું સ્મરણ થાય તેવાં ધાર્મિક કાર્યો આજે પૂજ્યશ્રી સુસંપન્ન કરે છે. આવા મહાન શાસનપ્રાવક આચાર્યદેવ જિનશાસનની જ્યપતાકા વધારે ને વધારે વિશાળ પાયે લહેરાવે અને તે માટે શાસનદેવ પૂજ્યશ્રીને સ્વસ્થ દીર્ધાયુ બક્ષે એવી અભ્યર્થના સાથે શત વંદના ! - પૂજ્યશ્રીને શિષ્ય-પ્રશિષ્ય પરિવાર આ પ્રમાણે છે : 1. પૂ. પંન્યાસથી ધરણેન્દ્રસાગરજી મહારાજ, 2. ગણિવર્ય શ્રી વર્ધમાનસાગરજી મહારાજ, 3. મુનિશ્રી અમૃતસાગરજી મહારાજ, 4. મુનિશ્રી અરુણોદયસાગરજી મહારાજ, પૂ. મુનિશ્રી વિનયસાગરજી મહારાજ, 6. મુનિશ્રી દેવેન્દ્રસાગરજી મહારાજ, 7. મુનિશ્રી નિર્મલસાગરજી મહારાજ, 8. મુનિશ્રી નિર્વાણસાગરજી મહારાજ, 9. મુનિશ્રી વિવેકસાગરજી મહારાજ, 10. મુનિશ્રી અજયસાગરજી મહારાજ, Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249120
Book TitlePadmasagarsuriji
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherZ_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf
Publication Year1992
Total Pages1
LanguageGujarati
ClassificationArticle & Story
File Size112 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy