Book Title: Neminath ane Krushna
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 2
________________ ૩૧૪] દર્શન અને ચિંતન છે. નેમિનાથ અને રાજુમતીનું જીવન એ જૈન પરંપરાની ત્યાગવૃતિનો નમૂનો છે. તેઓ પરણવા ઈચ્છતાં નહોતાં, છતાં બીજાની સમજાવટથી પરણવા તૈયાર થાય છે. લગ્ન વખતે કતલ થનારાં જાનવરે જેઈને નેમિનાથને અત્યંત કરુણા અને કંપારી છૂટે છે, અને પશુધને ખ્યાલ આવતાં તેઓ લગ્નમંડપ છેડીને ગિરનારમાં તપશ્ચર્યા કરવા માટે ચાલ્યા જાય છે. રાજુમતી એ કંસની બહેન અને ઉગ્રસેન રાજાની પુત્રી. રાજુમતીને નેમિનાથ વિશે ખબર પડતાં તે પણ સંસાર છોડીને ચાલી નીકળે છે અને તપ કરતી વખતે નેમિનાથના ભાઈ રથનેમિ, જેઓ સાધુ થયા હતા અને જે રાજુમતીના રૂપમાં લેભાય છે, તેમને સદુપદેશ આપી સ્થિર કરે છે. ત્યાર પછી. નેમિનાથ અને રાજુમતી સદુપદેશ કરતાં ફરે છે. આપણી ધર્મપરંપરામાં સાધુ અને સાધ્વીનું જે સ્થાન છે તેના નમૂના રૂપે તેમનું જીવન વ્યતીત થયું હતું. તેઓ ઐતિહાસિક પાત્રો હોય કે ન હોય, પણ લેકેના ચિત્તમાં એટલા બધા વસી ગયા છે કે તેઓ હતા જ એમ મનાય છે. કૃષ્ણ વિશેનું સાહિત્ય એટલું વિશાળ છે, તેને લગતાં ગીત સંસ્કૃત અને પ્રાકૃતમાં એટલાં બધાં છે કે જો એ બધાંને સંગ્રહ કર્યો હોય તે એ જ એક મોટું મહાભારત થઈ જાય. જેને પણ કૃષ્ણને નેમિનાથના સમાન એક ભાવી તીર્થકર તરીકે ઓળખે છે, પણ જે આપણે બન્નેના ચરિત્રને વધુ સમજીએ તે આપણને સાચું રહસ્ય માલૂમ પડશે. પશુઓની હિંસાના ખ્યાલથી દુઃખિત થઈને નેમિનાથ સાધુ થાય છે. રાજુમતી નેમિનાથના રાગથી નહિ, પણ ખરા ત્યાગથી પ્રેરાઈને સાથી થાય છે. રથનેમિની ચંચળ ચિત્તવૃત્તિનું સંયમમાં પરિવર્તન કરાવે છે. દમાં યમ અને યમી એ બે ભાઈબહેનેનું વર્ણન છે, જેમાં યમીને લગ્ન કરવાની ઈચ્છા થાય છે પણ તેનો ભાઈ યમ તેને સંયમમાં સ્થિર કરે છે. નેમિનાથ અને રાજુમતીના જીવનના આ પ્રસંગે નાના છતાં ઘણા મહત્વના છે. જેને આદર્શમાં જે સંતને–ત્યાગને આદર્શ છે તેનું આપણને નેમિનાથ અને રાજુમતીના જીવનમાં, દર્શન થાય છે. કૃષ્ણ ગીતાને ખરેખર બોધ કર્યો હોય કે તેના પછી તેને નામે બીજા કઈયે લખી હોય, પણ તે અત્યંત જીવનસ્પર્શી છે અને તેમાં વૈદિક સંસ્કૃતિને. સાર આવી જાય છે. તેથી આજે તે ધર્મસાહિત્યમાં સર્વ શ્રેષ્ઠસ્થાન ભેગવે છે. નેમિનાથના જીવનમાં જે પ્રસંગ આવે છે તેથી જુદો પ્રસંગ કૃષ્ણના જીવનમાં આવે છે. અતિવૃષ્ટિથી પીડાતાં જાનવરેને તેમણે વર્ધન પર્વત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4