Book Title: Nirgrantha Siddhantni Uttamta
Author(s): Vallabhdas Nensibhai
Publisher: Z_Vijay_Vallabh_suri_Smarak_Granth_012060.pdf
Catalog link: https://jainqq.org/explore/211273/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ નિગ્રંથ સિદ્ધાંતની ઉત્તમતા ડૉ વલ્લભદાસ નેણસીભાઈ અનંત પ્રકારનાં શારીરિક માનસિક દુ:ખોએ આકુલવ્યાકુલ જીવોને તે દુ:ખોથી છૂટવાની બહુ પ્રકારે ઇચ્છા છતાં તેમાંથી તે મુક્ત થઈ શકતા નથી તેનું શું કારણ ? એવો પ્રશ્ન અનેક જીવોને ઉત્પન્ન થયા કરે. પણ તેનું યથાર્થ સમાધાન કોઈ વિરલ જીવને જ પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી દુઃખનું મૂળ કારણ યથાર્થપણે જાણવામાં ન આવ્યું હોય ત્યાં સુધી તે ટાળવાને માટે ગમે તેવો પ્રયત્ન કરવામાં આવે તો પણ દુઃખનો ક્ષય થઈ શકે નહિ અને ગમે તેટલી અરુચિ, અપ્રિયતા અને અભાવ તે દુઃખ પ્રત્યે હોય છતાં એને અનુભવ્યા જ કરવું પડે. અવાસ્તવિક ઉપાયથી તે દુઃખ મટાડવાનો પ્રયત્ન કરવામાં આવે, અને તે પ્રયત્ન ન સહન થઇ શકે એટલા પરિશ્રમપૂર્વક કર્યો હોય છતાં તે દુઃખ ન મટવાથી દુઃખ મટાડવા ઇચ્છતાં મુમુક્ષુને અત્યંત વ્યામોહ થઈ આવે છે અથવા થયા કરે છે કે આનું શું કારણ ? આ દુઃખ ટળતું કેમ નથી ? કોઈ પણ પ્રકારે મારે તે દુઃખની પ્રાપ્તિ ઇચ્છિત નહિ છતાં, રવપ્નેય પણ તેના પ્રત્યે કંઈ પણ વૃત્તિ નહિ છતાં, તેની પ્રાપ્તિ થયા કરે છે અને હું જે જે પ્રયત્નો કરું છું તે તે બધા નિષ્ફળ થઈ દુઃખ અનુભવ્યા જ કરું છું એનું શું કારણ ? શું એ દુઃખ કોઈ ને મટતું જ નહિ હોય ? દુઃખી થવું એ જ જીવનો સ્વભાવ હશે? શું કોઈ એક જગતકર્તા ઈશ્વર હશે તેણે આમ જ કરવું યોગ્ય ગણ્યું હશે ? શું ભવિતવ્યને આધીન એ વાત હશે ? અથવા કોઈક મારા કરેલા આગલા અપરાધોનું ફળ હશે? વગેરે અનેક પ્રકારના વિકલ્પો જે જીવો મનસહિત દેહધારી છે તે કર્યાં કરે છે, અને જે જીવો મનરહિત છે તે અવ્યક્તપણે દુ:ખનો અનુભવ કરે છે અને અવ્યક્તપણે તે દુઃખ મટે એવી ઇચ્છા રાખ્યા કરે છે, આ જગતને વિષે પ્રાણીમાત્રની વ્યક્ત અથવા અવ્યક્ત ઇચ્છા પણ એ જ છે કે કોઈ પણ પ્રકારે મને દુઃખ ન હો અને સર્વથા સુખ હો. પ્રયત્ન પણ એ જ અર્થે છતાં તે દુઃખ શા માટે મટતું નથી એવો પ્રશ્ન ધણા ઘણા વિચારવાનોને પણ ભૂતકાળે ઉત્પન્ન થયો હતો, વર્તમાનકાળે પણ થાય છે અને ભવિષ્યકાળે પણ થશે. તે અનંત અનત વિચારવાનોમાંથી અનંત વિચારવાનો તેના યથાર્થ સમાધાનને પામ્યા અને દુઃખથી મુક્ત થયા. વર્તમાનકાળે પણ જે જે વિચારવાનો યથાર્થ સમાધાન પામે છે તે પણ તથારૂપ ફળને પામે છે અને ભવિષ્યકાળે પણ જે જે વિચારવાનો યથાર્થ સમાધાન પામશે, તે તે તથારૂપ ફળને પામશે એમાં સંશય નથી. શરીરનું દુઃખ માત્ર ઔષધ કરવાથી મટી જતું હોત, મનનું દુઃખ ધનાદિ મળવાથી મટી જતું હોત અને ખાદ્ય સંસર્ગ સંબંધનું દુ:ખ મનને કંઈ અસર ઊપાવી શકતું નહોત તો દુ:ખ મટવા માટે જે જે પ્રયત્ન કરવામાં આવે છે તે તે સર્વ સફળ થાત. પણ જ્યારે તેમ બનતું જોવામાં ન આવ્યું ત્યારે જ વિચારવાનોને પ્રશ્ન ઉત્પન્ન થયો કે દુ:ખ મટવા માટે બીજે જ ઉપાય હોવો જોઈ એ. જે કરવામાં આવે છે. તે ઉપાય અયથાર્થ છે અને બધો શ્રમ થા છે, માટે તે દુ:ખનું મૂળ કારણ જો યથાર્થ જાણવામાં આવે અને તે જ પ્રમાણે ઉપાય કરવામાં આવે તો દુ:ખ મટે; નહિ તો નહિ જ મટે. આ જે વિચારવાનો દુ:ખનું યથાર્થ મૂળ કારણુ વિચારવા ઊઠ્યા, તેમાં પણ કોઇક જ તેનું યથાર્થ સમાધાન પામ્યા અને ઘણા યથાર્થ સમાધાન નહિ પામતાં હતાં મતિવ્યામોહાદિ કારણથી યથાર્થ સમાધાન પામ્યા Page #2 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ છીએ એમ માનવા લાગ્યા અને તે પ્રમાણે ઉપદેશ કરવા લાગ્યા. ઘણું લોકો વળી તેને અનુસરવા પણ લાગ્યા. જગતમાં જુદા જુદા ધર્મમત જોવામાં આવે છે તેની ઉત્પત્તિનું કારણ એ જ છે. “ધર્મથી દુઃખ મટે' એમ ઘણાખરા વિચારવાનોની માન્યતા થઈ પણ ધર્મનું સ્વરૂપ સમજવામાં એકબીજામાં ઘણો તફાવત પડ્યો. ઘણા તો પોતાનો મૂળ વિષય ચૂકી ગયા અને ઘણા તો તે વિષયમાં મતિ થાકવાથી અનેક પ્રકારે નારિતકાદિ પરિણામોને પામ્યા. સર્વ દુઃખનો આત્યંતિક અભાવ અને પરમ અવ્યાબાધ સુખની પ્રાપ્તિ એ જ મોક્ષ છે અને તે જ પરમપિત” છે. વીતરાગ સન્માર્ગ તેનો “સદુપાય છે, તે સન્માર્ગનો આ પ્રમાણે સંક્ષેપ છેઃ સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્મચારિત્રની એકત્રતા તે “મોક્ષમાર્ગ છે. સર્વજ્ઞના જ્ઞાનમાં ભાયમાન તત્ત્વોની સમ્યક્ પ્રતીતિ થવી તે “સમ્યગદર્શન” છે, તત્ત્વની બોધ થવો તે સમ્યગજ્ઞાન છે. ઉપાદેય તત્વનો અભ્યાસ થવો તે “સમ્યક્યારિત્ર” છે. શુદ્ધ આત્મપદ સ્વરૂપ એવાં વીતરાગપદમાં સ્થિતિ થવી તે એ ત્રણેની એકત્રતા છે. સર્વદેવ, નિગ્રંથગુરુ અને સર્વજ્ઞોપદિષ્ટ ધર્મની પ્રતીતિથી “તત્વપ્રતીતિ ' પ્રાપ્ત થાય છે. સર્વ જ્ઞાનાવરણ, સર્વ દર્શનાવરણુ, સર્વ મોહ અને સર્વ વીર્યાદિ અંતરાયનો ક્ષય થવાથી આત્માને સર્વન વીતરાગ-સ્વભાવ” પ્રગટે છે. નિગ્રંથપદના અભ્યાસનો ઉત્તરોત્તર ક્રમ તેનો “માર્ગ” છે. તેનું રહસ્ય સર્વજ્ઞોપદિષ્ટધર્મ” છે. સમ્યગદર્શન, સમ્યગ્રજ્ઞાન અને સમારિત્રમાં સમ્યગદર્શનની મુખ્યતા ઘણે સ્થળે તે વીતરાગોએ કહી છે; જે કે સમ્યજ્ઞાનથી જ સમ્યગ્દર્શનનું પણ ઓળખાણ થાય છે, તો પણ સમ્યગદર્શનની પ્રાપ્તિ વગરનું જ્ઞાન સંસાર એટલે દુઃખને હેતુરૂપે હોવાથી સમ્યગદર્શનનું મુખ્યપણું ગ્રહણ કર્યું છે. જેમ જેમ સમ્યગદર્શન શુદ્ધ થતું જાય છે, તેમ તેમ સમ્મચારિત્ર પ્રત્યે વીર્ય ઉલ્લસતું જાય છે, અને ક્રમે કરીને સમકુચારિત્રની પ્રાપ્તિ થવાનો વખત આવે છે, જેથી આત્મામાં સ્થિર રવભાવ સિદ્ધ થતો જાય છે, અને ક્રમે કરીને પૂર્ણ સ્થિર સ્વભાવ પ્રગટે છે; અને આત્મા નિજ પદમાં લીન થઈ સર્વ કર્મકલંકથી રહિત થવાથી એક શુદ્ધ આત્મસ્વભાવરૂપ મોક્ષમાં પરમ અવ્યાબાધ સુખના અનુભવસમુદ્રમાં સ્થિત થાય છે. સમ્યગ્દર્શનની પ્રાપ્તિથી જેમ જ્ઞાન સમ્યકરવભાવને પામે છે એ સમ્યગદર્શનનો પરમ ઉપકાર છે, તેમ સમ્યગદર્શન ક્રમે કરી શુદ્ધ થતું જઈ પૂર્ણ સ્થિર સ્વભાવ સમક્યારિત્રને પ્રાપ્ત થાય તેને અર્થે સમ્યગજ્ઞાનના બળની તેને ખરેખરી આવશ્યકતા છે. તે સમ્યજ્ઞાનપ્રાપ્તિનો ઉપાય વીતરાગભૃત અને તે શ્રુતતત્ત્વોપદેષ્ટ મહાત્મા છે. ૧. આત્માને સ્વભાવમાં ધારે તે “ધર્મ', આત્માનો સ્વભાવ તે ધર્મ, સ્વભાવમાંથી પરભાવમાં ન જવા દે તે ધર્મ, પરભાવ વડે કરીને આત્માને દુર્ગતિએ જવું પડે તે ન જવા દેતા સ્વભાવમાં ધરી રાખે તે ધર્મ, સમ્યક્ શ્રદ્ધાન, જ્ઞાન અને સ્વરૂપાચરણ તે ધર્મ, સમ્યગ જ્ઞાન, સમ્યગ્દર્શન, સમ્યક્રચારિત્ર એ રત્નત્રયીને શ્રી તીર્થંકરદેવ ધર્મ કહે છે. દ્રવ્યનું શ્રદ્ધાન, જ્ઞાન અને વરૂપાચરણ તે ધર્મઃ જે સંસારના પરિભ્રમણથી છોડાવી ઉત્તમ સુખમાં ધરી રાખે તે ધર્મ, રત્નકડા શ્રાવકાચાર) “ધર્મ' એ વસ્તુ બહુ ગુપ્ત રહી છે. તે બાહ્ય સંશોધનથી મળવાની નથી. અપૂર્વ અંતરસંશોધનથી તે પ્રાપ્ત થાય છે, તે અંતરસંશોધન કોઈક મહાભાગ્ય સદ્ગુરુ અનુગ્રહ પામે છે. (શ્રીમદ્ રાજચંદ્ર) Page #3 -------------------------------------------------------------------------- ________________ નિગ્રંથ સિદ્ધાંતની ઉત્તમતા ૧૫૮ વીતરાગ શ્રતના પરમ રહસ્યને પ્રાપ્ત થયેલા અસંગ અને પરમકરુણાશીલ મહાત્માનો યોગ પ્રાપ્ત થવો અતિશય ઉષ્ણ છે. મહભાગ્યોદયના યોગથી જ તે યોગ પ્રાપ્ત થાય છે એમાં સંશય નથી. કહ્યું છે કે: તહાં હવામાં તેમના તે શ્રમણ મહાત્માઓનાં પ્રવૃત્તિલક્ષણ પરમપુરુષે આ પ્રમાણે કહ્યા છે : અત્યંતરદશાનાં ચિહ્ન તે મહાત્માઓનાં પ્રવૃત્તિલક્ષણથી નિર્ણત કરી શકાય; જે કે પ્રવૃત્તિલક્ષણ કરતાં અત્યંતરદશા વિષેનો નિશ્ચય અન્ય પણ નીકળે છે. કોઈ એક શુદ્ધ વૃત્તિમાન મુમુક્ષુને તેવી અત્યંતરદશાની પરીક્ષા આવે છે. યદ્યપિ તેવા મહાત્મા પુરુષનો કવચિત યોગ બને છે, તો પણ શુદ્ધ વૃત્તિમાન મુમુક્ષુ હોય તો તે અપૂર્વ ગુણને તેવા મુહૂર્તમાત્રના સમાગમમાં પ્રાપ્ત કરી શકે છે. જેવા મહામા પુરુષના વચન પ્રતાપથી મુહૂર્તમાત્રમાં ચક્રવર્તીઓ પોતાનું રાજપાટ છોડી ભયંકર વનમાં તપશ્ચર્યા કરવાને ચાલી નીકળતા હતા, તેવા મહાત્મા પુરુષના યોગથી અપૂર્વ ગુણ કેમ પ્રાપ્ત ન થાય? સારા દેશકાળમાં પણ કવચિત તેવા મહાત્માનો યોગ બની આવે છે, કેમકે તેઓ અપ્રતિબદ્ધ વિહારી હોય છે. ત્યારે એવા પુોનો નિત્યસંગ રહી શકે તેમ શી રીતે બની શકે કે જેથી મુમુક્ષ છવ સર્વ દુઃખ ક્ષય કરવાનાં અનન્ય કારણોને પૂર્ણપણે ઉપાસી શકે? તેનો માર્ગ આ પ્રમાણે ભગવાન જિને અવલોક્યો છે: નિત્ય તેમના સમાગમમાં આજ્ઞાધીનપણે વર્તવું જોઈએ, અને તે માટે બાહ્યાભંતર પરિગ્રહાદિ ત્યાગ જ યોગ્ય છે. જેઓ સર્વથા તેવો ત્યાગ કરવાને સમર્થ નથી, તેમણે આ પ્રમાણે દેશયાગપૂર્વક કરવું યોગ્ય છે. તેનું સ્વરૂપ આ પ્રમાણે ઉપદેશ્ય છેઃ તે મહાત્માપુરુષના ગુણાતિશયપણાથી, સમ્યક્મરણથી, પરમજ્ઞાનથી, પરમશાંતિથી, પરમનિવૃત્તિથી મુમુક્ષુ જીવની અશુભ વૃત્તિઓ પરાવર્તન થઈ શુભસ્વભાવને પામી સ્વરૂપ પ્રત્યે વળતી જાય છે. તે પુરૂનાં વચનો આગમવરૂપ છે, તો પણ વારંવાર પોતાથી વચનયોગની પ્રવૃત્તિ ન થાય તેથી, તથા નિરંતર સમાગમનો યોગ ન બને તેથી, તથા તે વચનનું શ્રવણ તાદૃશ રમરણમાં ન રહે તેથી, તેમ જ કેટલાક ભાવોનું સ્વરૂપ જાણવામાં પરિવર્તનની જરૂર હોય છે તેથી, અને અનુપ્રેક્ષાનું બળ વૃદ્ધિ પામવાને અર્થે વીતરાગબુત વીતરાગ શાસ્ત્ર એક બળવાન ઉપકારી સાધન છે; જો કે તેવા મહાત્મા પુરુષ દ્વારા જ પ્રથમ તેનું રહસ્ય જાણવું જોઈએ, પછી વિશુદ્ધ દષ્ટિ થયે મહાત્માના સમાગમના અંતરાયમાં પણ તે શ્રત બળવાન ઉપકાર કરે છે; અથવા જયાં કેવળ તેવા મહાત્માઓનો યોગ બની જ શકતો નથી ત્યાં પણ વિશદ્ધ દષ્ટિવાનને વીતરાગ શ્રત પરમોપકારી છે અને તે જ અર્થે થઈને મહત્પષોએ એક શ્લોકથી માંડી દ્વાદશાંગપર્યત રચના કરી છે. કાળના દોષથી અપાર શ્રુતસાગરનો ઘણો ભાગ વિસર્જન થતો ગયો અને બિંદુમાત્ર અથવા અલ્પમાત્ર વર્તમાનમાં વિદ્યમાન છે. - ઘણાં સ્થળો વિસર્જન થવાથી, ઘણાં રથળોમાં સ્થળનિરૂપણ રહ્યું હોવાથી નિગ્રંથભગવાનના તે શ્રતનો પૂર્ણ લાભ વર્તમાન મનુષ્યોને આ ક્ષેત્રે પ્રાપ્ત થતી નથી. Page #4 -------------------------------------------------------------------------- ________________ 160 આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ - ઘણા મતમતાંતરાદિ ઉત્પન્ન થવાનો હેતુ પણ એ જ છે, અને તેથી જ નિર્મળ આત્મતત્વના અભ્યાસી મહાત્માઓની અલ્પતા થઈ. શ્રુત અલ્પ રહ્યા છતાં, મતાંતર ઘણા છતાં, સમાધાનના કેટલાંક સાધનો પરોક્ષ છતાં, મહાત્મા પુરુષોનું કવચિતત્વ છતાં, હે આર્યજનો ! સમ્યગ્દર્શન, શ્રતનું રહસ્ય એવો પરમપદનો પંથ, આત્માનુભવના હેતુ, સમ્મચારિત્ર અને વિશુદ્ધ આત્મધ્યાન આજે પણ વિદ્યમાન છે એ પરમ હર્ષનું કારણ છે. ને વર્તમાનકાળનું નામ દુષમકાળ છે. તેથી દુઃખે કરીને ઘણા અંતરાયથી, પ્રતિકૂળતાથી, સાધનનું દુર્લભપણું હોવાથી મોક્ષમાર્ગની પ્રાપ્તિ થાય છે; પણ વર્તમાનમાં મોક્ષમાર્ગનો વિરછેદ છે એમ ચિંતવવું જોઈતું નથી. - જે અલ્પ સ્થળો રહ્યાં તેને એકાદશાંગને નામે શ્વેતાંબર આચાય કહે છે, દિગમ્બરો તેમાં અનુમત નહિ થતાં એમ કહે છે કે: વિસંવાદ કે મતાગ્રહની દૃષ્ટિએ તેમાં બન્ને કેવળ ભિન્ન ભિન્ન માર્ગની પેઠે જોવામાં આવે છે. દીર્થ દષ્ટિએ જોતાં તેનાં જુદાં જ કારણો જોવામાં આવે છે. વિવાદના ઘણાં સ્થળો તો અપ્રયોજન જેવાં છે; પ્રયોજન જેવા છે તે પણ પરોક્ષ છે. દિગંબર અને શ્વેતાંબર એવા બે ભેદ જિનદર્શનમાં મુખ્ય છે. મતદષ્ટિથી તેમાં મોટું અંતર જોવામાં આવે છે. તત્ત્વદષ્ટિથી તેવો વિશેષ ભેદ જિનદર્શનમાં મુખ્યપણે પરોક્ષ છે; જે પ્રત્યક્ષ કાર્યભૂત થઈ શકે તેવા છે તેમાં તેવો ભેદ નથી; માટે બંને સંપ્રદાયમાં ઉત્પન્ન થતા ગુણવાન પુરુષો સમ્યગ્દષ્ટિથી જુએ છે; અને જેમ તત્ત્વપ્રતીતિનો અંતરાય ઓછો થાય તેમ પ્રવર્તે છે. શ્રીમાન વર્ધમાનજિન વર્તમાનકાળના ચરમ તીર્થંકરદેવની શિક્ષાથી હાલ મોક્ષમાર્ગનું અસ્તિત્વ વર્તે છે. તેમના આ ઉપકારને સુવિહિત પુછો વારંવાર આશ્રર્યમય દેખે છે. જે ધર્મ સંસાર પરીક્ષણ કરવામાં સર્વથા ઉત્તમ હોય અને નિજસ્વભાવમાં સ્થિતિ કરાવવાને બળવાન હોય તે જ ઉત્તમ અને તે જ બળવાન છે. (શ્રીમદ્ રાજચંદ્રગ્રંથમાંથી સંકલિત) સાંપ્રદાયિક વ્યામોહમાં શ્રીમનું સાચું મૂલ્ય આપણે ન સમજી શક્યા પણ આવા આત્માથી અને આત્મદર્શ પુરૂને ઓળખવામાં જ જૈનદર્શનની ગુણગ્રાહકદષ્ટિ સમાયેલ છે. કમનસીબે આવી દૃષ્ટિનો આપણે ત્યાં બહુ અભાવ છે, પણ જે આવી દષ્ટિ દાખવશે અને શ્રીમદ્ભી આત્મસાધના સમજવા પ્રયત્ન કરશે એ જરૂર ધર્મલાભ મેળવશે. * \ |