Book Title: Nandishena Sadhu
Author(s): JAINA Education Committee
Publisher: JAINA Education Committee

View full book text
Previous | Next

Page 1
________________ ભગવાન મહાવીરના સમય પહેલાની કથાઓ ૧૫. સાધુ નંદિષણ સાધુ નંદિષેણ મહાન જ્ઞાની અને સેવાભાવી સાધુ હતા. એમના સેવાભાવની સ્વર્ગમાં પણ પ્રશંસા થતી. એક દિવસ ઇંદ્રએ પોતાની સભામાં પોતાના દેવો સમક્ષ નંદિષણની પ્રશંસા કરી. ઇન્દ્ર દ્વારા કરાયેલી નંદિષણની પ્રશંસાથી શંકાશીલ બનેલા બે દેવોએ નંદિષણની પરીક્ષા કરવાનું નક્કી કર્યું.દૈવી શક્તિને કારણે દેવો ગમે ત્યારે ગમે તે રૂપ ધારણ કરી શકતા અને ક્ષણમાં ગમે ત્યાં પહોંચી શકતા. બે દેવો, એક ઘરડા અને એક જુવાન સાધુનું રૂપ લઈને નંદિષેણના ગામની બહારની વાડીમાં આવી પહોંચ્યા. આજે નંદિષણને ઉપવાસનું પારણું હતું. તેઓ હમણાં જ ગોચરી લઈને આવ્યા હતા, અને પારણું કરવા બેસતા હતા. ત્યાં જ જુવાન સાધુએ આવીને કહ્યું, ‘‘ધર્મલાભ, ત્યાં વાડીમાં એક ઘરડા સાધુ ભૂખ તરસથી તડપી રહ્યા છે. તેઓ ખૂબ જ અશક્ત છે. તમારી મદદની જરૂર છે.” આ શબ્દો સાંભળતાં જ નંદિષણ ઊભા થઈ ગયા. સ્વચ્છ પાણી લઈને વૃદ્ધ સાધુ પાસે પહોંચી ગયા. નંદિષેણને જોતાં જ વૃદ્ધ સાધુ તાડૂકી ઊઠ્યા, “ઓ, મહાનાલાયક, હું અહીં પીડાઈ રહ્યો છું અને તું મારી કોઈ દરકાર જ નથી કરતો?” વૃદ્ધ સાધુની સેવા કરતા સાધુ નંદિપેણ જૈન કથા સંગ્રહ

Loading...

Page Navigation
1 2 3