Book Title: Nigod Jatina Jivasumaha Vishayaka Prashnottaro
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 4
________________ ૧૦૧૮] દર્શન અને ચિંતન સંસી છોના પ્રમાણે જ કષાયબબ્ધ જરૂર કરી શકે છે. આમ હોવાથી યેગ્યતાની અપેક્ષાએ અવ્યવહાર–રાશિત છ વિકસિત નહિ, પરંતુ નિકૃષ્ટ (હીનતમ અર્થાત હલકામાં હલકી શ્રેણીના) જ છે. પરતુ આમાં એક વસ્તુ ખાસ ધ્યાનમાં લેવા યોગ્ય છે, જેના પર આપણું ધ્યાન હજી ગયું નથી. તે એ કે સંસી પંચેન્દ્રિય જીવમાં જેમ કષાયની માત્રા અધિક હોય છે, તેમ જ તેની સાથે જ્ઞાન અને વીર્યના ક્ષય પશમની માત્રા પણ અધિક હોય છે. આ ક્ષાયોપથમિક માત્રા પર જ વિકાસનો આધાર છે, નેગેદિક એકેન્દ્રિય જીવમાં સ્પર્શનેન્દ્રિયાવરણના અત્યંત અલ્પ અંશને તેમ જ વિયરાયના પણ અતિ અલ્પાંશને ક્ષયોપશમ હોય છે. બાકીની સર્વ ઈન્ડિયાના આવરણને સર્વધાતી રસ ઉદયમાં હોવાથી તે એકેન્દ્રિય જીવોને બીજી ઈન્દ્રિ દ્વારા સ્વલ્પ પણ જ્ઞાન થઈ શકતું નથી, પરિણામે તે જીવનું અજ્ઞાન એટલું બધું ગાઢ હોય છે કે તેથી તે સુપ્ત કે મૂચ્છિત બરાબર છે. વીર્યન્તરાય કર્મને પણ ક્ષપશમ એટલે અલ્પ હોય છે કે તે પિતાના સુખદુઃખનો અનુભવ સ્પષ્ટપણે કરવામાં અસમર્થ છે. આ પ્રમાણે જ્ઞાન અને વીર્યની અત્યન્ત ન્યૂનતા તે જ તેઓની આત્મિક અશુદ્ધિ છે, તે જ અવિકસિતતા છે. કષાયિક માત્રાની ન્યૂનતાનું કારણ પણ તે જ તેની ન્યૂનતાએ અર્થાત્ આત્મિક અશુદ્ધિ છે, અને નહિ કે સ્વાભાવિક શક્તિઓનો વિકાસ. જેમ એક શત્રાસ્ત્રસંપન્ન પ્રજા બીજી પ્રજાને સંપૂર્ણ રીતે પિતાના તાબામાં લઈ લે છે અને તેને કોધ, માન, માયા અને લેભ આદિ વડે કચડી નાખે છે, ત્યારે તેનાથી બીજી જંગલી, બાયેલી, નામ, પશુપ્રાય નગ્ન પ્રજા આક્રમણ કરતી પ્રજા સામે ઝૂઝવાને બદલે તેને દેખી નાસી જાય અને છુપાઈ જાય છે, તો શું તેથી તે જંગલી પ્રજાને વિકસિત કહી શકીએ ? કદી નહિ, કારણ કે જોકે હમણું તેનામાં ક્રોધ, લેભ આદિ ઓછા દેખાય છે, પરંતુ તેના બદલે ભય અધિક જણાય છે; અને પરિણામે ક્રોધ, લોભ આદિ અધિક માત્રામાં દેખાવાને પૂર્ણ સંભવ છે: આ જ પ્રમાણે એકેન્દ્રિય જીના સંબંધી સમજવું જોઈએ. અનાદિ કાળથી કપાયિક માત્રા ન્યૂન હોવા છતાં પણ જે એકેન્દ્રિય જીવ અવ્યવહાર-રાશિમાંથી બહાર નીકળી શક્યા નથી તેમ જ નીકળી શકવાના પણ નથી તેનું કારણ જ્ઞાન અને વીર્યરૂપ આત્મિક શક્તિની આત્યં. તિક ન્યૂનતા અર્થાત આત્મિક અશુદ્ધિ જ છે. એકવાર જ્ઞાન અને વીર્યની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7