Book Title: Nirgrantha Siddhantni Uttamta Author(s): Vallabhdas Nensibhai Publisher: Z_Vijay_Vallabh_suri_Smarak_Granth_012060.pdf View full book textPage 2
________________ ૧૫૮ આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ છીએ એમ માનવા લાગ્યા અને તે પ્રમાણે ઉપદેશ કરવા લાગ્યા. ઘણું લોકો વળી તેને અનુસરવા પણ લાગ્યા. જગતમાં જુદા જુદા ધર્મમત જોવામાં આવે છે તેની ઉત્પત્તિનું કારણ એ જ છે. “ધર્મથી દુઃખ મટે' એમ ઘણાખરા વિચારવાનોની માન્યતા થઈ પણ ધર્મનું સ્વરૂપ સમજવામાં એકબીજામાં ઘણો તફાવત પડ્યો. ઘણા તો પોતાનો મૂળ વિષય ચૂકી ગયા અને ઘણા તો તે વિષયમાં મતિ થાકવાથી અનેક પ્રકારે નારિતકાદિ પરિણામોને પામ્યા. સર્વ દુઃખનો આત્યંતિક અભાવ અને પરમ અવ્યાબાધ સુખની પ્રાપ્તિ એ જ મોક્ષ છે અને તે જ પરમપિત” છે. વીતરાગ સન્માર્ગ તેનો “સદુપાય છે, તે સન્માર્ગનો આ પ્રમાણે સંક્ષેપ છેઃ સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્મચારિત્રની એકત્રતા તે “મોક્ષમાર્ગ છે. સર્વજ્ઞના જ્ઞાનમાં ભાયમાન તત્ત્વોની સમ્યક્ પ્રતીતિ થવી તે “સમ્યગદર્શન” છે, તત્ત્વની બોધ થવો તે સમ્યગજ્ઞાન છે. ઉપાદેય તત્વનો અભ્યાસ થવો તે “સમ્યક્યારિત્ર” છે. શુદ્ધ આત્મપદ સ્વરૂપ એવાં વીતરાગપદમાં સ્થિતિ થવી તે એ ત્રણેની એકત્રતા છે. સર્વદેવ, નિગ્રંથગુરુ અને સર્વજ્ઞોપદિષ્ટ ધર્મની પ્રતીતિથી “તત્વપ્રતીતિ ' પ્રાપ્ત થાય છે. સર્વ જ્ઞાનાવરણ, સર્વ દર્શનાવરણુ, સર્વ મોહ અને સર્વ વીર્યાદિ અંતરાયનો ક્ષય થવાથી આત્માને સર્વન વીતરાગ-સ્વભાવ” પ્રગટે છે. નિગ્રંથપદના અભ્યાસનો ઉત્તરોત્તર ક્રમ તેનો “માર્ગ” છે. તેનું રહસ્ય સર્વજ્ઞોપદિષ્ટધર્મ” છે. સમ્યગદર્શન, સમ્યગ્રજ્ઞાન અને સમારિત્રમાં સમ્યગદર્શનની મુખ્યતા ઘણે સ્થળે તે વીતરાગોએ કહી છે; જે કે સમ્યજ્ઞાનથી જ સમ્યગ્દર્શનનું પણ ઓળખાણ થાય છે, તો પણ સમ્યગદર્શનની પ્રાપ્તિ વગરનું જ્ઞાન સંસાર એટલે દુઃખને હેતુરૂપે હોવાથી સમ્યગદર્શનનું મુખ્યપણું ગ્રહણ કર્યું છે. જેમ જેમ સમ્યગદર્શન શુદ્ધ થતું જાય છે, તેમ તેમ સમ્મચારિત્ર પ્રત્યે વીર્ય ઉલ્લસતું જાય છે, અને ક્રમે કરીને સમકુચારિત્રની પ્રાપ્તિ થવાનો વખત આવે છે, જેથી આત્મામાં સ્થિર રવભાવ સિદ્ધ થતો જાય છે, અને ક્રમે કરીને પૂર્ણ સ્થિર સ્વભાવ પ્રગટે છે; અને આત્મા નિજ પદમાં લીન થઈ સર્વ કર્મકલંકથી રહિત થવાથી એક શુદ્ધ આત્મસ્વભાવરૂપ મોક્ષમાં પરમ અવ્યાબાધ સુખના અનુભવસમુદ્રમાં સ્થિત થાય છે. સમ્યગ્દર્શનની પ્રાપ્તિથી જેમ જ્ઞાન સમ્યકરવભાવને પામે છે એ સમ્યગદર્શનનો પરમ ઉપકાર છે, તેમ સમ્યગદર્શન ક્રમે કરી શુદ્ધ થતું જઈ પૂર્ણ સ્થિર સ્વભાવ સમક્યારિત્રને પ્રાપ્ત થાય તેને અર્થે સમ્યગજ્ઞાનના બળની તેને ખરેખરી આવશ્યકતા છે. તે સમ્યજ્ઞાનપ્રાપ્તિનો ઉપાય વીતરાગભૃત અને તે શ્રુતતત્ત્વોપદેષ્ટ મહાત્મા છે. ૧. આત્માને સ્વભાવમાં ધારે તે “ધર્મ', આત્માનો સ્વભાવ તે ધર્મ, સ્વભાવમાંથી પરભાવમાં ન જવા દે તે ધર્મ, પરભાવ વડે કરીને આત્માને દુર્ગતિએ જવું પડે તે ન જવા દેતા સ્વભાવમાં ધરી રાખે તે ધર્મ, સમ્યક્ શ્રદ્ધાન, જ્ઞાન અને સ્વરૂપાચરણ તે ધર્મ, સમ્યગ જ્ઞાન, સમ્યગ્દર્શન, સમ્યક્રચારિત્ર એ રત્નત્રયીને શ્રી તીર્થંકરદેવ ધર્મ કહે છે. દ્રવ્યનું શ્રદ્ધાન, જ્ઞાન અને વરૂપાચરણ તે ધર્મઃ જે સંસારના પરિભ્રમણથી છોડાવી ઉત્તમ સુખમાં ધરી રાખે તે ધર્મ, રત્નકડા શ્રાવકાચાર) “ધર્મ' એ વસ્તુ બહુ ગુપ્ત રહી છે. તે બાહ્ય સંશોધનથી મળવાની નથી. અપૂર્વ અંતરસંશોધનથી તે પ્રાપ્ત થાય છે, તે અંતરસંશોધન કોઈક મહાભાગ્ય સદ્ગુરુ અનુગ્રહ પામે છે. (શ્રીમદ્ રાજચંદ્ર) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4