Book Title: Padartha Prakasha Part 06
Author(s): 
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 67
________________ तस्मै नमः कर्मणे રાજ રજવાડાને છોડીને વનની વાટે નીકળી પડેલ અવધૂત ભર્તુહરિ, તેણે રચેલા શતકો આજે વિશ્વપ્રસિદ્ધ બની ચૂક્યાં છે. તેના એક શ્લોકમાં કહ્યું છે કે - જેણે બ્રહ્માને બ્રહ્માંડરૂપી ભાજનનું નિર્માણ કરવા માટે કુંભારની જેમ નિર્યક્ત કરી દીધા, જેણે વિષ્ણુને દશ અવતારરૂપ મહાસંકમાં પાડી દીધા. જેણે શંકરને ખોપરીમાં ભિક્ષાચર્યા કરાવી, જે સૂરજને સદા ય આકાશમાં ગોળ ગોળ ભમાવે છે, તે કર્મને નમસ્કાર થાઓ. છે ને મજાની વાત ! ભલે પોતપોતાની રીતે, પણ વિશ્વના પ્રાયઃ સર્વ ધર્મોએ કર્મનું અસ્તિત્વ સ્વીકાર્યું છે. હિન્દુ ગ્રંથ બ્રહ્મવૈવર્ત પુરાણમાં કહ્યું છે - नाभुक्तं क्षीयते कर्म, कल्पकोटिशतैरपि । अवश्यमेव भोक्तव्यं, कृतं कर्म शुभाशुभम् ॥ |૪-૮-૬૬ો બૌદ્ધગ્રંથ મઝિમનિકાયમાં કહ્યું છે - कम्मं कण्हं कण्हविपाकं, कम्मं सुक्क सुक्कविपाकं । મુસ્લિમ ગ્રંથ કુરઆનમાં કહ્યું છે - જેણે શુભ કાર્યો કર્યા છે, તેનો લાભ તેના માટે જ છે. અને જેણે અશુભ કર્મ કર્યા છે તેનું ફળ પણ તેણે જ ભોગવવાનું છે. ઈસાઈ ગ્રંથ બાઈબલમાં કહ્યું છે - I Proclaim that the wicked are surely going to be punished, the virtuous shall be protected. ' અરે ! તદન આધુનિક નાસ્તિક વ્યક્તિ પણ “Oh, my bad luck આવું કહેવા દ્વારા કર્મના અસ્તિત્વનો સ્વીકાર કરી લે છે. પણ જૈનદર્શનમાં જે રીતે કર્મનું નિરૂપણ થયું છે, તે સમગ્ર વિશ્વમાં અજોડ છે. મહાતાર્કિક શ્રીસિદ્ધસેન દિવાકરસૂરિ મહારાજે પરમાત્માની સ્તુતિ કરતા કહ્યું છે - न कर्म कर्तारमतीत्य वर्तते, य एव कर्ता स फलान्युपाश्नुते । तदष्टधा पुद्गलमूर्तिकर्मजं यथात्थ नैवं भूवि कश्चनापर ।। - સિદ્ધસેના દ્વäfશT I?-ર૬ જે કર્મ કરતો નથી તેને કર્મનું ફળ નથી મળતું. તેથી કર્તામાં જ કર્મ રહે છે. જે કર્તા છે, તે જ ફળ ભોગવે છે. તે કર્મ પૌદ્ગલિક છે, આઠ પ્રકારનું છે, ઈત્યાદિ આપે જે નિરૂપણ કર્યું છે, તેવું નિરૂપણ વિશ્વમાં બીજા કોઈએ પણ કર્યું નથી. કોઈ કર્મના અસ્તિત્વમાત્રને માનીને અટકી ગયાં. અને કોઈ માત્ર શુભ-અશુભ આટલા ભેદ પાડીને અટકી ગયાં. પણ મૂળ પ્રકૃતિ, ઉત્તરપ્રકતિ, પ્રકૃતિ-સ્થિતિ-રસ-પ્રદેશ, બંધ-ઉદય-ઉદીરણા-સત્તા, ધ્રુવબંઘ, અઘુવબંધ, પરાવર્તમાન, અપરાવર્તમાન, ભૂયસ્કારબંધ, અલપતરબંધ, અવસ્થિતબંધ, અવક્તવ્યબંધ, સંક્સકરણ, નિધતિકરણ, નિકાયનાકરણ, ગુણશ્રેણિ, અપૂર્વકરણ, ઉપશમશ્રેણી, ક્ષપકશ્રેણી વગેરે સૂક્ષ્મથી ય સૂક્ષ્મ અને ગહનથી ય ગહન કર્મનિરૂપણ થયું હોય તો એક માત્ર જૈન દર્શનમાં. - જેના ચિંતનમાં સંપૂર્ણ આયુષ્ય પણ ઓછુ પડે, એવા આ કર્મનિરૂપણનું મૂળ છે કર્મપ્રવાદ નામનું આઠમુ પૂર્વ. જો બાળજીવો પર ઉપકાર કરનાર પૂર્વાચાર્યોએ પૂર્વમાંથી ઉદ્ધાર કરીને શાસ્ત્રોની રચના ન કરી હોત તો આપણે આ તત્ત્વજ્ઞાનથી વંચિત ન રહી જાત. એવા જ એક ઉપકારી પૂર્વાચાર્ય એટલે શ્રી દેવેન્દ્રસૂરિ મહારાજા. ચાન્દ્રકુળમાં એક મહાતપસ્વી આચાર્ય થઈ ગયા, જેમનું નામ હતું શ્રીજગચ્ચન્દ્રસૂરિ મહારાજા. તેમના ઉગ્ર તપને જોઈને તેમને ‘તપા’ નું બિરુદ આપવામાં આવ્યું. ત્યારથી એ ગચ્છ તપાગચ્છ તરીકે ઓળખાયો. શ્રી દેવેન્દ્રસૂરિ મહારાજ શ્રીજગચ્ચસૂરિ મહારાજના શિષ્ય હતા. કર્મપ્રક્યિાનો સરળષ્મ અભ્યાસ થઈ શકે તે માટે

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72