________________ 160 આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ - ઘણા મતમતાંતરાદિ ઉત્પન્ન થવાનો હેતુ પણ એ જ છે, અને તેથી જ નિર્મળ આત્મતત્વના અભ્યાસી મહાત્માઓની અલ્પતા થઈ. શ્રુત અલ્પ રહ્યા છતાં, મતાંતર ઘણા છતાં, સમાધાનના કેટલાંક સાધનો પરોક્ષ છતાં, મહાત્મા પુરુષોનું કવચિતત્વ છતાં, હે આર્યજનો ! સમ્યગ્દર્શન, શ્રતનું રહસ્ય એવો પરમપદનો પંથ, આત્માનુભવના હેતુ, સમ્મચારિત્ર અને વિશુદ્ધ આત્મધ્યાન આજે પણ વિદ્યમાન છે એ પરમ હર્ષનું કારણ છે. ને વર્તમાનકાળનું નામ દુષમકાળ છે. તેથી દુઃખે કરીને ઘણા અંતરાયથી, પ્રતિકૂળતાથી, સાધનનું દુર્લભપણું હોવાથી મોક્ષમાર્ગની પ્રાપ્તિ થાય છે; પણ વર્તમાનમાં મોક્ષમાર્ગનો વિરછેદ છે એમ ચિંતવવું જોઈતું નથી. - જે અલ્પ સ્થળો રહ્યાં તેને એકાદશાંગને નામે શ્વેતાંબર આચાય કહે છે, દિગમ્બરો તેમાં અનુમત નહિ થતાં એમ કહે છે કે: વિસંવાદ કે મતાગ્રહની દૃષ્ટિએ તેમાં બન્ને કેવળ ભિન્ન ભિન્ન માર્ગની પેઠે જોવામાં આવે છે. દીર્થ દષ્ટિએ જોતાં તેનાં જુદાં જ કારણો જોવામાં આવે છે. વિવાદના ઘણાં સ્થળો તો અપ્રયોજન જેવાં છે; પ્રયોજન જેવા છે તે પણ પરોક્ષ છે. દિગંબર અને શ્વેતાંબર એવા બે ભેદ જિનદર્શનમાં મુખ્ય છે. મતદષ્ટિથી તેમાં મોટું અંતર જોવામાં આવે છે. તત્ત્વદષ્ટિથી તેવો વિશેષ ભેદ જિનદર્શનમાં મુખ્યપણે પરોક્ષ છે; જે પ્રત્યક્ષ કાર્યભૂત થઈ શકે તેવા છે તેમાં તેવો ભેદ નથી; માટે બંને સંપ્રદાયમાં ઉત્પન્ન થતા ગુણવાન પુરુષો સમ્યગ્દષ્ટિથી જુએ છે; અને જેમ તત્ત્વપ્રતીતિનો અંતરાય ઓછો થાય તેમ પ્રવર્તે છે. શ્રીમાન વર્ધમાનજિન વર્તમાનકાળના ચરમ તીર્થંકરદેવની શિક્ષાથી હાલ મોક્ષમાર્ગનું અસ્તિત્વ વર્તે છે. તેમના આ ઉપકારને સુવિહિત પુછો વારંવાર આશ્રર્યમય દેખે છે. જે ધર્મ સંસાર પરીક્ષણ કરવામાં સર્વથા ઉત્તમ હોય અને નિજસ્વભાવમાં સ્થિતિ કરાવવાને બળવાન હોય તે જ ઉત્તમ અને તે જ બળવાન છે. (શ્રીમદ્ રાજચંદ્રગ્રંથમાંથી સંકલિત) સાંપ્રદાયિક વ્યામોહમાં શ્રીમનું સાચું મૂલ્ય આપણે ન સમજી શક્યા પણ આવા આત્માથી અને આત્મદર્શ પુરૂને ઓળખવામાં જ જૈનદર્શનની ગુણગ્રાહકદષ્ટિ સમાયેલ છે. કમનસીબે આવી દૃષ્ટિનો આપણે ત્યાં બહુ અભાવ છે, પણ જે આવી દષ્ટિ દાખવશે અને શ્રીમદ્ભી આત્મસાધના સમજવા પ્રયત્ન કરશે એ જરૂર ધર્મલાભ મેળવશે. * \ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org