Book Title: Padartha Prakasha Part 06
Author(s): 
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 66
________________ અને સારાકુળના, શિક્ષિત, પ્રજ્ઞાવાન મુનિઓનું એક મોટું જુથ ઉભુ થઈ ગયુ, જેમાં આ પદાર્થસંગ્રહકારનો પણ નંબર લાગ્યો. પ્રાથમિક સંસ્કૃત ભાષા અને થોડા જીવવિચારાદિ પ્રકરણોનો અભ્યાસ કર્યો. પછી ગુરુદેવને થયુ કે પૂજ્યપાદ શ્રી (આ. પ્રેમસૂરિજી) નો કર્મગ્રંથ - કર્મપ્રકૃતિનો વારસો આ નૂતન મુનિઓમાં શંકાને થાય તો તેઓને ઉપરાંત સમુદાય અને સંઘને પણ ખૂબ લાભદાયી બને. થોડુ પ્રાથમિક ભૂમિકાનું કર્મગ્રંથનું શિક્ષણ આપી, પૂજ્ય ગુરુદેવે, પરમ ગુરુદેવને આ મુનિઓનો સમુદાય સોંપ્યો. પૂજ્યપાદશ્રીએ કર્મસિદ્ધાંતના શિક્ષણની હેલી વરસાવી. તેઓને તો બધુ જ કંસ્થ હતુ. પુસ્તકના આલંબન વિના જ તેઓએ મોટેથી જ પદાર્થો સમજાવવા માંડયા. અમે તો આ બધાની નોંધ કરવા માંડી. વળી પૂજ્યપાદ શ્રીની વાચના પછી, ગ્રંથોનું વાંચન કરી આ પદાર્થોની અમે વ્યવસ્થિત નોંધ કરવા માંડી. પદાર્થોને પણ કંઠસ્થ કર્યા. આમ કરતા છેક પાંચ કર્મગ્રંથ સુધી પહોંચ્યા. છઠ્ઠ કર્મગ્રંથના ભાંગાની જાળમાં કેટલાક ગુંચવાઈને અટકી ગયા. બીજા કેટલાક તો આગળ વધ્યા અને અનેક મુનિઓ છેક ‘કમપયડી' સુધી પહોંચી ગયા અને તેમાં નિષ્ણાંત બન્યા. વળી તેઓ પણ અનેકમાં ‘કમ્મપયડી'ના જ્ઞાનનો વિનિમય કરવા લાગ્યા. આ રીતે સમુદાયમાં, સંઘમાં ‘કમ્મપયડી’ના અભ્યાસની પરંપરા આગળ વધવા માંડી. પૂજ્યપાદશીએ તો કમ્મપયડી, તેની ચૂર્ણિ, ટીકાઓ, સટીક પંચસંગ્રહ વગેરેનું સંપાદન કરી પ્રકાશિત કરાવ્યા. બીજા પણ અનેક ગ્રંથો પ્રકાશિત કરાવ્યા. કર્મસિદ્ધિ, સંમકરણ ભાગ-૧-૨, માર્ગખાદ્વાર વિવરણ વગેરે ગ્રંથોના પણ નિર્માણ કરી પ્રકાશિત કરાવ્યા. મુનિઓને શ્વેતામ્બર ઉપરાંત દિગંબર કર્મસાહિત્યનો પણ અભ્યાસ કરાવ્યો. બધાનું વિહંગાવલોકન કરી માર્ગણાઓ વિષે કર્મના બંધન - સંમણ વગેરે પદાર્થોનો સંગ્રહ કરાવ્યો. અને સાધુઓ દ્વારા ‘ખવગસેટિ’, ‘ઉપશમશ્રેણી', ‘બંધવિધાન’ના અનેક ભાગો વગેરે વિશાળ કર્મસાહિત્યનું સર્જન કરાવી પ્રકાશિત કરાવ્યા. કર્મસાહિત્યનિષ્ણાત આ મહાપુરુષ વ્યાકરણમાં અને ન્યાયમાં પણ વિશારદ હતા. તેમને આગમોના પદાર્થો પણ આત્મસાત્ હતા. છેદ સૂત્રોનું તો તેઓ સતત મંથન રટણ કરતા નિશીથાદિના પદાર્થો પણ તેમને કંઠસ્થ હતા. તેઓ કહેતા ‘ગીતાર્થોને નિશીથાદિ પદાર્થો ઉપસ્થિત હોવા જોઈએ.’ સ્વાધ્યાયની સાધના તેમની ગુરુવિનય-ભક્તિ પૂર્વકની હતી. ગુરુ-ભક્તિમાં તેઓ સદા જાગૃત હતા. ગુરુદેવની અનન્ય કૃપા તેઓને પ્રાપ્ત થયેલ. વળી અનેક મુમુક્ષુઓને પ્રેરણા કરી સંયમ માટે તેઓ તૈયાર કરતા. સેંકડો મુનિઓના વિશાળ ગચ્છનું તેમણે સર્જન કર્યું. મુનિઓના પણ યોગક્ષેમ કરતા, તેમને ભણાવતા તથા તેમના સંયમની પણ રક્ષા કરતા. વિશાળ સમુદાય હોવા છતાં તેમાં સંયમની શુદ્ધિ તેમના પ્રયત્નથી સુંદર જળવાઈ હતી. ઉપરાંત સ્વ-સમુદાય અને પરસમુદાય ના પણ ગ્લાન મુનિઓ, વૃદ્ધ મુનિઓની તેઓ વૈયાવચ્ચ કરતા-કરાવતા... સમુદાયના મોભી સ્થાનને પ્રાપ્ત કર્યા પછી શાસનના અને સંઘના પણ અનેક પ્રશ્નોને તેઓ સૂઝ પૂર્વક ઉકેલતા.... અડસઠ વર્ષના અત્યંત વિશુદ્ધ સંયમ પર્યાયનું પાલન કરી ત્રણસો મુનિઓના વિશાળ સમુદાયનું સર્જન કરી, અનેક મહાત્માઓના યોગક્ષેમને કરી, કર્મસાહિત્યની પરંપરા પુષ્ટ કરી, શાસન-સંઘની અદ્ભુત સેવા કરી આ પરમપુરુષનો જીવનસૂર્ય સંવત - ૨૦૨૪ ના વૈશાખ વદ-૧૧ ના દિવસે ખંભાત મુકામે શતાધિકમુનિઓની પાવન નિશ્રામાં અત્યંત સમાધિપૂર્વક અસ્ત થયો. એ પરમપુરુષના પાવન ચરણોમાં ભાવભરી વંદના વિરમગામ - આ. હેમચંદ્રસૂરિ સં. ૨૦૬૫, અ. વદ ૮, બુધવાર

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72