Book Title: Nandiya ni Prachin Jina Pratima
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgrantha_1_022701.pdf and Nirgrantha_2_022702.pdf and Nirgrantha_3_022703.pdf

View full book text
Previous | Next

Page 1
________________ નાદિયાની પ્રાચીન જિનપ્રતિમા મધુસૂદન ઢાંકી રાજસ્થાનના પુરાતન ગૂર્જરદેશ પંથકમાં, અર્બુદાચલની ફરતે, ઈસ્વીસનના સાતમા શતકના પૂર્વાર્ધમાં ચાપ વંશનું શાસન હતું. તે કાળના ત્યાંનાં ઉલ્લેખનીય સ્થાનોમાં હતાં ભિલ્લમાલ (ભિન્નમાલ), કુત્સાપુર (કુસુમા), બ્રહ્માણ (વરમાણ), વટપુર કે વટાકરસ્થાન (વસતગઢ), ઈત્યાદિ ગ્રામ-નગર. ત્યાંથી પ્રાચીન શિલ્પ-સ્થાપત્યના અવશેષો વા શિલાલેખાદિ પ્રાપ્ત થયાં છે. એ સમુદાયનું એવું જ એક જૂનું સ્થાન છે “નંદિગ્રામ' કિંવા હાલનું ‘નાદિયા', જેના દશમા શતક જેટલા પુરાણા ભાગ ધરાવતા નાના જિનાલયના ગર્ભગૃહમાં શ્વેતામ્બર જૈન સંપ્રદાયની, પશ્ચિમ ભારતમાં જૂજવી જ બચેલી, પ્રાચીનતર પ્રતિમાઓમાંની એક જળવાયેલી છે (ચિત્ર ૧). સં. ૧૯૨ | ઈ. સ. ૧૦૩૬ના અજરીના જિનમન્દિરની ધાતુપ્રતિમાના લેખમાં “નંદિગ્રામચેત્ય” એવો ઉલ્લેખ છે; તેમ જ સં. ૧૧૩૦ / ઈ. સ. ૧૦૭૪ના નાદિયાના જિનાલય પાસે કોરેલ લેખમાં “નંદિયકત્ય'ના પરિસરમાં વાપી નિર્માણ કરાવ્યાનો ઉલ્લેખ છે, જે ઉપરથી નાંદિયાનું મધ્યકાલીન અભિધાન નંદિગ્રામ’ એવં ચત્યનું ગામના નામ પરથી “નંદિયકચૈત્ય' અભિધાન હોવાનું સિદ્ધ થાય છે. સિરોહી આસપાસના પંથકમાં પ્રચલિત જૂની લોકોકિતમાં “નાણા દિયાણા નાંદિયા, જીવિતસ્વામી વાંદિયાજેવી કહેવત પ્રસિદ્ધ છે, જેથી પ્રસ્તુત સ્થળોનાં જિનગૃહોમાં ‘જીવંતસ્વામી’ (મુખ્યત્વે મહાવીર)* ની પ્રતિમાઓ એક કાળે સ્થાપિત હોવાનો નિર્દેશ મળે છે. નાંદિયાના જિનમંદિરના ગર્ભગૃહમાં પ્રતિષ્ઠિત મૂલનાયક જિનની પ્રતિમા (ચિત્ર ૧} અનેક દષ્ટિએ અપ્રતિમ છે. તેનો આળેખ પશ્ચિમ ભારતની અતિ પરિચિત મધ્યકાલીન જિન મૂર્તિઓથી તદ્દન નિરાળો છે. પીઠ-પટ્ટના પડખલામાં પાર્શ્વવત વ્યાલનાં રૂપો ધરાવતા સિંહાસનની પીઠિકા ભાગના મોવાડમાં, છેડાના ભાગે, એક એક સિંહ, અને એ બન્નેની વચારે આડું ધર્મચક્ર, અને તેની અડખે પડખે કંડારેલાં મૃગલાંની જોડી ગુપ્તયુગની સારનાથ આદિની બુદ્ધ પૂર્તિઓના ઘાટ-વિધાનની પરિપાટીમાંથી ઊતરી આવ્યાનો સંકેત કરે છે. પીઠ પર મસૂરક વા ગાદી પર સ્થિત જિનરાજના લગભગ કાટખૂણે, બે મધ્યમ કદના તથા સુલલિત ભંગિમામાં અત્યંત સુડોળ એવું સુકુમાર ચામરધારી (ઇન્દ્રો વા યક્ષો, પ્રાતિહાર્ય રૂપે સ્થિર થયા છે (ચિત્ર ૨, ૩). ચામરધરોના આલકના ગૂંચળાઓથી મનમોહક બનતા મસ્તક પર રત્નપિનદ્ધ ત્રણ પદકવાળા પટ્ટબન્ધથી શોભાયમાન કરણ્ડ મુકુટ ઉલ્લેખનીય છે. વચ્ચે પદ્માસનસ્થ જિનપ્રતિમાના પદ્મપ્રભામંડળની આજુબાજુ અપ્સરા સહિત, પ્રશાન્ત મુખમુદ્રાયુકત, વીણાધર ગન્ધર્વ, અને એ જોડલીની ઉપર વિદ્યાધરી સમેત આકાશચારિ માલાધરનાં રૂપ કાઢેલાં છે (ચિત્ર ૪, ૫). જિનબિમ્બના શીર્ષ પર પુરાણી પરંપરા અનુસાર પૂરા ભાગમાં દક્ષિણાવર્તકેશનું આલેખન છે. પ્રતિમાના આસન પર કે અન્ય ભાગ પર) લેખ નથી. પરંતુ જિનમૂર્તિની અને પરિકરદેવતાઓની વિગતો ગુહામંદિરો કિંવા લયન મંદિરોની ભીંતો પર કંડારેલ, કે ત્યાં ગર્ભગૃહોમાં સંસ્થિર પ્રતિમાઓનાં આયોજન અને કારણીનું સ્મરણ કરાવતી હોઈ તેમ જ શૈલીગત સામાન્ય અને વિશેષ લક્ષણોના આધારે, તેને ઈસ્વીસનના ૭માં શતકના મધ્યભાગમાં મૂકી શકાય. પરંતુ જેમ ઉકેશ (ઓસિયા)ના પ્રતીહારકાલીન મહાવીર જિનાલયની મુખ્ય પ્રતિમાના સંબંધમાં બન્યું તેમ અહીં પણ આ વિરલ જિનપ્રતિમાના કલાતત્ત્વને વણસાવી માર્યું છે. કારણમાં જોઈએ તો શ્વેતામ્બર પરંપરાની કેટલીક સદીઓથી ચાલી આવતી અર્ચા અને એની અર્ચના-પદ્ધતિમાં ચૈત્યવાસી જમાનાથી વિકસી આવી રહેલ તત્વો. તેમાં જિનની મુખાકૃતિના સમાધિસ્થ પ્રશમરસનો હીસ કરી દેતાં કાળા રંગથી ચીતરેલ ભ્રમર, સ્ફટિકનાં ચક્ષઓ, અને વક્ષ:સ્થળ આજુબાજુ અને અન્યત્રે ચોંટાડેલ ધાતુમય ટીલાઓ તેમજ વરખના લેપ. નાંદિયાની આ પ્રતિમામાં તો ચામરધર યક્ષોને પણ છોડ્યા નથી. કાળી ભમરો અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7