________________
ભગવાન નેમિનાથ અને કૃષ્ણ
[ ૩૧
દ્વારા બચાવ્યા અને આજે પણ ઠેર ઠેર ગશાળાએ બ્રાહ્મણ-સંસ્કૃતિના અનુ યાયીઓ તરફથી ચાલે છે. આ ગાશાળામાં માટે ભાગે ગાયા જ હાય છે.
ખીન્ન પ્રાન્તામાં ગાયો માટે રક્ષણની વ્યવસ્થા છે, પણ ગાયા ઉપરાંત ખીજા પ્રાણીઓના રક્ષણની પણ વ્યવસ્થા ગુજરાતમાં આપણે વધુ જોઈ એ છીએ, અને તેનું કારણ નેમિનાથના એધ હોય તેમ જણાય છે. એટલે આપણે કૃષ્ણને ગારક્ષક અને નેમિનાથને પશુરક્ષક તરીકે ઓળખાવી શકીએ. કૃષ્ણને સબંધ ગેાપાલન ગોવધન સાથે જોડવામાં આવ્યેા છે, તેવી જ રીતે નેમિનાથને સંબંધ પશુરક્ષણ અને પશુપાલન સાથે જોવામાં આવ્યા છે. તેની સાબિતીએ કાર્ડિયાવાડમાં અને ગિરનાર ઉપર મળે છે,
નેમિનાથને કાંઈ જ સંબંધ વ્યવહારમાર્ગ અર્થાત્ પ્રવૃત્તિમાર્ગની સાથે ન હોય તેમ લાગે છે. ત્યાગ કર્યો પછી જે તેમની પાસે આવે તેમને માટે તેમના વનમાં ઘણું છે, જ્યારે કૃષ્ણનું આખું વન વ્યવહારપૂર્ણ છે. સંસારમાં રહ્યા છતાં સંસારથી અલિમરહેવાના મેધ તેમના જીવનમાંથી જડે છે. હિંદમાં નેમિનાથ અને કૃષ્ણના એ આદર્શોમાં આપણી આસસ્કૃતિની રજૂઆત થાય છે.
આર્ય સંસ્કૃતિમાં હીનયાન અને મહાયાન એવા બે આદર્શો છે. હીનયાન આદર્શ પાતા પૂરતા જ પર્યાપ્ત છે. પાતાનું કપાણ કરતાં બીજાનું કલ્યાણ થઈ જાય તેા ભલે, પણ ખાસ તે તે પોતા માટે છે; જ્યારે મહાયાન આદર્શ સર્વ લોકોના કલ્યાણને પહેલું સ્થાન આપે છે. જેનામાં હીનયાનને વધુ પસંદગી આપવામાં આવી હાય તેમ જણાય છે, જ્યારે બ્રાહ્મણ લોકાએ મહાયાનના આદર્શને પણ સ્વીકાર્યો છે. કૃષ્ણના જીવનમાં સુદામાની વાત આવે છે. વૈભવ ભોગવવા છતાં પોતે અલિપ્ત રહે છે. સમરાંગણમાં પણ તે તટસ્થભાવે રહે છે. પણ આ બન્ને આદર્શોને અલગ પાડવાથી આપણે ઘણુ નેવુ છે. શ્વાહ્મણ અને જૈનેએ પરસ્પરના મહાન પુરુષો વિશે કેટલું એહુ જાણ્યું છે ? હીનયાની અને મહાયાની આદર્શો જે આજે છૂટા પડી ગયા છે તે ખરાખર નથી. ભારતીય સંસ્કૃતિને જો આપણે સમજવા માગતા હાઈ એ તા નેમિનાથ અને કૃષ્ણ અનેને આપણે સમજવા જોઈએ. રસત્તિ, બુદ્ધિ અને તત્ત્વજ્ઞાનની દૃષ્ટિએ જો આપણે કૃષ્ણને ન જાણીએ તો નેમિનાથને પણ. આપણે બરાબર નહિ જાણી શકીએ. કૃષ્ણભક્તો, જે મહાયાની છે, તેમણે નેમિનાથના જીવનમાંથી ઘણુ શીખવાનુ છે, કૃષ્ણને નામે પોતાની તામસ અને રાજસવૃત્તિને તે પોષી રહ્યા છે. તેમણે તેમિનાય અને રાજીમતીના જીવનમાંથી ત્યાગ અને તપશ્ચર્યા શીખવાં જોઈ એ. પણ વ્યવહારમાં તમે કાંઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org