SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન નેમિનાથ અને કૃષ્ણ [૧૦] નેમિનાથ અને રાજુમતી વિશે જેને ઘણું જાણતા હશે. નાનાં બાળક પણ કંઈ ને કંઈ તે જાણતાં હશે, છતાં મને આ વિષય ઉપર કંઈકે કહેવાનું મન થયું છે. હું બનારસમાં હતું ત્યારે દુષ્કાળને ખબરે છાપામાં વાંચો અને તેના ભરવાના ખબરે સાંભળીને મને અતિશય ઉકળાટ થતો હતો. માણસે તે ભરે છેછતાં આપણું ધ્યાન મૂંગા ઢેર પ્રત્યે વધુ ખેંચાય છે. એ વખતે હું હેમચન્દ્રાચાર્ય ઉપરના એક પુસ્તકની અંગ્રેજી પ્રસ્તાવના સાંભળતા હતા, ત્યારે નેમિનાથને ઉલ્લેખ આપે. એટલે મને ત્યારથી આ વિષય ઉપર બેસવાને વિચાર આવ્યું હતું. નેમિનાથ વિશે તમે કાંઈ કહે ત્યારે તમારે કૃષ્ણ વિશે પણ જાણવું જોઈએ. નેમિનાથ અને કૃષ્ણ એ બેને આપણું આદર્શ તરીકે રાખીએ તે આપણે આખી આર્યસંસ્કૃતિ સમજ્યા છીએ એમ કહેવાય. એ બન્નેને જન્મ યદુકુળમાં થયું હતું. નેમિનાથનો જન્મ આજથી છાશી હજાર વર્ષ પહેલાં થયે હતા એમ જૈન પરંપરા કહે છે. બ્રાહ્મણપરંપરા કૃષ્ણને જન્મ પાંચ હજાર વર્ષ પહેલાં થયો એમ કહે છે. જે નેમિનાથ અને કૃષ્ણ કાકાના દીકરા ભાઈ હોય તે આ જૈન પરંપરાને ખ્યાલ ભૂલભરેલે ગણવો જોઈએ. મને લાગે છે કે નેમિનાથ છાશી હજાર વર્ષ પહેલાં નહિ, પણું પાર્શ્વનાથથી થોડા સમય પહેલાં જ થઈ ગયા હોવા જોઈએ. એટલે સમયની બાબતમાં જૈન પરંપરા ઉપર બહુ ભાર મૂકવા જેવું મને લાગતું નથી. યદુવંશ એ મથુરાની આસપાસ ફૂલ્યોફાલ્યું હતું. વસુદેવના પુત્ર કૃષ્ણ અને વસુદેવના ભાઈ સમુદ્રવિજયના પુત્ર એ નેમિનાથ. જૈન પરંપરામાં નેમિનાથની સાથે કૃષ્ણનું પણ ઘણું વર્ણન આવે છે. બ્રાહ્મણ પરંપરામાં કૃષ્ણનું વર્ણન ધણું છે, છતાં તેમાં નેમિનાથને ઉલ્લેખ પણું નથી એ આશ્ચર્ય ઉપજાવે તેવી વાત છે. મથુરામાં કણ ઉપર આફત આવતાં તે નવી રાજધાની દ્વારિકામાં સ્થાપે છે. નેમિનાથને ઉછેર અને જુવાની દ્વારિકામાં થયા હોય તેમ જણાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249193
Book TitleNeminath ane Krushna
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages4
LanguageGujarati
ClassificationArticle & Tirthankar
File Size303 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy