Book Title: Nandiya ni Prachin Jina Pratima
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgrantha_1_022701.pdf and Nirgrantha_2_022702.pdf and Nirgrantha_3_022703.pdf
Catalog link: https://jainqq.org/explore/249323/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ નાદિયાની પ્રાચીન જિનપ્રતિમા મધુસૂદન ઢાંકી રાજસ્થાનના પુરાતન ગૂર્જરદેશ પંથકમાં, અર્બુદાચલની ફરતે, ઈસ્વીસનના સાતમા શતકના પૂર્વાર્ધમાં ચાપ વંશનું શાસન હતું. તે કાળના ત્યાંનાં ઉલ્લેખનીય સ્થાનોમાં હતાં ભિલ્લમાલ (ભિન્નમાલ), કુત્સાપુર (કુસુમા), બ્રહ્માણ (વરમાણ), વટપુર કે વટાકરસ્થાન (વસતગઢ), ઈત્યાદિ ગ્રામ-નગર. ત્યાંથી પ્રાચીન શિલ્પ-સ્થાપત્યના અવશેષો વા શિલાલેખાદિ પ્રાપ્ત થયાં છે. એ સમુદાયનું એવું જ એક જૂનું સ્થાન છે “નંદિગ્રામ' કિંવા હાલનું ‘નાદિયા', જેના દશમા શતક જેટલા પુરાણા ભાગ ધરાવતા નાના જિનાલયના ગર્ભગૃહમાં શ્વેતામ્બર જૈન સંપ્રદાયની, પશ્ચિમ ભારતમાં જૂજવી જ બચેલી, પ્રાચીનતર પ્રતિમાઓમાંની એક જળવાયેલી છે (ચિત્ર ૧). સં. ૧૯૨ | ઈ. સ. ૧૦૩૬ના અજરીના જિનમન્દિરની ધાતુપ્રતિમાના લેખમાં “નંદિગ્રામચેત્ય” એવો ઉલ્લેખ છે; તેમ જ સં. ૧૧૩૦ / ઈ. સ. ૧૦૭૪ના નાદિયાના જિનાલય પાસે કોરેલ લેખમાં “નંદિયકત્ય'ના પરિસરમાં વાપી નિર્માણ કરાવ્યાનો ઉલ્લેખ છે, જે ઉપરથી નાંદિયાનું મધ્યકાલીન અભિધાન નંદિગ્રામ’ એવં ચત્યનું ગામના નામ પરથી “નંદિયકચૈત્ય' અભિધાન હોવાનું સિદ્ધ થાય છે. સિરોહી આસપાસના પંથકમાં પ્રચલિત જૂની લોકોકિતમાં “નાણા દિયાણા નાંદિયા, જીવિતસ્વામી વાંદિયાજેવી કહેવત પ્રસિદ્ધ છે, જેથી પ્રસ્તુત સ્થળોનાં જિનગૃહોમાં ‘જીવંતસ્વામી’ (મુખ્યત્વે મહાવીર)* ની પ્રતિમાઓ એક કાળે સ્થાપિત હોવાનો નિર્દેશ મળે છે. નાંદિયાના જિનમંદિરના ગર્ભગૃહમાં પ્રતિષ્ઠિત મૂલનાયક જિનની પ્રતિમા (ચિત્ર ૧} અનેક દષ્ટિએ અપ્રતિમ છે. તેનો આળેખ પશ્ચિમ ભારતની અતિ પરિચિત મધ્યકાલીન જિન મૂર્તિઓથી તદ્દન નિરાળો છે. પીઠ-પટ્ટના પડખલામાં પાર્શ્વવત વ્યાલનાં રૂપો ધરાવતા સિંહાસનની પીઠિકા ભાગના મોવાડમાં, છેડાના ભાગે, એક એક સિંહ, અને એ બન્નેની વચારે આડું ધર્મચક્ર, અને તેની અડખે પડખે કંડારેલાં મૃગલાંની જોડી ગુપ્તયુગની સારનાથ આદિની બુદ્ધ પૂર્તિઓના ઘાટ-વિધાનની પરિપાટીમાંથી ઊતરી આવ્યાનો સંકેત કરે છે. પીઠ પર મસૂરક વા ગાદી પર સ્થિત જિનરાજના લગભગ કાટખૂણે, બે મધ્યમ કદના તથા સુલલિત ભંગિમામાં અત્યંત સુડોળ એવું સુકુમાર ચામરધારી (ઇન્દ્રો વા યક્ષો, પ્રાતિહાર્ય રૂપે સ્થિર થયા છે (ચિત્ર ૨, ૩). ચામરધરોના આલકના ગૂંચળાઓથી મનમોહક બનતા મસ્તક પર રત્નપિનદ્ધ ત્રણ પદકવાળા પટ્ટબન્ધથી શોભાયમાન કરણ્ડ મુકુટ ઉલ્લેખનીય છે. વચ્ચે પદ્માસનસ્થ જિનપ્રતિમાના પદ્મપ્રભામંડળની આજુબાજુ અપ્સરા સહિત, પ્રશાન્ત મુખમુદ્રાયુકત, વીણાધર ગન્ધર્વ, અને એ જોડલીની ઉપર વિદ્યાધરી સમેત આકાશચારિ માલાધરનાં રૂપ કાઢેલાં છે (ચિત્ર ૪, ૫). જિનબિમ્બના શીર્ષ પર પુરાણી પરંપરા અનુસાર પૂરા ભાગમાં દક્ષિણાવર્તકેશનું આલેખન છે. પ્રતિમાના આસન પર કે અન્ય ભાગ પર) લેખ નથી. પરંતુ જિનમૂર્તિની અને પરિકરદેવતાઓની વિગતો ગુહામંદિરો કિંવા લયન મંદિરોની ભીંતો પર કંડારેલ, કે ત્યાં ગર્ભગૃહોમાં સંસ્થિર પ્રતિમાઓનાં આયોજન અને કારણીનું સ્મરણ કરાવતી હોઈ તેમ જ શૈલીગત સામાન્ય અને વિશેષ લક્ષણોના આધારે, તેને ઈસ્વીસનના ૭માં શતકના મધ્યભાગમાં મૂકી શકાય. પરંતુ જેમ ઉકેશ (ઓસિયા)ના પ્રતીહારકાલીન મહાવીર જિનાલયની મુખ્ય પ્રતિમાના સંબંધમાં બન્યું તેમ અહીં પણ આ વિરલ જિનપ્રતિમાના કલાતત્ત્વને વણસાવી માર્યું છે. કારણમાં જોઈએ તો શ્વેતામ્બર પરંપરાની કેટલીક સદીઓથી ચાલી આવતી અર્ચા અને એની અર્ચના-પદ્ધતિમાં ચૈત્યવાસી જમાનાથી વિકસી આવી રહેલ તત્વો. તેમાં જિનની મુખાકૃતિના સમાધિસ્થ પ્રશમરસનો હીસ કરી દેતાં કાળા રંગથી ચીતરેલ ભ્રમર, સ્ફટિકનાં ચક્ષઓ, અને વક્ષ:સ્થળ આજુબાજુ અને અન્યત્રે ચોંટાડેલ ધાતુમય ટીલાઓ તેમજ વરખના લેપ. નાંદિયાની આ પ્રતિમામાં તો ચામરધર યક્ષોને પણ છોડ્યા નથી. કાળી ભમરો અને Page #2 -------------------------------------------------------------------------- ________________ મધુસૂદન ઢાંકી Nirgrantha ગૉગલ્સ જેવી ચડાવેલી મોટી આંખોથી એમની શાતિમય પ્રસન્ન મુખમા પર ગ્રહણ લાગી ગયું છે. આ ઇન્દ્રો વા યક્ષોની પાંચ-છ દાયકા પહેલાંની તસવીરોમાં તેમનાં અસલી દેવતાઈ દિદાર અને મનોહારિતા પ્રકટ રૂપે પેખી શકાય છે. નાંદિયાની પ્રતિમાથી પચાસ-પોણોસો પૂર્વની હોઈ શકે તેવી છે મહુડી કોટ્યર્કની આરસી માતકા', અને પછીની જિન પ્રતિમાઓમાં જોઈએ તો વરમાણના મહાવીર જિનાલયની નવમાં શતકના અન્તિમ ભાગની પ્રતિમા તરફ નિર્દેશ કરી શકાય, પરંતુ ત્યાં પણ પ્રતિમાની અસલી ભાવવાહિતા ચક્ષુ-ટીલાદિથી નષ્ટ થઈ ગઈ છે. ટિપ્પા :૧. શ્વેતામ્બર સંપ્રદાયમાં દુર્ભાગ્યે મુસ્લિમ આક્રમણો દરમિયાન તેમજ જીર્ણોદ્ધારકોના પ્રતાપે, અને પૂજાની વિશિષ્ટ રૂઢિને પ્રભાવે, પ્રાચીનતર પ્રતિમાઓનો વિનાશ થઈ ચૂકયો છે. જે કંઈ બચ્યું છે તેમાં પૂજાતી પ્રાચીન પ્રતિમાઓ પણ ક્રમશ: એ જ પળે ગતિમાન છે. એને રવાના, એનાં કલાતત્ત્વોને યથાવત્ જાળવી રાખવાના, કોઈ જ પ્રયત્ન થતા નથી કે તે પ્રક્રિયાને ઉત્તેજન દેવાને બદલે તેનાથી વિરુદ્ધનાં જ ઉપદેશ અને કાર્યો જોવા મળે છે. ૨. જુઓ મુનિરાજ જયન્તવિજય, અર્બુદાચલ પ્રદક્ષિણા જૈન લેખ સંદોહ, ભાવનગર વિસં. ૨૦૫ (ઈ. સ. ૧૯૪૯), પૃ ૧૪૨ લેખાંક ૩૯૬. આ પ્રતિમા મૂળે નાદિયાના જિનાલયમાં હોવી જોઈએ. નંદિગ્રામનો ઉલ્લેખ પછીના બે લેખોમાં પણ મળે છે. જેમકે આરાસણ (મુંબારિયા)ના નેમિનાથ મંદિરની પાર્શ્વનાથની પ્રતિમાના આસનનો સંવત્ વગરનો લેખ (એજન પૃ૦ ૧૪, લેખાંક ૪૧), તથા આભૂ-દેલવાડાની લૂણસહીની એક દેવકુલિકાની જિનમૂર્તિનો સં. ૧૩૯ ઈ. સ. ૧૩૨૩નો લેખ (જુઓ જિનવિજય, પ્રાચીન જૈન લેખ સંગ્રહ (દ્વિતીય ભાગ), ભાવનગર ૧૯૨૧, પૃ. ૧૯, લેખાંક ૧૧૯). ૩. મુનિ જયન્તવિજય, અર્બુદાચલ૦, પૃ.૧૫૮, લેખાંક ૪૫૨. ૪. ‘જીવંતસ્વામી'ની મૂર્તિઓ અહંતુ વર્ધમાનની કુમાર અવસ્થા સૂચવતી મુકુટાદિ આભૂષણો સમેત બનતી. એવી સૌથી પ્રાચીન, છઠ્ઠા-સાતમા સૈકાની મૂર્તિઓ અંકોટક (આકોટા)થી મળી આવેલ જૈન પ્રતિમા સંગ્રહમાં છે. રાજસ્થાનમાં સિરોહીના અજિતનાથ મંદિરમાં તથા જોધપુરના સંગ્રહાલયમાં કેટલીક દશમા-અગિયારમા શતકની મૂર્તિઓ મળી આવી છે, જે સૌ પર (સ્વ૦) ડો. ઉમાકાન્ત શાહે ઘણા ઉપયુકત લેખો લખ્યા છે. આ સિવાય ઉકેશ (ઓસિયાં)નાં તોરણ-તન્મોની જંધામાં, આઘાટ (આહાડ)ના પ્રાચીન જિનાલયના ગૂઢમંડપ પર, શમીપાટી (વાડી) આદિનાં ૧૧મી સદીના ભવ્ય મંદિરની જંધા આદિમાં પ્રસ્તુત ભાવની પ્રતિમા કંડારિત થયેલી છે. પ. પરતુ નાણા, દિયાણા, નાદિયામાં આજે તો જીવંતસ્વામીની પ્રતિમા ઉપસ્થિત નથી. સંભવ છે કે સિરોહીના અજિતનાથ મંદિરમાં પ્રતિષ્ઠિત બે જીવન્ત સ્વામીની છે તે ઉપર્યુકત સ્થાનોમાંથી પછીના કાળે લાવવામાં આવી હોય. ૬. નાદિયાના ગૂઢમંડપમાં ગર્ભગૃહની દ્વારશાખાની આજુબાજુમાં ગોખલા જેવું કરી, તેમાં આરસની બે એક જૂની મૂર્તિઓ સ્થાપિત કરેલી છે, પણ તે ૧૧મી શતાબ્દીના પૂર્વાર્ધની છે. છે. સામાન્ય રીતે પ્રાચીન બૌદ્ધ તથા જૈન મૂર્તિઓમાં બુદ્ધ વા જિનના સિંહાસનના પીઠ પૃષ્ઠની આજુબાજુ ગજ, વ્યાસ, અને મકરનાં રૂપો ઉપરાઉપરી કરવાની પ્રથા હતી. અહીં ગજ તથા મકર માટે સમાસ ન હોવાથી પ્રસ્તુતનાં રૂપો કોય નથી. ૮, બુદ્ધની મૂર્તિમાં એ પ્રતીકોની સાર્થકતા એટલા માટે છે કે ચક્ર સાથેની મૃગજેડીથી બનારસ પાસે સારનાથમાં બુદ્ધના મૃગદાવ’ વનમાં થયેલા ધર્મચક્રપ્રવર્તન' કિંવા પ્રથમોપદેશ ત્યાં સૂચિત થાય છે. જ્યારે જિનના જીવન સાથે આવો સંકેત કરતી કોઈ જ ઘટના જોડાયેલી નથી. સમવાયાંગસૂત્ર (સંકલન પ્રાય: ઈસ્વી ૩૫૩)માં જિનના ૩૪ અતિશયોમાં ધર્મચક એક “વાસ્તવિક વસ્તુ રૂપે અને આકાશગત માનવામાં આવ્યું છે. મધ્યયુગમાં મૃગ અને મૃગલીને ‘સત્યમૃગ અને કરુણામૃગી' જેવું અર્થઘટન જિનપરિકરને વર્ણવતા મધ્યકાલીન સાહિત્યમાં વાંચ્યાનું સ્મરણ છે, પણ તે સૌ મોડેની કલ્પના માત્ર છે. આ આખોયે હૈતવ (motઈ) બૌદ્ધ પ્રતિમવિધાનમાંથી લેવાયેલો હોવાનું સુસ્પષ્ટ છે. Page #3 -------------------------------------------------------------------------- ________________ ૧. નાંદિયા, રાજસ્થાન, મહાવીર જિનાલય, ગર્ભગૃહ, મૂલનાયક જિન, પ્રાય: ઈસ્વી ૭મી શતાબ્દી મધ્યભાગ. Jain Education Internationa www.jainey org Page #4 -------------------------------------------------------------------------- ________________ ૨. ચામરધર ઈન્દ્ર વા યક્ષ (મૂલનાયકની ડાબી બાજુ). ૩. ચામરધર ઈન્દ્ર વા યક્ષ (મૂલનાયકની જમણી બાજુ). Page #5 -------------------------------------------------------------------------- ________________ ૪. મૂળનાયક જિન પ્રતિમાની ડાબી બાજુએ નભ :ચર ગન્ધર્વ અને વિદ્યાધરનાં યુગલો. Page #6 -------------------------------------------------------------------------- ________________ ૫. મૂળનાયક જિનપ્રતિમાની જમણી બાજુએ નભ :ચર ગન્ધર્વ અને વિદ્યાધરનાં યુગલો. Forevale Personal One www.ainelibrar dig Page #7 -------------------------------------------------------------------------- ________________ Vd. I-1995 નાદિયાની પ્રાચીન જિનપ્રતિમા 9 ચામર' પ્રતીક તામ્બર પરમ્પરામાં 34 અતિશયોમાં, અને પછીથી પાંચમા શતકથી અષ્ટ મહાપ્રાતિહાર્યોમાં પણ ગણાયું છે, જ્યારે દિગમ્બર પરમ્પરામાં છઠ્ઠા સૈકાથી ઉપલબ્ધ 34 અતિશયોમાં તેને લીધું નથી. તે કેવળ પ્રાતિહાર્યોમાં જ સમાવિષ્ટ છે. 10. એક શિલ્પશાસ્ત્રમાં પ્રભામંડલના ત્રણ પ્રકારો વાંચ્યાનું સ્મરણ છે : “આદિત્યપ્રભા,’ ‘ચન્દ્રપ્રભા,’ અને ‘પદ્મપ્રભા.’ વ્યવહારમાં પ્રાફમધ્યકાળમાં તેમ જ મધ્યકાળમાં “રત્નપ્રભા’ પણ જોવા મળે છે. (આનાં દષ્ટાન્તો ડાહલ દેશની ચેદિ શૈલીમાં, જબલપુર આદિની દરામાં શતકની જિનમૂર્તિઓમાં, જોયાનું સ્મરણ છે.). 11. કુવલયમાલાહાકાર ચૈત્યવાસી ઉધોતનસૂરિ (ઈ. સ. ૭૮)એ પોતાનાથી ચોથી પેઢીએ થઈ ગયેલ પૂર્વજ શિવચન્દ્ર મહત્તર (પ્રાય: ઈસ્વી 650-675) ભિન્નમાલના જિનમંદિરમાં દર્શનાર્થે આવેલા અને પછી ત્યાં જ સ્થિર થયેલા, તેવી નોંધ કરી છે. સંભવ છે કે નાદિયાની જિનમૂર્તિ ભિન્નમાલની પરિપાટી અનુસારની હોય. ભિન્નમાલ નાંદિયાથી બહુ તો ચાળીસેક માઈલ દૂર હશે. 12. એમ જણાય છે કે પહેલાં અહીંની પ્રતિમામાં ચક્ષુ-ટીલાં હતાં નહીં, તે સંબંધમાં (સ્વ) મુનિ જયન્તવિજયે નોંધ્યું છે કે... ‘સારી રીતે પૂન-પ્રક્ષાલન થવાની અને ચક્ષુ-ટલાં લગાવવાની ખાસ જરૂર છે." (જુઓ અર્બુદાચલ પ્રદક્ષિણા) (આબુ ભાગ ચોથો), અમદાવાદ વિ. સં. 204 (ઈ. સ. 1948), પૃ. 258. 13. Cf. Siella Kramrisch, The Art of India, 3rd. Ed., Delhi 1965, Plate 54. 14. ચિત્ર માટે જુઓ Historical and Cultural Chronology of Gujarat, Ed. M. R. Majmudar, Baroda 1960, pl XXXV B; A U.P. Shah, "Sculptures from Samlaji and Roda", Bulletin of the Baroda Museum Picture Gallery, Vol XIN (Special number 1960, fig 30). 14. Cf. M. A. Dhaky, 'The Vimal Period Sculptures in Vimalavasahi,' Aspects of Jainology, vol II, Varanasi 1987, Fig 7. (અત્રે પ્રકાશિત તમામ મિત્રો The American Institute of Indian Studies, Varanasi ની સહાય અને સૌજન્યને આભારી ચિત્રસૂચી :(1) નાદિયા, રાજસ્થાન, મહાવીર જિનાલય, ગર્ભગૃહ, મૂલનાયક જિન, પ્રાય:ઇસ્વી કમી શતાબ્દી મધ્યભાગ. (2) ચામરધર ઈન્દ્ર વા યક્ષ (મૂલનાયકની ડાબી બાજુ). (3) ચામરધર ઇન્દ્ર વા યક્ષ (મૂલનાયકની જમણી બાજુ). (4) મૂળનાયક જિન પ્રતિમાની ડાબી બાજુએ નભ :ચર ગન્ધર્વ અને વિદ્યાધરનાં યુગલો. (5) મૂળનાયક જિનપ્રતિમાની જમણી બાજુએ નભચર ગન્ધર્વ અને વિદ્યાધરનાં યુગલો.