SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ મધુસૂદન ઢાંકી Nirgrantha ગૉગલ્સ જેવી ચડાવેલી મોટી આંખોથી એમની શાતિમય પ્રસન્ન મુખમા પર ગ્રહણ લાગી ગયું છે. આ ઇન્દ્રો વા યક્ષોની પાંચ-છ દાયકા પહેલાંની તસવીરોમાં તેમનાં અસલી દેવતાઈ દિદાર અને મનોહારિતા પ્રકટ રૂપે પેખી શકાય છે. નાંદિયાની પ્રતિમાથી પચાસ-પોણોસો પૂર્વની હોઈ શકે તેવી છે મહુડી કોટ્યર્કની આરસી માતકા', અને પછીની જિન પ્રતિમાઓમાં જોઈએ તો વરમાણના મહાવીર જિનાલયની નવમાં શતકના અન્તિમ ભાગની પ્રતિમા તરફ નિર્દેશ કરી શકાય, પરંતુ ત્યાં પણ પ્રતિમાની અસલી ભાવવાહિતા ચક્ષુ-ટીલાદિથી નષ્ટ થઈ ગઈ છે. ટિપ્પા :૧. શ્વેતામ્બર સંપ્રદાયમાં દુર્ભાગ્યે મુસ્લિમ આક્રમણો દરમિયાન તેમજ જીર્ણોદ્ધારકોના પ્રતાપે, અને પૂજાની વિશિષ્ટ રૂઢિને પ્રભાવે, પ્રાચીનતર પ્રતિમાઓનો વિનાશ થઈ ચૂકયો છે. જે કંઈ બચ્યું છે તેમાં પૂજાતી પ્રાચીન પ્રતિમાઓ પણ ક્રમશ: એ જ પળે ગતિમાન છે. એને રવાના, એનાં કલાતત્ત્વોને યથાવત્ જાળવી રાખવાના, કોઈ જ પ્રયત્ન થતા નથી કે તે પ્રક્રિયાને ઉત્તેજન દેવાને બદલે તેનાથી વિરુદ્ધનાં જ ઉપદેશ અને કાર્યો જોવા મળે છે. ૨. જુઓ મુનિરાજ જયન્તવિજય, અર્બુદાચલ પ્રદક્ષિણા જૈન લેખ સંદોહ, ભાવનગર વિસં. ૨૦૫ (ઈ. સ. ૧૯૪૯), પૃ ૧૪૨ લેખાંક ૩૯૬. આ પ્રતિમા મૂળે નાદિયાના જિનાલયમાં હોવી જોઈએ. નંદિગ્રામનો ઉલ્લેખ પછીના બે લેખોમાં પણ મળે છે. જેમકે આરાસણ (મુંબારિયા)ના નેમિનાથ મંદિરની પાર્શ્વનાથની પ્રતિમાના આસનનો સંવત્ વગરનો લેખ (એજન પૃ૦ ૧૪, લેખાંક ૪૧), તથા આભૂ-દેલવાડાની લૂણસહીની એક દેવકુલિકાની જિનમૂર્તિનો સં. ૧૩૯ ઈ. સ. ૧૩૨૩નો લેખ (જુઓ જિનવિજય, પ્રાચીન જૈન લેખ સંગ્રહ (દ્વિતીય ભાગ), ભાવનગર ૧૯૨૧, પૃ. ૧૯, લેખાંક ૧૧૯). ૩. મુનિ જયન્તવિજય, અર્બુદાચલ૦, પૃ.૧૫૮, લેખાંક ૪૫૨. ૪. ‘જીવંતસ્વામી'ની મૂર્તિઓ અહંતુ વર્ધમાનની કુમાર અવસ્થા સૂચવતી મુકુટાદિ આભૂષણો સમેત બનતી. એવી સૌથી પ્રાચીન, છઠ્ઠા-સાતમા સૈકાની મૂર્તિઓ અંકોટક (આકોટા)થી મળી આવેલ જૈન પ્રતિમા સંગ્રહમાં છે. રાજસ્થાનમાં સિરોહીના અજિતનાથ મંદિરમાં તથા જોધપુરના સંગ્રહાલયમાં કેટલીક દશમા-અગિયારમા શતકની મૂર્તિઓ મળી આવી છે, જે સૌ પર (સ્વ૦) ડો. ઉમાકાન્ત શાહે ઘણા ઉપયુકત લેખો લખ્યા છે. આ સિવાય ઉકેશ (ઓસિયાં)નાં તોરણ-તન્મોની જંધામાં, આઘાટ (આહાડ)ના પ્રાચીન જિનાલયના ગૂઢમંડપ પર, શમીપાટી (વાડી) આદિનાં ૧૧મી સદીના ભવ્ય મંદિરની જંધા આદિમાં પ્રસ્તુત ભાવની પ્રતિમા કંડારિત થયેલી છે. પ. પરતુ નાણા, દિયાણા, નાદિયામાં આજે તો જીવંતસ્વામીની પ્રતિમા ઉપસ્થિત નથી. સંભવ છે કે સિરોહીના અજિતનાથ મંદિરમાં પ્રતિષ્ઠિત બે જીવન્ત સ્વામીની છે તે ઉપર્યુકત સ્થાનોમાંથી પછીના કાળે લાવવામાં આવી હોય. ૬. નાદિયાના ગૂઢમંડપમાં ગર્ભગૃહની દ્વારશાખાની આજુબાજુમાં ગોખલા જેવું કરી, તેમાં આરસની બે એક જૂની મૂર્તિઓ સ્થાપિત કરેલી છે, પણ તે ૧૧મી શતાબ્દીના પૂર્વાર્ધની છે. છે. સામાન્ય રીતે પ્રાચીન બૌદ્ધ તથા જૈન મૂર્તિઓમાં બુદ્ધ વા જિનના સિંહાસનના પીઠ પૃષ્ઠની આજુબાજુ ગજ, વ્યાસ, અને મકરનાં રૂપો ઉપરાઉપરી કરવાની પ્રથા હતી. અહીં ગજ તથા મકર માટે સમાસ ન હોવાથી પ્રસ્તુતનાં રૂપો કોય નથી. ૮, બુદ્ધની મૂર્તિમાં એ પ્રતીકોની સાર્થકતા એટલા માટે છે કે ચક્ર સાથેની મૃગજેડીથી બનારસ પાસે સારનાથમાં બુદ્ધના મૃગદાવ’ વનમાં થયેલા ધર્મચક્રપ્રવર્તન' કિંવા પ્રથમોપદેશ ત્યાં સૂચિત થાય છે. જ્યારે જિનના જીવન સાથે આવો સંકેત કરતી કોઈ જ ઘટના જોડાયેલી નથી. સમવાયાંગસૂત્ર (સંકલન પ્રાય: ઈસ્વી ૩૫૩)માં જિનના ૩૪ અતિશયોમાં ધર્મચક એક “વાસ્તવિક વસ્તુ રૂપે અને આકાશગત માનવામાં આવ્યું છે. મધ્યયુગમાં મૃગ અને મૃગલીને ‘સત્યમૃગ અને કરુણામૃગી' જેવું અર્થઘટન જિનપરિકરને વર્ણવતા મધ્યકાલીન સાહિત્યમાં વાંચ્યાનું સ્મરણ છે, પણ તે સૌ મોડેની કલ્પના માત્ર છે. આ આખોયે હૈતવ (motઈ) બૌદ્ધ પ્રતિમવિધાનમાંથી લેવાયેલો હોવાનું સુસ્પષ્ટ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249323
Book TitleNandiya ni Prachin Jina Pratima
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherZ_Nirgrantha_1_022701.pdf and Nirgrantha_2_022702.pdf and Nirgrantha_3_022703.pdf
Publication Year1995
Total Pages7
LanguageGujarati
ClassificationArticle & Tirth Pratima
File Size876 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy