Book Title: Neminath ane Krushna
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Catalog link: https://jainqq.org/explore/249193/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ભગવાન નેમિનાથ અને કૃષ્ણ [૧૦] નેમિનાથ અને રાજુમતી વિશે જેને ઘણું જાણતા હશે. નાનાં બાળક પણ કંઈ ને કંઈ તે જાણતાં હશે, છતાં મને આ વિષય ઉપર કંઈકે કહેવાનું મન થયું છે. હું બનારસમાં હતું ત્યારે દુષ્કાળને ખબરે છાપામાં વાંચો અને તેના ભરવાના ખબરે સાંભળીને મને અતિશય ઉકળાટ થતો હતો. માણસે તે ભરે છેછતાં આપણું ધ્યાન મૂંગા ઢેર પ્રત્યે વધુ ખેંચાય છે. એ વખતે હું હેમચન્દ્રાચાર્ય ઉપરના એક પુસ્તકની અંગ્રેજી પ્રસ્તાવના સાંભળતા હતા, ત્યારે નેમિનાથને ઉલ્લેખ આપે. એટલે મને ત્યારથી આ વિષય ઉપર બેસવાને વિચાર આવ્યું હતું. નેમિનાથ વિશે તમે કાંઈ કહે ત્યારે તમારે કૃષ્ણ વિશે પણ જાણવું જોઈએ. નેમિનાથ અને કૃષ્ણ એ બેને આપણું આદર્શ તરીકે રાખીએ તે આપણે આખી આર્યસંસ્કૃતિ સમજ્યા છીએ એમ કહેવાય. એ બન્નેને જન્મ યદુકુળમાં થયું હતું. નેમિનાથનો જન્મ આજથી છાશી હજાર વર્ષ પહેલાં થયે હતા એમ જૈન પરંપરા કહે છે. બ્રાહ્મણપરંપરા કૃષ્ણને જન્મ પાંચ હજાર વર્ષ પહેલાં થયો એમ કહે છે. જે નેમિનાથ અને કૃષ્ણ કાકાના દીકરા ભાઈ હોય તે આ જૈન પરંપરાને ખ્યાલ ભૂલભરેલે ગણવો જોઈએ. મને લાગે છે કે નેમિનાથ છાશી હજાર વર્ષ પહેલાં નહિ, પણું પાર્શ્વનાથથી થોડા સમય પહેલાં જ થઈ ગયા હોવા જોઈએ. એટલે સમયની બાબતમાં જૈન પરંપરા ઉપર બહુ ભાર મૂકવા જેવું મને લાગતું નથી. યદુવંશ એ મથુરાની આસપાસ ફૂલ્યોફાલ્યું હતું. વસુદેવના પુત્ર કૃષ્ણ અને વસુદેવના ભાઈ સમુદ્રવિજયના પુત્ર એ નેમિનાથ. જૈન પરંપરામાં નેમિનાથની સાથે કૃષ્ણનું પણ ઘણું વર્ણન આવે છે. બ્રાહ્મણ પરંપરામાં કૃષ્ણનું વર્ણન ધણું છે, છતાં તેમાં નેમિનાથને ઉલ્લેખ પણું નથી એ આશ્ચર્ય ઉપજાવે તેવી વાત છે. મથુરામાં કણ ઉપર આફત આવતાં તે નવી રાજધાની દ્વારિકામાં સ્થાપે છે. નેમિનાથને ઉછેર અને જુવાની દ્વારિકામાં થયા હોય તેમ જણાય Page #2 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪] દર્શન અને ચિંતન છે. નેમિનાથ અને રાજુમતીનું જીવન એ જૈન પરંપરાની ત્યાગવૃતિનો નમૂનો છે. તેઓ પરણવા ઈચ્છતાં નહોતાં, છતાં બીજાની સમજાવટથી પરણવા તૈયાર થાય છે. લગ્ન વખતે કતલ થનારાં જાનવરે જેઈને નેમિનાથને અત્યંત કરુણા અને કંપારી છૂટે છે, અને પશુધને ખ્યાલ આવતાં તેઓ લગ્નમંડપ છેડીને ગિરનારમાં તપશ્ચર્યા કરવા માટે ચાલ્યા જાય છે. રાજુમતી એ કંસની બહેન અને ઉગ્રસેન રાજાની પુત્રી. રાજુમતીને નેમિનાથ વિશે ખબર પડતાં તે પણ સંસાર છોડીને ચાલી નીકળે છે અને તપ કરતી વખતે નેમિનાથના ભાઈ રથનેમિ, જેઓ સાધુ થયા હતા અને જે રાજુમતીના રૂપમાં લેભાય છે, તેમને સદુપદેશ આપી સ્થિર કરે છે. ત્યાર પછી. નેમિનાથ અને રાજુમતી સદુપદેશ કરતાં ફરે છે. આપણી ધર્મપરંપરામાં સાધુ અને સાધ્વીનું જે સ્થાન છે તેના નમૂના રૂપે તેમનું જીવન વ્યતીત થયું હતું. તેઓ ઐતિહાસિક પાત્રો હોય કે ન હોય, પણ લેકેના ચિત્તમાં એટલા બધા વસી ગયા છે કે તેઓ હતા જ એમ મનાય છે. કૃષ્ણ વિશેનું સાહિત્ય એટલું વિશાળ છે, તેને લગતાં ગીત સંસ્કૃત અને પ્રાકૃતમાં એટલાં બધાં છે કે જો એ બધાંને સંગ્રહ કર્યો હોય તે એ જ એક મોટું મહાભારત થઈ જાય. જેને પણ કૃષ્ણને નેમિનાથના સમાન એક ભાવી તીર્થકર તરીકે ઓળખે છે, પણ જે આપણે બન્નેના ચરિત્રને વધુ સમજીએ તે આપણને સાચું રહસ્ય માલૂમ પડશે. પશુઓની હિંસાના ખ્યાલથી દુઃખિત થઈને નેમિનાથ સાધુ થાય છે. રાજુમતી નેમિનાથના રાગથી નહિ, પણ ખરા ત્યાગથી પ્રેરાઈને સાથી થાય છે. રથનેમિની ચંચળ ચિત્તવૃત્તિનું સંયમમાં પરિવર્તન કરાવે છે. દમાં યમ અને યમી એ બે ભાઈબહેનેનું વર્ણન છે, જેમાં યમીને લગ્ન કરવાની ઈચ્છા થાય છે પણ તેનો ભાઈ યમ તેને સંયમમાં સ્થિર કરે છે. નેમિનાથ અને રાજુમતીના જીવનના આ પ્રસંગે નાના છતાં ઘણા મહત્વના છે. જેને આદર્શમાં જે સંતને–ત્યાગને આદર્શ છે તેનું આપણને નેમિનાથ અને રાજુમતીના જીવનમાં, દર્શન થાય છે. કૃષ્ણ ગીતાને ખરેખર બોધ કર્યો હોય કે તેના પછી તેને નામે બીજા કઈયે લખી હોય, પણ તે અત્યંત જીવનસ્પર્શી છે અને તેમાં વૈદિક સંસ્કૃતિને. સાર આવી જાય છે. તેથી આજે તે ધર્મસાહિત્યમાં સર્વ શ્રેષ્ઠસ્થાન ભેગવે છે. નેમિનાથના જીવનમાં જે પ્રસંગ આવે છે તેથી જુદો પ્રસંગ કૃષ્ણના જીવનમાં આવે છે. અતિવૃષ્ટિથી પીડાતાં જાનવરેને તેમણે વર્ધન પર્વત. Page #3 -------------------------------------------------------------------------- ________________ ભગવાન નેમિનાથ અને કૃષ્ણ [ ૩૧ દ્વારા બચાવ્યા અને આજે પણ ઠેર ઠેર ગશાળાએ બ્રાહ્મણ-સંસ્કૃતિના અનુ યાયીઓ તરફથી ચાલે છે. આ ગાશાળામાં માટે ભાગે ગાયા જ હાય છે. ખીન્ન પ્રાન્તામાં ગાયો માટે રક્ષણની વ્યવસ્થા છે, પણ ગાયા ઉપરાંત ખીજા પ્રાણીઓના રક્ષણની પણ વ્યવસ્થા ગુજરાતમાં આપણે વધુ જોઈ એ છીએ, અને તેનું કારણ નેમિનાથના એધ હોય તેમ જણાય છે. એટલે આપણે કૃષ્ણને ગારક્ષક અને નેમિનાથને પશુરક્ષક તરીકે ઓળખાવી શકીએ. કૃષ્ણને સબંધ ગેાપાલન ગોવધન સાથે જોડવામાં આવ્યેા છે, તેવી જ રીતે નેમિનાથને સંબંધ પશુરક્ષણ અને પશુપાલન સાથે જોવામાં આવ્યા છે. તેની સાબિતીએ કાર્ડિયાવાડમાં અને ગિરનાર ઉપર મળે છે, નેમિનાથને કાંઈ જ સંબંધ વ્યવહારમાર્ગ અર્થાત્ પ્રવૃત્તિમાર્ગની સાથે ન હોય તેમ લાગે છે. ત્યાગ કર્યો પછી જે તેમની પાસે આવે તેમને માટે તેમના વનમાં ઘણું છે, જ્યારે કૃષ્ણનું આખું વન વ્યવહારપૂર્ણ છે. સંસારમાં રહ્યા છતાં સંસારથી અલિમરહેવાના મેધ તેમના જીવનમાંથી જડે છે. હિંદમાં નેમિનાથ અને કૃષ્ણના એ આદર્શોમાં આપણી આસસ્કૃતિની રજૂઆત થાય છે. આર્ય સંસ્કૃતિમાં હીનયાન અને મહાયાન એવા બે આદર્શો છે. હીનયાન આદર્શ પાતા પૂરતા જ પર્યાપ્ત છે. પાતાનું કપાણ કરતાં બીજાનું કલ્યાણ થઈ જાય તેા ભલે, પણ ખાસ તે તે પોતા માટે છે; જ્યારે મહાયાન આદર્શ સર્વ લોકોના કલ્યાણને પહેલું સ્થાન આપે છે. જેનામાં હીનયાનને વધુ પસંદગી આપવામાં આવી હાય તેમ જણાય છે, જ્યારે બ્રાહ્મણ લોકાએ મહાયાનના આદર્શને પણ સ્વીકાર્યો છે. કૃષ્ણના જીવનમાં સુદામાની વાત આવે છે. વૈભવ ભોગવવા છતાં પોતે અલિપ્ત રહે છે. સમરાંગણમાં પણ તે તટસ્થભાવે રહે છે. પણ આ બન્ને આદર્શોને અલગ પાડવાથી આપણે ઘણુ નેવુ છે. શ્વાહ્મણ અને જૈનેએ પરસ્પરના મહાન પુરુષો વિશે કેટલું એહુ જાણ્યું છે ? હીનયાની અને મહાયાની આદર્શો જે આજે છૂટા પડી ગયા છે તે ખરાખર નથી. ભારતીય સંસ્કૃતિને જો આપણે સમજવા માગતા હાઈ એ તા નેમિનાથ અને કૃષ્ણ અનેને આપણે સમજવા જોઈએ. રસત્તિ, બુદ્ધિ અને તત્ત્વજ્ઞાનની દૃષ્ટિએ જો આપણે કૃષ્ણને ન જાણીએ તો નેમિનાથને પણ. આપણે બરાબર નહિ જાણી શકીએ. કૃષ્ણભક્તો, જે મહાયાની છે, તેમણે નેમિનાથના જીવનમાંથી ઘણુ શીખવાનુ છે, કૃષ્ણને નામે પોતાની તામસ અને રાજસવૃત્તિને તે પોષી રહ્યા છે. તેમણે તેમિનાય અને રાજીમતીના જીવનમાંથી ત્યાગ અને તપશ્ચર્યા શીખવાં જોઈ એ. પણ વ્યવહારમાં તમે કાંઈ Page #4 -------------------------------------------------------------------------- ________________ -356 ] દર્શન અને ચિંતન કરવા માગતા હો તે તમારે કૃષ્ણના જીવનમાંથી મેળવવું પડશે. જૈન આચાએંને હાથે કૃષ્ણની કથા લખાઈ છે, તેમના પિતા વસુદેવની વાત લખાઈ છે. અત્યંત રસભરી છે. કૃષ્ણના જીવનના વાસ્તવિક અંશેને નેમિનાથના જીવન સાથે જોડીને આપણે આર્યસંસ્કૃતિનું સાચું રૂપ ઓળખી શકીશું. ગોપાલન અને પશુપાલન એ વસ્તુની અસ્ય પણ આપણે તેમના જીવનમાંથી મેળવવાની છે. અંતિમ સમયે પિતાને બાણ મારનારને કૃષ્ણ ઉદારચિત્તે ક્ષમા આપે છે, એટલું જ નહિ, પણ તેને પશુપાલનને બંધ આપે છે. મહાવીર, બુદ્ધ બધાના જીવનમાં આવા દાખલાઓ મળી આવે છે. તેઓ સ્કૂલ વન પ્રત્યે નિર્મમ હોય છે. એટલે હું જેનોને કૃષ્ણના જીવન વિશે વાંચવાનું કહું છું, તેમ જૈનેતરને નેમિનાથ અને રાજુમતી વિશે સહાનુભૂતિથી જાણવાની સૂચના કરું છું. આથી અરપરસના પૂર્વગ્રહ દૂર થશે અને આર્ય સંસ્કૃતિના બન્ને પાસાનું દર્શન થશે. વ્યવહારમાં કામ કરવા છતાં અલિપ્ત રહેવાની ભાવના કૃષ્ણના જીવનમાંથી મળે છે, નેમિનાથ અને કૃષ્ણના આદર્શોમાં લોકોને જણાય છે તેવો વિરોધ નથી. વિરોધ દેખાય છે તે સ્થૂલ છે. –પ્રબુદ્ધ જૈન, 15-11-41